________________
3.
૪.
૫.
૬.
૭.
..
૯.
૧૦.
૨.
3.
૧૧. અનુભૂતિઃ
૧.
૪.
૫.
(૨૧૨)
શુદ્ધ જીવાસ્તિકાયની ધ્રુષ્ટિ વિના, શાસ્ત્રમાં જે કથન આવે છે, તેની કેટલી હદ સુધી મર્યાદા છે, તે સમજમાં આવે નહિ અને દૃષ્ટિ થતાં જ્ઞાનમાં સહજ જ બધી વાતો સમજમાં આવી જાય છે.(૧૬૬)
.
પરિણામનું કાર્ય પરિણામ કરશે. તમે તેની દરકાર છોડો. તમે તો પોતાના નિત્ય ઘરમાં જ બેસી રહો. પોતાના ઘરમાં (દ્રવ્ય સ્વભાવમાં) બેસે તો બધું સહજ જ સહજ છે.(૧૯૮)
ધ્રુવતત્ત્વ પર પગ રાખો તો પર્યાયમાં બધું કાર્ય સહજ જ થશે.(૨૩૦) બહારથી તો આપણે કાંઈ પ્રયોજન છે જ નહિ. તેથી બાહ્ય પદાર્થોથી તો સહજ ઉદાસીનપણું રહે જ.(૨૮૩)
સહજ પુરુષાર્થથી થાક લાગશે નહિ. સૂવા વગેરેના ભાવમાં પણ દુઃખ લાગશે. નિદ્રામાં પણ થાક લાગશે.(૩૬૨)
સ્વચ્છંદથી ડરો નહિ. અત્યાર સુધી (સ્વરૂપના અભાનમાં) સ્વચ્છંદ જ ચાલતો આવ્યો છે. હવે તો “સહજ સ્વચ્છંદ (સ્વમાં પ્રવૃત્તિરૂપ) દશા’’ પ્રગટ કરો. વિવેક આપોઆપ આવી જશે.(૪૯૫)
વિકલ્પ સહજ થાય છે, નિર્વિકલ્પતા પણ સહજ થાય છે, અને હું પણ સહજ છું.(૫૫૫)
ધારણા સહજ થાય છે. હું આ ધારણા કરી લઉં એ તો બોજો ઉપાડવાનો છે. વળી ધારણા ઉપર વજન નહિ આવવું જોઈએ. ધારણા હોવી તો જોઈએ ને ! એવું વજન નહિ હોવું જોઈએ. સહજ હોં.(૧૭૭)
પ્રશ્ન: શરૂઆતવાળાએ અનુભવનો પ્રયત્ન કઈ રીતે કરવો? ઉત્તરઃ હું પરિણામમાત્ર નથી, ત્રિકાળી ધ્રુવપણામાં અહંપણું સ્થાપી દેવું તે જ ઉપાય છે.(૭૦)
અનુભૂતિ માટે એક જ માસ્ટર કી (ચાવી) છે, બધી વાતોમાં (શાસ્ત્રો માં) એક જ સાર છે. ‘ત્રિકાળીપણામાં અહંપણું જોડી દેવાનું છે.’’(૯૦)
હું શુદ્ધ છું, એવો છું, એવા વિકલ્પ કરવાની વાત નથી. અને વિચાર પણ એક સમયની પર્યાયમાં થાય છે.અહીં તો ‘હું આવો જ છું’ એવા ત્રિકાળી માં અહંપણું થઈને અનુભવપૂર્વક એવું પરિણમન થઈ જવું જોઈએ. વિચારાદિ તો પર્યાયનો સ્વભાવ હોવાથી ચાલે જ છે, પરંતુ જોર ધ્યેય સ્વભાવની તરફ રહે છે, તો પરિણતિ ત્રિકાળની તરફ ઢળી જાય છે.(૯૩)
અનુભવની વાત તો શું કહેવી! એકવાર વિજળીના કરંટની જેમ અંદરમાં ઉતરી જવું જોઈએ. જેમ કરંટનો કાળ થોડો, તો પણ આખું શરીર ઝણઝણી ઉઠે છે, તેમ અસંખ્ય પ્રદેશમાં આનંદ આનંદ થઈ જાય છે. પછી શુભાશુભ વિકલ્પ આવે છે. પણ અનુભવથી છૂટવા ઇચ્છે નહિ, તો પણ છૂટી જાય છે. છૂટી જાય તો છૂટો, પણ હું તો આ ત્રિકાળી આત્મા જ છું.(૧૦૮)
પ્રશ્ન: આત્મા તો દેખાતો નથી તો પ્રત્યક્ષ કેમ થાય? ઉત્તરઃ પરિણામ તો દેખાય છે ને? તો પરિણામ જેમાંથી આવે છે એ ચીજનું પહેલાં અનુમાન કરવામાં આવે છે, પછી પ્રત્યક્ષ (વેદનથી) કરવો.(૫૦૬)
પરિણામથી અહંપણું ખસવું અને ત્રિકાળી સ્વભાવમાં અહંપણું થવું તે શુદ્ધ જીવનું સ્વરૂપ છે.(૫૬૯)