________________
છે
સ્થિરતામાં આગળ વધતાં વ્રતાદિના પરિણામ આવે, પરંતુ તેનાથી ધર્મ ન માને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય એટલે જેટલે અંશે પ્રગટ તેને જ ધર્મ માને. દયા-પુજા-ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે, તેનાથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય.(૧૯૩) અહો! જુઓ, આ પરમ સત્ય માર્ગ, ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વ વિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં જઈને શ્રી કુંદકુંદ આચાર્ય દેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્યમાર્ગની • ચોખવટ કરી. અહા! કેવો સત્ય માર્ગ! કેવો ચોખ્ખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ! પણ અત્યારે લોકો શાસ્ત્રના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? કાળ એવો છે. પણ સત્યમાર્ગ તો જે છે તે જ રહેવાનો છે. શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ ત્રણે કાળે જયવંત છે, તે જ અભિનંદનીય છે.(૨૧.૨) આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે છે ને સુખને માટે ઝાવાં નાખે છે, હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ છે. આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એ ત્રણે સુખરૂપ છે, આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તે સુખ નહિ મળે, કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે, જ્યાં દુ:ખ પ્રવેશી શકતું નથી. માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખ શક્તિને ઉછાળઉછાળ!! એટલે કે પર્યાયમાં પરિણમાવ. જેથી તારા સુખનો પ્રગટ અનુભવ થાય.(૨૮૬).