________________
(૨૨)
દર્શન-ચારિત્ર અચેતન કાયામાં જચ પણ નથી, તેથી ખાત્મા તે કાયાઓમાં શું હણે? જ્ઞાનનો, દર્શનનો તથા ચારિત્રનો થાત ક્યો છે, ત્યાં પુદ્ગલદ્રવ્યનો થાત ચ પણ ક્યો નથી. (જ્ઞાન-દર્શન–ચારિત્ર હણાતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી). આમ જે કોઈ જીવના ગુણો છે, તે ખરેખર પદ્રવ્યોમાં નથી; તેથી સમ્યગ્દષ્ટિને વિષયો પ્રત્યે ગ્રંગ નથી. વળી રાગ, દ્વેષ અને મોહ જીવા જ અનન્ય પરિણામ છે, તે કારણે શગાદિક શબ્દાદિ વિષયોમાં નથી.
1 #
૩૭૨. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે.
૩૭૩. (૩૭૩ થી ૩૮૨) બહુ પ્રકારનાં નિંદાનાં અને સ્તુતિનાં વચનોરૂપ પુદ્ગલો પરિણમે છે; તેમને સાંભળીને અજ્ઞાની જીવ 'મને કહ્યું' એમ માનીને રોષ તથા તોષ કરે છે. પુદ્ગલદ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે; તેનો ગુણ જો અન્ય છે, તો હે અજ્ઞાનની જીવ! તને કાંઈપણ કહ્યું નથી; તું અજ્ઞાની બની ચેષ શા માટે કરે છે? અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી હેતું કે 'તું મને સાંભળ': અને આત્મા પણ શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે 'તું મને જો'; અને આત્મા પણ ચક્ષુઈન્દ્રિયના વિષયમાં આવેલા રૂપને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે 'તું મને સુંધ’. અને આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ ૨સ તને એમ નથી કહેતો કે 'તું મને ચાખ'; અને આત્મા પણ રસના–ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી હેતું કે 'તું મને સ્પર્શ'; અને આત્મા પણ કાયાના વિષયમાં આવેલા સ્પર્શન ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી ક્લેતું કે 'તું મને જાણ'; અને આત્મા પણ બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી ક્હતું કે 'તું મને જાણ'; અને આત્મા પણ બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી. આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવ બુદ્ધિને નહિ પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે.
૩૮૩. (૩૮૩ થી ૩૮૬) પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવ છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ-અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે. તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાનકાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ-અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે – અનુભવે છે– જ્ઞાતાભાવે જાણી લે છે. તે આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે. તે આત્મા ખરેખર આરિત્ર છે. ૩૮૭, (૩૮૭ થી ૩૮૯) કર્મના ફળને વેદતાં જે આત્મા કર્મફળને પોતારૂપ રે છે, તે ફરીને પણ આઠ પ્રકારના કર્મન
– દુઃખના બીજને – બાંધે છે. કર્મના ફળને વેદતાં જે આત્મા 'કર્મફળને મેં ર્યું' એમ જાણે છે તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને – દુઃખના બીજને – બાંધે છે. કર્મના ફળને વેદતાં જે આત્મા સુખી અને દુઃખી થાય છે, તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને – દુઃખના બીજને – બાંધે છે.
૩૯૦. (૩૯૦ થી ૪૦૪) શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી. માટે જ્ઞાન અન્ય છે, શાસ્ત્ર અન્ય છે -- એમ જિનદેવો દ્ધે છે. શાબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે એમ જિનદેવો કહે છે. રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે – એમ જિનદેવો કહે છે. વર્ણ જ્ઞાન નથી કારણ કે વણ કાંઈ જાણતો નથી. માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે – એમ જિનદેવો કહે છે. ગંધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાંઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે એમ જિનદેવો ઠે છે. ૨સ જ્ઞાન નથી કારણ કે ૨સ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, ૨૫ અન્ય છે – એમ જિનદેવો હે છે. સ્પર્શ જ્ઞાન નથી કારણ કે સ્પર્શ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે – એમ જિનદેવો કહે છે. કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે – એમ જિનદેવો હે છે. ધર્મ (ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે. ધર્મ અન્ય છે – એમ જિનદેવો હે છે. અધર્મ (અધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે અધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, અધર્મ અન્ય છે – એમ જિનદેવો કહે છે. કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે. ાળ અન્ય છે - એમ જિનદેવો કહે છે. આકાશ જ્ઞાન નથી કારણ કે આકાશ કાંઇ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે. આકાશ અગ્ન્ય છે – એમ જિનદેવો કહે છે. અધ્યવસાન જ્ઞાન નથી કારણ કે અધ્યવસાન કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, અધ્યવસાન અન્ય છે – એમ જિનદેવો હે છે. કારણ કે જીવ નિરંતર જાણે છે શ્રી સમયસાર...... ૧૫