________________
૨૧)
૧૩૦. (૧૩૦ અને ૧૩૧) જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહ્રમય ભાવમાંથી લોમય કડાં વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) સર્વ જ્ઞાનમય ભાવો થાય છે.
૧૩૨. (૧૩૨ થી ૧૩૯) જીવોને જે તત્વનું અજ્ઞાન (અર્થાત વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિતરીત જ્ઞાન) છે તે અજ્ઞાનનો ઉદય છે અને જીવને જે (તત્વનું) અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. વળી જીવોને જે અવિરમણ અર્થાત્ “ અત્યાગભાવ છે તે અસંયમનો ઉદય છે અને જીવોને જે મલિન (જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે તે કષાયનો ઉદય છે; વળી જીવોને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ (મનવચનકાચા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ. આ ઉયો ' હેતુભૂત થતાં જે કર્મણવર્ગણારૂપ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવોરૂપે આઠ પ્રકારે પરિણમે છે, તે કાર્મણવર્ગણારૂપ પુદ્ગલદ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો હેતુ થાય છે.
૧૩૭. (૧૩૭ અને ૧૩૮) એ પુદ્ગલ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે (બંને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે પુદ્ગલ અને જીવ બન્ને ખરેખર કર્મપણાને પામે. પરંતુ કર્મભાવે પરિણામ તો પુદ્ગલદ્રવ્યને એને જ થાય છે તેથી જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ કર્મનું પરિણામ
છે.
૧૩૯. (૧૩૯ અને ૧૪૦) જો જીવને કર્મની સાથે જ ચગાદિ પરિણામો થાય છે (બંને ભેળાં થઈને પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ બન્ને ચગાદિપણાને પામે. પરંતુ ચગાદિભાવે પરિણામ તો જીવને એને જ થાય છે તેથી કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત ખુદું જ જીવનું પરિણામ છે.
૧૪૧.. જીવમાં કર્મ (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહારનયનું ક્શન છે અને જીવમાં કર્મ
અણબંધાયેલું. અણસ્પર્શાયેલું છે એવું શુદ્રનયનું થન છે.
૧૪૨.
એ પ્રકારે તો નયપક્ષ જાણ; પણ જે પક્ષાતિક્રાંત (પક્ષને ઓળંગી ગયેલો) હેવાય છે તે સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ) છે.
૧૪૩. નયપક્ષથી રહિત જીવ. સમયથી પ્રતિબદ્ધ થઈ (ચિરૂપ આત્માને અનુભવીને) બન્ને નયોના ક્શનને કેવળ જાણે જ છે. પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી.
૧૪૪. જે સર્વનયપક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે; આને (સમયસારને) જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા (નામ) મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)
૩. પુણ્યપાપ અધિકાર
૧૪૫. અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ તમે જાણો છો! તે સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ ક્શવે છે?
૧૪૯. (૧૪૬ અને ૧૪૭) જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવન બાંધે છે. માટે એ બન્ને કુશીલો સાથે ચગ ન કરે અથવા સંસર્ગ પણ ન કો કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને ચગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે.
૧૪૮. (૧૪૮ થી ૧૪૯) જેમ કોઈ પુરુષ કુત્સિત શીલવાળા (ખરાબ સ્વભાવવાળા) પુરુષને જાણીને તેની સાથે સંસર્ગ અને ચગ કરવો છોડી દે છે, તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષો કર્મપ્રકૃતિના શીલ-સ્વભાવને કુત્સિત (ખાબ) જાણીને તેની સાથે સંસર્ગ છોડી દે છે અને રાગ છોડી દે છે.
આ જિન ભગવાનનો ઉપદેશ છે; માટે (હે
૧૫૦. ચગી જીવ કર્મ બાંધે છે અને વેચગ્યને પામેલા કર્મથી છૂટે છે
-
ભવ્ય જીવ!) તું કર્મોમાં પ્રીતિ–શગ ન કર. ૧૫૧. નિશ્ચયથી ૐ પરમાર્થ છે, સમય છે. શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે તે સ્વભાવમાં સ્થિત મુનિઓ
નિર્વાણને પામે છે.
૧૫૨. ૧૨માર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેનાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતપ અને બાવ વ્રત કહે છે.
શ્રી સમયસાર...... ૬