________________
ઉછો
કત્રિમ પ્રયાસ પર વજન નહિ આવવું જોઈએ. હું વર્તમાનમાં જ નિષ્ક્રિય ચૈતન્ય છે. ત્યાં સ્વરૂપમાં આવ્યો તો પર્યાયમાં સહજ પ્રયત્ન ઉઠે છે. હું તો અનંત
પુરુષાર્થની ખાણ છું ને (૩૨૪). વાગ્ય
પોતાના પરિણામ સુધી જ પોતાની (કાર્ય) સીમા છે. તેનાથી આગળ કોઈ દ્રવ્ય જઈ શકતું નથી.(૧૮)
જ્યાં એક વાર આનંદની ઘૂંટ પી લીધી, ત્યાં તો વારંવાર તે જ ઘૂંટ પીવા માટે પોતાની તરફ આવવું પડશે. બીજી કોઈ જગ્યાએ પરિણતિને રસ જ નહિ પડે. વારંવાર પોતાની તરફ આવવાનું જ લક્ષ રહેશે. બીજો બધો રસ ઉડી જશે.(૨૧)
જ્યારે દષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાભ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે
તો છે. પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો.(૩૯) ૪. અહીં પોતાના ચૈતન્ય) ગોળામાં એવો લીન થઈ જાય કે તેના રસથી પરિણતિ
બીજી જગ્યાએ જાય જ હીં. તેને વૈરાગ્ય કહે છે.(૨૦૦૮) આનંદના અનુભવમાં તો રાગથી પણ ભિન્ન ચૈતન્યગોળો છૂટો એકલો અનુભવમાં આવે છે. તેના આનંદની શું વાત કરીએ. એ તો અંદરથી નીકળવું જ ગમે નહિ, બહારમાં આવતાં જ ભઠ્ઠી ભઠ્ઠી લાગે.(૯૧) પ્રશ્નઃ પરિણામ અંદર જામતા નથી, બહાર કેમ દોડે છે? ઉત્તરઃ વાછરડાને બાંધીએ નહિ તો બહાર ચરવા લાગે છે. જો ખૂટે બાંધી દઈએ તો ફર્યા કરે પણ ત્યાંથી બહાર ન જઈ શકે. તેમ ધ્રુવમાં પર્યાયને બાંધી દેવાય તો પર્યાય પ્રવમાં જ કરશે. બહાર નહિ જાય. કરવું તો તેનો સ્વભાવ છે. પરંતુ ધ્રુવ
ખૂટામાં જ ફરશે, અને સુખ મળતું રહેશે.(૧૪૫) ' ૭. ઉપયોગ પોતાથી બહાર નીકળે તો જમનો દૂત જ આવ્યો, એમ દેખો! (બહારમાં)
ચાહે ભગવાન પણ ભલે હોય. ઉપયોગ બહારમાં જાય તેમાં પોતાનું મરણ થઈ રહ્યું છએ. બહારના પદાર્થથી તો મારો કોઈ સંબંધ જ નથી. પછી ઉપયોગને
બહારમાં લંબાવવો શા માટે?(૨૪૩) ૮. આખરે તો સિદ્ધ દશામાં એકાંત (એકલા) જ સદા રહેવાનું છે, તો શરૂથી જ
એકાંતનો અભ્યાસ બે, ચાર, પાંચ કલાક હોવો જોઈએ.(૨૬૮)
સહજતા
પ્રશ્નઃ શાસ્ત્રમાં તો પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો તે વાત આવે છેને? ઉત્તર: પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે, પ્રયત્ન થાય પણ છે, પરંતુ પ્રયત્ન પણ છે તો પર્યાય! હું તો પર્યાયમાત્રથી ભિન્ન છું. પ્રયત્ન શું કરું સહજરૂપ થાય છે. પ્રયત્ન વગેરેનું “થવું પર્યાયનો સ્વભાવ છે. હું તેમાં ન આવું છું, ન જાઉં છું, હું ત્રિકાળી છું, એવી દષ્ટિમાં પ્રયત્ન સહજ થાય છે.(૭૧) સ્વદ્રવ્યમાં એકત્વ કર્યા વિના રાગથી અને શરીરથી ભિન્નતા થઈ શકતી નથી, ભલે ભિન્ન છે, ભિન્ન છે એમ કહે અને પોતાના દ્રવ્યમાં એકત્ત્વ થતાં સહજ જ ભિન્નતા થઈ જાય છે, વિકલ્પ ઉઠાવવો પડતો નથી, સહજ જ ભિન્નતા રહે છે.(૧પર).