________________
પાણીના પ્રવાહમાં ઉપરને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી તેમ વિકાર
ચૈતન્યના પ્રવાહમાં ઉપરને ઉપર તરે છે, ચૈતન્યના દળમાં પેસતો નથી.(૭૪). ૧૦. કરુણાથી કહ્યું છે કે અરે મૂઢમતિ! અમે જે પુણ્યપાપ ભાવને અચેતન કહીએ
છીએ, જડ કહીએ છીએ, પુદગલ કહીએ છીએ, રૂપી કહીએ છીએ તેને તું આત્મા માને છે તો મોટો અપરાધી છે; જા નરક નિગોદમાં! જા પુદગલની ખાણમાં!
ચૈતન્યની ખાણમાં નહીં જવાય.(૩૮૯). ૧૧. અરે બહારના સંગમાં કોના સાથે સંબંધ અને કોના ખોટા લગાડવા! અને કેટલું
રહેવું! અરે! વિકારનો સંગ પણ ક્યાં વસ્તુને છે! અસંગ ચૈતન્યને પરનો સંગ નથી અને વિકલ્પનો ય સંગ નથી.(૩૯૬) હઠવું છે ક્યાં? પુણ્ય-પાપ રૂપ હું થઈ ગયો છું એમ એણે માન્યું છે પણ એ હું નહીં, બસ એટલી વાત છે. માન્યતા ફેરવવાની છે. તારી દષ્ટિ કેરે સંસાર છે અને હું પુણ્ય-પાપરૂપ થયો જ નથી-એવી દષ્ટિને અનુભવ કરવો એ જ મુક્તિ છે. એવો
અંતર સ્વીકાર કરવો એ જ મુક્તિ કહો કે મુક્તિનો પંથ કહો.(૪૦૫) ૧૩. અહો! અંતરના અભિપ્રાયની અને મિથ્યા-અભિપ્રાયની શું કિંમત છે એની
જગતને ખબર નથી. રાગના કણથી લાભ થાય એમ માન્યું એણે ચૈતન્યને લૂટીં
લીધો.(૪૦૭) ૧૪. મારા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પરનો અભાવ છે એમ નિર્ણય કરો અને પછી
મારા સ્વભાવમાં વિભાવનો પણ અભાવ છે એમ નિર્ણય કરો.(૪૦૧) જેમ લાકડાની અગ્નિમાં ઉપર છારી વળી જાય છે ને અંદર સળગતું હોય છે અગ્નિ ઉપરની છારી રૂ૫ રાખ અગ્નિથી જુદી જ છે. તેમ રાગ પણ ચૈતન્યની છારી સમાન હોવાથી ચૈતન્યથી જુદે જુદો જ છે. ઉષ્ણતા એ અગ્નિ એકરૂપ છે તેમ જ્ઞાન અને આત્મા એકરૂપ છે.(૪૦૦)
૪.
સ્વભાવના સામર્થ્યનો મહિમા : (ગુરુદેવશ્રીના વચનામૃતના આધારે)
ખરેખર તો એક પોતે જ છે ને બીજી વસ્તુ છે જ નહિ. હું જ એક છું, મારા હિસાબે બીજી વસ્તુ છે જ નહિ. કેવળી હો, સિદ્ધ હો. તે તેમના હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી. સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહ-ધનસ્ત્રી-પુત્ર આદિ તો મારાં છે જ નહિ પણ રાગ પણ મારો નથી. “જ્ઞાનસ્વરૂપ” એકલો હું જ છું-એમ જોર આવવું જોઈએ. પ્રશ્ન:- હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે? ઉત્તર:- જોર પોતે કરતો નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે? એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો : જોઈએ.(૧૦૦) ' આત્મચિંતનમાં કયાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુ જીવ આત્માને સાક્ષાત્ અનુભવમાં લઈ લે છે, ત્યાં કોઈ વિકલ્પ રહેતાં થી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષ જીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે.(૨૭૯) એક તરફ વિકારની ધારા અનાદિથી છે ને બીજી તરફ સ્વભાવ સામર્થની ધારા પણ અનાદિથી સાથે ને સાથે જ ચાલી રહી છે. વિકારની ધારા વખતે સ્વભાવ
૩.