________________
S
૪.
૫.
સામર્મની વા કાં | ગઈ, સ્વભાવ સામર્થ્યનો કાંઈ અભાવ નથી થયો. પરિણતિ જ્યાં સ્વભાવે સામર્થ્ય તરફ વળી ત્યાં જ વિકારની પરંપરા પ્રવાહ તૂટ્યો ને અધ્યાત્મપરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને સાદિ-અનંત કાળ રહેશે.(૧૧૧) , એક વાર પરને માટે તો ભૂતકવત્ થઈ જવું જોઈએ. પરમાં તારો કાંઈ અધિકાર જ નથી. અરે ભાઈ! તું રાગને તથા રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતાદ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનીદષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા.(૧૧૨) પરમપરિણામિક ભાવ છું, કારણ પરમાત્મા છું, કારણ-જીવ છું, શુદ્ધોપયોગોહ, નિર્વિકલ્પોહં.(૧૧૦) જેને આત્માનીં ખરેખર રુચિ જાગે તેને ચોવીસ કલાક એનું જ ચિંતન, ધોલન ને ખટક રહ્યા કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય તે વખતે પણ, પૂર્વે સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી, ફટાક દઈને અંતરમાં ઉતરી જાય છે, એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તો પણ તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો “અરેરે! મારે આમ છે ને તેમ છે’-એમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ છોડી અંદરમાં ઉતરી જા ને! ભાઈ! આ વિના બીજું કોઈ સુખનો માર્ગ નથી.(૨૭૮) હે ભાઈ! અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે એવી ચૈતન્ય વસ્તુ તું પોતે છે. અરે ચૈતન્ય રાજા! તારા અચિંત્ય વૈભવને તે કદી જાણ્યો-જોયો-અનુભવ્યો નથી, તારા સ્વઘરમાં તે વાસ કર્યો નથી. સ્વઘરને ભૂલી રાગાદિ વિભાવને પોતાનું ઘર માની તેમાં તું વસ્યો છે. પણ શ્રી ગુરુ તને સ્વઘરમાં વાસ્ત કરાવે છે. કે હે જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની સેવા કર. તેનાથી તારું કલ્યાણ થશે. અહા! સ્વઘરમાં આવવા ઉમંગ કોને ન આવે?(રપ૯) હે જીવ? એક વાર હરખ તો લાવ કે, “અહો મારો આત્મા આવો!' કેવો? કે સિદ્ધ ભગવાન જેવો. સિદ્ધ ભગવાન જેવી જ્ઞાન-આનંદની પરિપૂર્ણ તાકાત મારા આત્મામાં ભરી પડી જ છે. મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. “અરેરે! હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?-એમ ડર નહિ, હતાશ ન થા’ એક વાર સ્વભાવનો હરખ લાવ, સ્વરૂપો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા પુરુષાર્થને ઉછાળ, તો તને તારા અપૂર્વ આહલાદો અનુભવ થશે, અને તે સિદ્ધ પદને પામીશ.(૨૩૪). એકલા વિકલ્પથી તત્ત્વ વિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યફત્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શ છે.(૨૧.૮) અનંત ગુણસ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતો પ્રયત્ન કરવો એ જ પહેલા માં પહેલો શાંતી-સુખનો ઉપાય છે.(૧૭)
૧૦.