________________
3.
૪.
૫.
૬.
*6
..
. ૯.
૧૦.
3.
૪.
૨૭
તો વર્તમાનમાં પણ આનંદ આવી રહ્યો છે, પછી પરિણતિમાં તો મોક્ષ થશેજ.(૯)
પર્યાયમાં તીવ્ર અશુભ પરિણામ હો, અથવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય હો, મારામાં (એકરૂપ દ્રવ્ય સ્વભાવમાં કાંઈપણ બગાડ સુધાર થતો નથી. હું તો જેવો ને તેવો જ છું.(૧૨)
ભેદજ્ઞાન
૧.
૨.
હર સમય વિકલ્પથી ભેદજ્ઞાન કરવું નથી પડતું, સહજરૂપ થઈ જાય છે. નિર્વિકલ્પ અનુભવ થતાં જ જ્ઞાતાદ્દષ્ટા થઈ શકાય છે. એમ વિકલ્પથી જ જ્ઞાતા માનીને - થવાવાળું હતું તે થયું એમ માનીને સમાધાનમાં સુખ માને છે તે તો માંસ ખાવામાં અઘોરી અને ભૂંડ વિષ્ટા ખાવામાં, પતંગિયું દ્વીપકમાં સુખ માને છે, તેવું તે સુખ છે. નિર્વિકલ્પ અનુભવ વિના ધારણામાં ઠીક માને-સુખ માને, તે તો કલ્પનામાત્ર છે, વાસ્તવિક સુખ નથી.(૧૧૧)
સ્વદ્રવ્યમાં એકત્ત્વ કર્યા વિના રાગથી અને શરીરથી ભિન્નતા થઈ શકતી નથી, ભલે ભિન્ન છે એમ કહે. અને પોતાના દ્રવ્યમાં એકત્ત્વ થતાં સહજ જ ભિન્નતા થઈ જાય છે. વિકલ્પ ઉઠાવવો પડતો નથી, સહજ જ ભિન્નતા રહે છે.(૧૫૨)
પહેલાં વિકલ્પ ઉઠે છે. પાછળથી સમાધાન કરે કે તે સ્વતંત્ર છે- તો તે યથાર્થ નથી. વિકલ્પની સાથોસાથ જ તે જ ક્ષણે તેનાથી ભિન્નતા થવી જોઈએ.(૧૮૪) અજ્ઞાનીને એકલું પરિણામનું જ વેદન આવે છે. પરિણામની સાથે આખો અપરિણામી પડ્યો છે, તેનું વેદન આવતું નથી. પરંતુ અપરિણામીમાં ઢષ્ટિ જમાવીને, તેમાં તાદાત્મ્ય કરીને, પ્રસરીને, અહંપણું થતાં એક જ ક્ષણમાં અપરિણામી અને પરિણામ બંનેનો એક સાથએ અનુભવ થાય છે. એકલા પરિણામનું વેદન મિથ્યાદૅષ્ટિને જ થાય છે. જ્ઞાનીને એક સાથે બંને (દ્રવ્યને પર્યાય) નો અનુભવ રહે છે.(૨૦૪)
પ.
હું ખુદ જ વર્તમાનમાં ભગવાન છું. (તેમાં) ભગવાન થવું પણ ક્યાં છે? પોતાના સ્વભાવમાં ક્રુષ્ટિનો પ્રસાર થતાં, પર્યાય પોતાની તરફ ઝૂકતાં ઝૂકતાં પર્યાયમાં કેવળજ્ઞાન-સિદ્ધ દશા આદિ થશે જ.(૨૩)
હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. મારે કાંઈ કરવું-ધરવું છે જ નહિ, એવી ષ્ટિ થતાં, પરિણામમાં આનંદનો અંશ પ્રગટ થાય છે, અને વધતાં વધતાં પૂર્ણતા થઈ જાય છે.(૩૦)
હું તો ક્યારે પણ ખરું નહિ, એવો ખૂટો છું. પરિણામ આવે છે અને જાય છે. પરંતુ હું તો ખૂટાંની જેમ અચલિત જ રહું છું.(૪૦)
હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું.(૫૪)
ગમે તેવી પણ વાત કહેવામાં આવે, પરંતુ ત્રિકાળીની અધિકતા ક્યારેય પણ છૂટવી ન જોઈએ, કથન ગમે તેવાં આવે પરંતુ તે વાત કાયમ રાખીને બીજી બધી વાત છે. ત્રિકાળીની અધિકતા ક્યારેય છૂટવી જોઈએ નહિ.(૧૬૩)
“હું અધિક છું.’ તે જ સ્વયંનો માહાત્મ્યભાવ છે. હું કોઈપણ ભાવમાં-વિકલ્પમાં ખસતો જ નથી-તણાતો જ નથી. એવો ને એવો જ હર સમય રહું છું. વિકલ્પની સાથે - પરિણામની સાથે ખસતો જ નથી. શું દર્પણનું દળ ક્ષણિક આકારથી ખસી જાય છે? તેવું ને તેવું જ રહે છે. તેમ હું પણ તેવો ને તેવો જ સદા રહે છું.(૧૯૯)