________________
શિરમો મુગટમણિ જે શુદ્ધ દ્રવ્યસામાન્ય અર્થાત્ પરમપરિણામિક ભાવ એટલે સાયકસ્વભાવી શુદ્ધ દ્રવ્ય સામાન્ય-જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે તેનો દિવ્ય મહિમા હદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે જ નિજ શુદ્ધ આત્મ દ્રવ્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે.(૨૦૫)
“દિના નિધાનના આધારે ૧૦. સમ્યગ્દર્શન થાય તેને તો પર્યાયમાં મહા પામરતા ભાસે છે. સમ્યગ્દર્શન થતાં તો | નરમાશ..નરમાશ...આવી જાય, મને બંધ થતો નથી એવું તેને હોય નહિ.(૩૦૪). ૧૧. સમકિતીએ બધાથી આત્માને છૂટો પાડીને છૂટી લીધી છે. અંદર દૃષ્ટિનું વલણ
આખું ફેરવી નાખ્યું છે. રાગનું સ્વામીત્વ ટળી ગયું છે, હું જ્ઞાનાનંદ છું એવું સ્વામિત્વ થઈ ગયું છે. સમકિતીના ભરોસે આવ્યો ભગવાન! રાગના અને પરના ભરોસા છૂટી ગયા. આ તો કાંઈ થોડી વાત છે? (૩૦૭) અહો! પ્રભુપદમાં ખતવવાની ચીજ તેણે રાંકામાં ખતવી નાખી. હું અત્યારે જ પૂર્ણ પ્રભુ છું એમ એકવાર શ્રદ્ધામાં લાવ! પૂર્ણ પ્રભુપણે સ્વીકાર કરતાં એ તો ભગવાનનો દીકરો થઈ ગયો, સમ્યગ્દર્શન થયું એટલે એમાં ગર્ભિતપણે કેવળજ્ઞાન
જ આવી ગયું.(૩૧૦) * ૧૩. રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે તે શ્રદ્ધા-જ્ઞાનનો પર્યાય છે કે નહિ?
કલાક, બે કલાક, ચાર કલાક આની આ વાત રગડીયા છે, ધુટાય છે, વાંચનમાં શ્રાવણમાં આવ્યા કરે, ચોવીસે કલાક આ દેહના કામ તે મારા નહિ, રાગના કામ તે મારા નહિ એમ ચૂંટાયા કરે, એ શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ આંતરો જ નથી પડ્યો? એ શું જ્ઞાનની ક્રિયા નથી? પણ બાહ્ય ક્રિયાકાંડના આગ્રહવાળાને અંતરના શ્રદ્ધાજ્ઞાનનું કાર્ય અંદરમાં સમ્યફ થતું જાય છે. તે દિકરીને ફટાક વિકલ્પ તૂટીને
નિર્વિકલ્પ સ્વાનુભવરૂપે થઈ જશે.(૩૬૧) * ૧૪. શ્રોતાઃ આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું?
પૂજ્ય ગુર દેવશ્રીઃ આખો દિવસ, ૧-શાસ્ત્રો અભ્યાસ કરવો ૨-વિચાર મનન કરીને તત્વો નિર્ણય કરવો, ૩-શરીરાદિથી રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો, ૪-રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે.(૩૮૦) આહાહા! પ્રભુ તું પૂરો છો, તારા પ્રભુત્વ આદિ એક એક ગુણ પૂરણ છે. તારી શક્તિની શું વાત કરવી? તું કોઈ ગુણે અધૂરો નથી. પૂરેપૂરો છો. તારે કોના આધારની જરૂર છે? આહાહા! એને એવી ધૂન ચડવી જોઈએ. પહેલાં આવા સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ પછી દ્રષ્ટિ અને અનુભવ થાય.(૨૬)
૧૫,
8) જાણપણું કોને કહેવું? જ્ઞાનનું સાચું કાર્ય શું? ગુરુ દેવના વચનામૃતના ખાધા )
જાણપણું તે જ્ઞાન નથી. સમકિત સહિત જાણપણું તે જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. આજકાલ તો સ. પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના અનંત અતીન્દ્રિય સખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના અંનતમાં ભાગ હોવા છતાં અનંત છે.(૨)