________________
- ૨૦)
જ્ઞાન અરૂપી છે તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તો પણ તેનું વજન લાગતું નથી. ઘણા પુસ્તકો જાણ્યાં તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. એ રીતે જ્ઞાનને વજન નથી માટે તે અરૂપી છે. જ્ઞાન શુદ્ધ અવિકારી છે, જ્ઞાનમાં વિકાર નથી. આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે તેને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહિ, તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી.(ર૬૬)
રષ્ટિના નિધાનના આધારે.. ૧૦. જ્ઞાનની વર્તમાન પર્યાય અંદરમાં વળે એનું નામ જાણપણું છે. ધારણા
થઈ ગઈ એ જાણપણું નથી. આત્મા અનુભવમાં લેવો એનું નામ ખરુ
જાણપણું છે.(૩૩૦) ૧૧. ' વિષય-કષાયની રુચિ તો છૂટી નથી અને માત્ર જાણપણું છે ઈ
જાણપણાને નામે આત્માને છેતરે છે, ઠગે છે. હું જાણપણું નથી. સાચું
જાણપણું થતાં વિષય-કષાયની રુચિ છૂટી જાય.(૩૩૨) ૧૨. વર્તમાન-વર્તમાન વર્તતી ચાલુ કાળની જ્ઞાન પર્યાય તે ત્રિકાળી જ્ઞાયકનો
જ એક અંશ છે, તેને અંતરમાં વાળતાં “ચૈતન્ય હીરો” જ્ઞાનમાં આવે છે. અવયવ દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જોવે તો તારો ચૈતન્યસૂર્ય તને ખ્યાલમાં આવશે. તેનો પ્રકાશ
તને દેખાશે.(૮૧) ૧૩. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે, તેમ તેમ
જ્ઞાનનું સ્વને જાણવાનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાનસામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સલ્ફપણે પરિણમે છે.
ત્યાં મોહ સમૂળ નાશ પામે છે, માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી.(૬૮)
એ જ્ઞાનની દિવ્યતા છે. એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે કે જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે, તો ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભતાર્થ જ છે તેને જ્ઞાન વિદ્યમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સતુ છે ને! વિદ્યમાન છે ને! તો એ મહાપ્રભને તું વિદ્યમાનરૂપે જાણ ને! આહાહા! જેની હયાતિ નથી તેને હયાત જાણે! તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હયાત જ છે, તેને જાણને ભાઈ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ
છે તેને જાણ.(૧૧૧) ૧૫. જ્ઞાનનું સાચું કાર્ય શું? ૧-જાણવું, ૨-પોતાને, ૩-યથાર્થ, ૪
શ્રદ્ધાનપૂર્વક, ૫-વીતરાગતાપૂર્વક, ૬-અતીન્દ્રિય સુખના વેદન સહિત. આ રીતે જાણે એ જ્ઞાનનું ખરું જાણપણું છે. બાકી અજ્ઞાન છે.