________________
૨ ૧૦)
વિકલ્પની ભૂમિકામાં પણ જેને નિર્ણય થતો નથી તેને નિર્વિકલ્પ નિર્ણય થવાનો અવકાશ જ ક્યાં છે? પર્યાયને જ્યાં (અંતરમાં જવું છે તે તો નિવૃત્તિ-પ્રવૃત્તિ બંનેથી રહિત છે. તો પણ જવાવાળાને નિવૃત્તિનો જ વિકલ્પ વચ્ચે આવે છે. પ્રવૃત્તિથી ખસવાનો જ ભાવ આવે છે. આ નિયમ છે. નિયમ હોવા છતાં પણ તેના પર વજન નથી. એવો જ ભાવ વચ્ચે આવી જાય છે.(ર૧૨) પ્રવતત્વને સમજવા માટે પર્યાય સિવાય કોઈ બીજો ઉપાય નથ ર્યાયથી જ બધી વાત કહેવામાં (સમજાવવમાં) આવે છે.(૪૬૬) જેને પોતાનું સુખ જોઈએ છે તેને, જેને પોતાનું સુખ પ્રગટ્યું છે તેની પાસે જવાનો ભાવ આવે છે.(૧૦૧) પ્રત્યેક પરિણામ સત્ છે. તેમાં ફેરફાર કરવાનો વિકલ્પ જુઠ્ઠો છે. ધ્રુવ સદા વરૂપ જ છે. તે ઉત્પાદ-વ્યયને શું કરે? હું તો વિકલ્પમાત્ર અને પરિણામમાત્રથી રહિત છું.(૫૮૪-૫૮૫)
'S YE GRIL
૮.
૯.
પરુષાર્થ :
૨
પુરુષાર્થની વ્યાખ્યા સહજ ઉધમ. હું તો અનાદિ અનંત મારા સ્વરૂપમાં સ્થિત છુંનિર્વિકલ્પ છું-જે સુખરૂપ છે. વિકલ્પવાળો કૃત્રિમ ઉધમ ખોટો પુરુષાર્થ છે, દુ:ખરૂપ છે. (૫૮૨) પુરુષાર્થ કરું, પુરુષાર્થ કરૂ-તે વાત પણ થી-સહજ પુરુષાર્થનું એવું સ્વરૂપ નથી. હું વર્તમાનમાં જ અનંત પુરુષાર્થનો પિંડ છે. એવા સ્વ આશ્રયમાં પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય છે. તેથી ઉપદેશમાં પર્યાયની અપેક્ષાએ પુરુષાર્થ કરવાનું કહેવામાં આવે છે.(૨૨). યોગ્યતા હોય તો સાંભળતાં જ સીધો અંદરમાં ઉતરી જાય છે. તેથી તો કહે છે કે “તેથી તેની કાળલબ્ધિ” ત્યાં અજ્ઞાની કહે અરે, પુરુષાર્થને તો ઉડાડી દીધો! અરે ભાઈ! પુરૂષાર્થ તેનાથી જુદો થોડો છે? કોઈ સ્વછંદતા કરી લે, તેથી પુરુષાર્થ : કરવો તેમ કહ્યું છે, પરંતુ ત્રિકાળીમાં અહંપણું થાય તેમાં પુરુષાર્થ તો હોય જ છે. પરંતુ આ પુરુષાર્થની પર્યાય જેટલો હું નથી, હું તો ત્રિકાળી દળ જ છું પુરુષાર્થનો પિંડ જ છું, પુરુષાર્થનો ધામ જ છું.(૧૧૩) (વિકલ્પાત્મક) કૃત્રિમ પુરુષાર્થની તો વાત જ શું? પરંતુ અક્રિય (ચબિંબની) દષ્ટિમાં તો સહજ પુરુષાર્થની પણ ગૌણતા છે. કારણ કે તે પણ ક્રિયા (એક સમયની પર્યાય) છે. અને અક્રિય (સ્વરૂપ) દષ્ટિમાં ક્રિયામાત્રની ગૌણતા છે. હું જ પુરુષાર્થની ખાણ છું ને! દષ્ટિએ પુરુષાર્થની ખાણનો કબજો લઈ લીધો પછી પર્યાયમાં પુરુષાર્થ, સુખ વગેરે સહજ થાય જ છે.(૨૫૫) સંસારમાં બધા વિષયમાં પ્રયત્ન કરો છો તો અહીં (અંતર સ્વરૂપનો) પ્રયાસ પણ કરો ને! આ પ્રયાસમાં તો ઉત્કૃષ્ટ શુભ ભાવ છે કે જે બીજી કોઈ જગ્યાએ થતો નથી. આ પણ છે તો કૃત્રિમ પ્રયાસ, પરંતુ અત્રિમ પ્રયાસ પહેલાં તે પણ આવ્યા વિના રહેતો નથી.(૩૦૮) સ્વદ્રવ્યમાં જામી જવું એક જ કર્તવ્ય છે, તે પણ પરિણામની અપેક્ષાથી. મારી અપેક્ષાએ, હું તે કતત્ય જ છું-કાંઈ કર્તવ્ય નથી. હું તો અનંતવીર્યની ખાણ છું.(૩૧૮)
૭.