________________
૨૦)
૪.
બહારના સંગનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ પર્યાયની સાથે છે, મારી સાથે આ નથી. વળી જેને પર્યાયમાં જ એકત્ત્વબુદ્ધિ છે તેને તો નિમિત્તની સાથે પણ એકત્વ બુધ્યિ લંબાય છે. જ્ઞાનને પર્યાયમાં નિમિત્તની સાથે પણ એકત્વબુદ્ધિ
નથી.(૩૦૭) ૭. પ્રશ્નઃ રાગ ય છે કે દુઃખરૂપ છે?
ઉત્તરઃ સ્વભાવમાં આવ્યો તો રાગ જ્ઞાનમાં શેયરૂપ જાણવામાં આવે છે અને
વેદનમાં દુ:ખરૂપ લાગે છે.(૩૩૨) ૮. આખું જગત જ્ઞાનનું ય છે-અનુકૂળ પ્રતિકૂળ કાંઈ નથી. આ અભિપ્રાયમાં દ્રષ્ટિ , અભેદ હોવી જોઈએ. અભિપ્રાયમાં પરથી લાભ-નુકસાનીની માન્યતા નથી.
અભિપ્રાયમાં ઇચ્છા અને દીનતા નહિ હોવાં જોઈએ.(૫૯૩) સંસ્કાર ૧. વિચાર મંથન પણ થાકી જાય, શૂન્ય થઈ જાય, ત્યારે અનુભવ થાય છે. મંથન
પણ છે તો આકળતા એકદમ તીવ્ર ધગશથી અંદરમાં ઉતરી જવું જોઈએ.(૭૨) બસ એક જ વાત છે કે “હું ત્રિકાળી છું” એમ જામી રહેવું જોઈએ. પર્યાય થવાવાળી થાઓ-યોગ્યતાનુસાર થઈ જાય છે. હું તેમાં જતો નથી. મયોશમ હોય, ન હોય, યાદ રહે, ન રહે, પરંતુ અસંખ્ય પ્રદેશમાં વ્યાપક થઈ જવું જોઈએ.(૮૧) ખરેખર વાત તો એ છે કે સાંભળવાથી જે મહિમા આવે છે, તે નહિ, પણ અંદરથી સહજરૂપે (સ્વનું માહાત્મ આવવું જોઈએ. બહારમાં તીવ્ર થાક લાગે તો અંદરથી જ આવે છે.(૧૦૨) પ્રશ્નઃ પર્યાયથી છૂટું કેવી રીતે થવું? ઉત્તરઃ પર્યાયથી તો છૂટો જ છે. ત્રિકાળી તો પર્યાયમાં આવતો જ નથી. પરંતુ, પર્યાયમાં એકતા કરી રાખી છે તે એકતા ત્રિકાળીમાં સ્થાપવાની છે.(૧૨૭) જ્ઞાનીને તો ત્રિકાળીમાં જ અહંપણું હોવાથી, વાંચન, શ્રવણ, પૂજન આદિમાં પણ અંદરથી વૃદ્ધિ થતી રહે છે.(૧૨૮) થોડું આ તો કરી લઉ, આ તો જાણી લઉ, સાંભળી તો લઉં, તે બધા અટકવાના રસ્તા છે. પોતાના અસંખ્ય પ્રદેશમાં પ્રસરીને પૂરેપૂરા વ્યાપક થઈને સ્થિર રહો ને! સુખ શાંતિ વધતી જશે. વિકલ્પાદિ તૂટતા જશે.(૧૪૦). પહેલાં વિકલ્પાત્મકમાં તો આ નિર્ણય કરી લ્યો કે પરિણામની અપેક્ષાએ અહીં (અંતરમાં) જ જામવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. વળી તે વિકલ્પાત્મક નિર્ણયનું કરવાનું પણ અવલંબન ન હોવું જોઈએ, અને હું તો અપરિણામી છુંપરિણામમાં જતો નથી એવો અભ્યાસ થતાં દષ્ટિ જામી જશે.(૧૬૦) સ્વાર્થસિદ્ધિના દેવો ૩૩-૩૩ સાગર સુધી ચિંતન, મનન કરે છે. તો પણ કેવળજ્ઞાન નથી થતું, અને અહીં અંતર્મહર્તિ એકાગ્રતા થતાં કેવળજ્ઞાન થઈ જાય છે.
જાણપણાથી પ્રયોજનની સિદ્ધિ થતી નથી, લીનતાથી સિદ્ધિ થાય છે.(૧૯૭) હકાર (સ્વરૂપ સંબંધી) ૧. આપણે તો આપણે સમજવું. બીજો કેવી રીતે સમજે છે, કેવી રીતે નહિ, તેનું શું
પ્રયોજન? બીજામા રોકાશે તો પોતાનો કાળ વ્યર્થ ચાલ્યો જશે.(૩૦૨) પ્રશ્નઃ પ્રયાસ તો કરવો જોઈને ને ?
૫.