________________
(૭)
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિની એકતારૂપ મોક્ષમાર્ગ : (ગુરૂદેવશ્રીના વચનામૃતના
આધારે)
૧.
બહુ બોલવાથી શું ઈષ્ટ છે? માટે ચૂપ રહેવું જ ભલું છે. જેટલું પ્રયોજન હોય એટલાં જ ઉત્તમ વચન બોલવાં. શાસ્ત્ર તરફના અભ્યાસમાં પણ જે અનેક વિકલ્પો છે તેમનાથી કાર્ય સિદ્ધિ થતી નથી. માટે વચનનો બકવાદ (જડ ક્રિયા) અને વિકલ્પોની જાળ છોડીને વિકલ્પથી જુદી જ્ઞાનચેતના વડે શુદ્ધ પરમાત્માને અનુભવનો અભ્યાસ કરવો તે જ ઇષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થ છે. બીજું કાંઈ પરમાર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી. શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન, દર્શન ને ચારિત્ર છે, તે જ મોક્ષપંથ છે. તે સિવાય બધી વિકલ્પ જાળ છે. જેને આવા આત્માનો અનુભવ કરતાં આવડી ગયું તેને બધું આવડી ગયું.(૧૩૦)
૨.
3.
૪.
૫.
(203).
૬.
જિનવાણીમાં મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છે. ૧-અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે સાચો (નિશ્ચય) મોક્ષમાર્ગ છે અને તે ભૂમિકામાં જે મહાવ્રતાદિના રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી, પણ તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે. આત્મામાં વીતરાગ શુદ્ધિરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તે સાચો, અનુપચાર, શુદ્ધ, ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ છે અને તે વખતે વર્તતા અઠ્યાવીસ મૂળ ગુણ વગેરેના શુભ રાગને-તે સહચર તેમ જ નિમિત્ત હોવાથી મોક્ષમાર્ગ કહ્યો છે તે ઉપચાર છે, વ્યવહાર છે. નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.(૧૭૧) ‘જ્ઞાનસ્વરૂપ આત્મા છે’ એવા ગુણ ગુણીના ભેદનો વિકલ્પ, આત્માનો અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી, પણ તેને છોડવા જેવો સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. આવો અનુભવ તે વીતરાગનો માર્ગ છે. મોક્ષમહેલ માટે આત્મામાં સમ્યગ્દર્શનાદિરૂપી શિલાન્યાસ કરવાની વાત છે. (૧૭૭)
શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ શુદ્ધ રત્નત્રયરૂપ જે વીતરાગભાવ તે જ બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે, તે જ જિન શાસન છે, તે સર્વજ્ઞ જિનનાથની આજ્ઞા છે, ને તે જ વીતરાગી સંતોનું ફરમાન છે. માટે તેને શ્રેયરૂપ જાણીને તેની આરાધના કરો.(૨૩૩)
હે મોક્ષના અભિલાષી! મોક્ષનો માર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ છે. તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવરૂપ મોક્ષમાર્ગ અંતર્મુખ પ્રયત્ન વડે સધાય છે. એમ ભગવાને ઉપદેશ્યું છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષમાર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે કે મોક્ષનો માર્ગ પ્રયત્ન સાધ્ય છે. માટે તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને જે મોક્ષનો માર્ગ જાણીને સર્વ ઉદ્યમ વડે તેને અંગીકાર કર. હે ભાઈ ! સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી રહિત એવા દ્રવ્યલિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે માટે તેનો પ્રયત્ન ૩ર.(૧૮૧)
સાચી તત્ત્વમ્રુષ્ટિ થયા પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહિ. સમ્યગ્દર્શન થયા પછી