________________
૨)
૧૫ “દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ” આધારે અભ્યાસ મિથ્યાત્વ ૧. જ્ઞાનની પર્યાય આવે છે અદરથી, અને અજ્ઞાનીને બહારનું લક્ષ હોવાથી દેખાય છે
કે બહારથી આવે છે. તેથી અજ્ઞાનીને પરથી સાન થઈ જાય છે એવો ભ્રમ થઈ જાય છે.(૫૮) (અજ્ઞાનીને) કષાયની મંદતામાં થોડા વિષયો છૂટતાં તેમાં ઠીક માનવા લાગે છે, પરંતુ તે પણ તીવ્ર કષાય જ છે, તેમાં કષાય ભર્યો પડ્યો છે.(૬૯) : (અજ્ઞાની) પરિણામમાં બેસીને શક્તિને જુએ છેઃ “શક્તિ આવી છે,” તેમાં તો જોવાવાળો અને શક્તિ બે અલગ ચીજ થઈ જાય છે. જેમ બીજો બીજાની વાત કરે છે તેમ તે થઈ જાય છે.(૭૭) આ અપેક્ષાથી નિત્ય છું, આ અપેક્ષાથી અનિત્ય છું, એ રીતે બન્નેય ઠીક છે, એમ (અજ્ઞાની) કહે છે. અરે હું નિત્ય જ છું એવું જોર દેવું તો ભૂલી ગયો-તો શું રહ્યું? અનાદિથી જે (મિથ્યાત્વ) હતું તે જ રહ્યું !(૯૭) અહીં તો દાતાર થઈ જવાની વાત છે. અહીંથી (બીજા ઉપદેશદાતાથી) લઈ લઉં, એવી વાત જ નથી. એક વખત લાભ મળવો તો બીજી વખત પણ લાભ મળી જશે, આ પ્રત્યક્ષ લાભ મળી રહ્યો છે ને! એમને એમ કરીને તેમાં જ (અજ્ઞાની) રોકાઈ જાય છે. અંદરના દાતારની વાત તો રહી નામ માત્ર, અને બહારના દાતારની મુખ્યતા!(૧૦૫) ત્રિકાળીનું જોર નથી તેથી ક્ષણિક શુભાશુભ ભાવમાં આખે આખો ચાલ્યો જાય છે. ક્ષણિક દુઃખ આવ્યું ત્યાં ત્રિકાળી દુઃખ માનવા લાગે, ક્ષણિક સુખ આવ્યું ત્યાં ત્રિકાળી સુખ માનવા લાગે. અને જો ત્રિકાળીમાં અહંપણું થયું તો ક્ષણિક પર્યાય જે યોગ્યતાનુસાર થવાવાળી છે, તે થાઓ; હું તેમાં ખસતો નથી. (૧૧૦) ખરેખર તો (મિથ્યાત્વમાં) તીવ્ર દુઃખ લાગવું જોઈએ. જો તીવ્ર દુઃખ લાગે તો સાચા સુખ વિના સંતોષ થઈ શકે નહિ. તેમ જ દુઃખની વેદના સુખને શોધ્યા વિના રહે જ નહિ. (૧૨) એક સમયની પર્યાયમાં જ વેદન તો આવે છે. શક્તિમાં તો વેદન નથી. તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની “આત્મા’ માની લે છે. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી, એવો ને એવો જ ત્રિકાળ રહે છે. તેમાં અહંપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી. (૧૩૧).
સ્વભાવનો મહિમા
સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું. કારણ કે સિદ્ધ (દશા) તો એક સમયની પર્યાય છે અને હું તો એવી એવી અનંતપર્યાયોનો પિંડ છું.(૭) જેમ મેરૂ પર્વત અડગ છે, હું પણ (સ્વભાવથી) એવો જ અડગ છું. મેરૂમાં તો પરમાણું આવે જાય છે, પરંતુ મારામાં તો કાંઈ આવતું જતું નથી, એવો હું અડગ છું.(૮) હું વર્તમાનમાં જ મુક્ત છું, આનંદની મૂર્તિ છું, આનંદથી ભરચક સમુદ્ર જ છું, એવી દષ્ટિ થાય, તો પછી મોક્ષથી પણ પ્રયોજન નથી, મોક્ષ થાઓ તો થાઓ, ન થાઓ તો પણ શું? (પર્યાયની આટલી ગોણતા દ્રવ્યદષ્ટિમાં થઈ જાય છે) મને