________________
(૨૨૧)
-
અવસ્થામાં તેઓ નિરુપભોગ્ય છે (ભોગવવા યોગ્ય નથી) – જેમ ગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભોગ્ય છે તેમ; તે ભોગવવા યોગ્ય થતાં બંધન કરે છે – જેમ તરુણ સ્ત્રી પુરૂષને બાંધે છે તેમ. આ કારણથી સમ્યગ્દષ્ટિને અબંધક ક્યો છે, કારણ કે આસ્રવભાવના અભાવમાં પ્રત્યયોને (કર્મના) બંધક કહ્યા નથી. ૧૭૭. (૧૭૭ અને ૧૭૮) ચગ, દ્વેષ અને મોહ એ આસવો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્યયો કર્મબંધનાં કારણ થતાં નથી. ચાર પ્રકારના હેતુઓ (મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ) આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યાં છે, અને તેમને પણ (જીવના) રાગાદિ ભાવો કારણ છે; તેથી ચગાદિ ભાવોના અભાવમાં કર્મ બંધાતાં નથી (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી).
૧૭૯. (૧૭૯ અને ૧૮૦) જેમ પુરુષ વડે ગ્રહાયેલો આહાર તે ઉદાગ્નિથી સંયુક્ત થઈ અનેક પ્રકારે માસ, વસા, રુપિાદિ ભાવોરૂપે પરિણમે છે. તેમ શુદ્ઘનયથી પ્યુત થયેલા જ્ઞાનીને પૂર્વે બંધાયેલા દ્રવ્યાઆસોથી બહુ પ્રકારનાં કર્મ બંધાય છે.
–
૫. સંવર અધિકાર
૧૮૮૧, (૧૮૧ થી ૧૮૩) ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. આઠ પ્રકારનાં કર્મ તેમજ નોકર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ નોર્મ નથી. આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે તે ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈપણ ભાવને કરતો નથી.
૧૮૪. (૧૮૪ અને ૧૮૫) જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થતાં પણ તેના સુવર્ણપણાને છોડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થઈને પણ જ્ઞાનીપણાને છોડતો નથી. – આવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહિ જાણતો તે ચગને જ આત્મા માને છે.
૧૮૬. શુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો–અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે.
- ૧૮૭. (૧૮૭ થી ૧૮૯) આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી ચેકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થઈ અન્યની ઈચ્છાથી વિરમીને. જે આત્મા, (ઈચ્છારહિત થવાથી) સર્વસંગથી રહિત થઈ. (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) ચેતયિતા (ચેતનાર – જાણનાર અને જોના૨ હોવાથી) એક્ત્વને જ ચિંતવે છે – ચેતે છે - અનુભવે છે, તે (આત્મા) આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.
૧૯૦. (૧૯૦ થી ૧૯૨) તેમના(આસવોના) હેતુઓ (પ્રત્યયો) સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિભાવ અને યોગ – એ ચાર અધ્યવસાન ક્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આસવનો નિરોધ થાય છે. આસ્રવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે. વળી કર્મના અભાવથી નોકર્મોનો પણ નિચેધ થાય છે, અને નોકર્મના નિચેધથી સંસારનો નિચેધ થાય છે.
-
૬. નિર્દેશ અધિકાર
૧૯૩. સમ્યગ્દષ્ટિ જીવ જે ઇંદ્રિયો વડે અચેતન તથા ચેતનદ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જાનું નિમિત્ત છે. ૧૯૪. વસ્તુ ભોગવવામાં આવતાં, સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે; ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા તે સુખદુઃખને અનુભવે છે, પછી તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
૧૯૫. જેમ વેદ્ય પુરુષ વિષને ભોગવતો (ખાતો) છતાં મરણ પામતો નથી, તેમ જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી.
૧૯૬. જેમ કોઈ પુરુષ અવિશ્તભાવે મદિરા પીતાં મત્ત થતો નથી તેમ જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત વર્તતાં (કર્મોથી) બંધાતો નથી.
૧૯૭. કોઈ તો વિષયોને રોવતો છતાં નથી સેવતો અને કોઈ નહિ સેવતો છતાં સેવનાચે છે –જેમ કોઈ પુરુષને પ્રકરણની (કાર્યની) ચેષ્ટા વર્તે છે તો પણ તે પ્રાણિક (કાર્ય કરનાથે) નથી.
શ્રી સમયસાર...... ૮