________________
ઉત્તર: અરે ભાઈ! કૃત્રિમ પ્રયાસથી શું થશે? તેના ઉપર વજન નહિ આવવું
જોઈએ. હું વર્તમાનમાં જ નિષ્ક્રિય ચૈતન્ય છું. ત્યાં (સ્વરૂપમાં) આવ્યો તો - પર્યાયમાં સહજ પ્રયત્ન ઉઠે છે. હું તો અનંત પુરુષાર્થની ખાણ છું ને! એક
સમયની પ્રયાસમાં થોડો આવી જઉ છું.(૩૨૪) પોતાના ત્રિકાળ સ્વભાવને પકડડ્યા વિના જીવને નિશ્ચય પ્રતીતિ આવશે જ નહિ.(૩૬૧) ઘરવાળાની બધી જાતની પ્રતિકૂળતા હોવાથી પોતાનું કામ કેમ કરવું? પોતાની અંદરમાં બેસીને પોતાનું કામ કરો. તે પોતાનું કામ અંદારમાં બેસીને કરવામાં ન ઘરવાળા જાણશે, ન બહારવાળા જાણશે. આપણે શું કરીએ છીએ અને ક્યાં છીએ, તે પણ કોઈ નહિ જાણે. એ રીતે અંદરમાં પોતાનું કામ થઈ શકે છે.૩૮૬) બંધનરહિત સ્વભાવ માટે વાંચન, મનન, ઘૂંટણ કરું તો પક્કડમાં આવે, તે વાત જ નથી. તે તો હું ત્રિકાળી જ છું-એમ વર્તમાનમાં જ તેમાં થંભી જાઓ! (૩૯૪) ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. અંદરથી.(૪૧૬). પોતાથી જ કામ થશે, તે તો પહેલાં પાર્ક થઈ જવું જોઈએ. પોતાનું બળ આવ્યા વિના તો કોઈ આધાર જ નથી.(૪ર૬).
પહેલાં હું સમજી લઉ. પછી પ્રયાસ કરીશ” એમ તો કાર્ય થશે જ નહિ. અંતર પ્રયાસ તો સાંભળતાં જ ચાલુ થઈ જવો જોઈએ.(૪૨૮). સાંભળવાનો અભિપ્રાય જ ન હોવો જોઈએ. સાંભળવાનો રાગ થવો અને અભિપ્રાય થવો બંનેમાં બહુ જ ફરક છે. સાંભળતા જ આ તરફનો (અંતર્મુખપણાો) પ્રયાસ ચાલુ થઈ જવો જોઈએ.(૪૩૯) વિકલ્પાત્મક નિર્ણય છૂટીને સ્વ-આશ્રિત જ્ઞાન ઉઘડે છે. જે જ્ઞાન સુખને આપે છે
તે જ જ્ઞાન છે.(૪૬૨). વિકલ્પાત્મક નિર્ણય
જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પુરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનું (તેનાથી વધારે) પ્રયોજન નથી. (૧૪) વિકલ્પથી અને મનથી કરલો નિર્ણય સાચો નથી. પોતાની તરફ ઢષ્ટિનું તાદાભ્ય. કરવાથી જ, પોતાથી કરેલો નિર્ણય જ સાચો નિર્ણય છે. પહેલા વિકલ્પથી, અનુમાનથી નિર્ણય થાય, તેમાં પણ લક્ષ તો અંતરમાં ઢળવાનું જ હોવું જોઈએ.(૪૯) પ્રશ્નઃ અનુભવ માટે વિચાર, મનન, ઘૂંટણમાં રહેવું જોઈએ? ઉત્તરઃ પર્યાયમાં બેસીને ઘૂંટણ, મનન કરવામાં પર્યાયમાં ઠીકપણું રહે છે અને દ્રવ્યમાં બેસવાથી ઘૂંટણ મનન સહજ થાય છે. ઘૂંટણ આદિ પર જોર નથી, સહજ થાય છે. જોર તો અહીં (અંતર તત્વનું) રહે છે. પર્યાયમાં બેસીને ઘૂંટણ કરવાથી અંદરમાં આવી શકાતું નથી.(૬૫) પ્રશ્નઃ પાકા નિર્ણય વિના, હું શુદ્ધ છું, ત્રિકાળી છું, ધ્રુવ છું, એમ અનુભવનો અભ્યાસ કરે તો, અનુભવ થઈ શકે કે કેમ? ઉત્તરઃ નહીં. પાકો નિર્ણય નહીં પરંતુ યથાર્થ નિર્ણય કહો. યથાર્થ નિર્ણય થયા બાદ નિર્ણયમાં પાકાપણું થાય છે. પછી અનુભવ થાય છે.(૯૨)
, ૧.