________________
૫.
પરીચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો છે. આવા અનુભવમાં પરમ શાંતી પ્રગટે છે, ને અનાદિની અશાંતી મટે છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ. પરિચય-અનુભવ દુર્લભ છે. પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. માટે છે. જીવા બીજું બધું ભૂલીને તારા શુદ્ધસ્વરૂપને લક્ષમાં લે, તે તેમાં વસ. એ જ કરવા જેવું છે.(૨૪) સમ્યગ્દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું નથી. આત્મા પોતે અનંતગુણોનો પિંડ-સર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવો છે-તેને સર્વજ્ઞના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો અભેદ નિશ્ચય કરે તે જ સમ્યગદર્શન-આત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પરવસ્તુની જરૂર પડતી નથી. ધર્મ તો અંત્માનો સહજ સુખદાયક સ્વભાવ છે.(૧૦૨) .. પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વેઠન થાય, ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય પ્રતીતિ યથાર્થ કહેવાય નહિ. પહેલાં તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે, પછી અનુભૂતિ થાય. એકલા વિકલ્પથી જ તત્ત્વવિચાર કર્યા કરે તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા લાવીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે.(૧૫૬) તત્વવિચારમાં ચતર ને નિર્મળ ચિત્તવાળો જીવ, ગુણોમાં મહાન એવા સગરા ચરણકમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમ તત્ત્વો અનુભવ કરે છે. રત્નત્રય આદિ ગુણોથી મહાન એવા ગુરુ શિષ્યને કહે છે કે-પરમભાવને જાણ, પરથી ભલું-બૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી ભિન્ન નિજ અસંગ ચૈતન્ય પરમાત્માતત્ત્વ અંતરમાં દેખ. “આ જ હું છું? એવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રી ગુરુના આવા વચનો દેઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રુપ પરિણમી જાય છે. આવી સેવા ઉપાસનાના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે.(૧૮૮૨). અહો! સમ્યગ્દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લોકિક રત્નો તો જડ છે, પણ દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને જે સ્વાનુભવયુક્ત દઢ શ્રદ્ધા પ્રગટ છે તે જ સમ્યગ્દર્શન મહારત્ન છે. જેને જેની રચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે. અને ભાવનાની અનસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેનું ભવન-પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી ભવનો નાશ થાય છે.(૨૩૬). સ્વાનુભૂતિની પ્રાપ્તિ કરવા માટે જ્ઞાન સ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દેઢ નિર્ણય કરવો. આ નિર્ણય 6ઢ કરવામાં સહાયભૂત તત્વજ્ઞાનનો ૧-દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું અને સ્વતંત્રતા, ૨-દ્રવ્ય-ગુણ પર્યાય, ૩-ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય, ૪-નવ તનું સાચું સ્વરૂપ, ૫-જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ, ૬પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, ૭-નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો અભ્યાસ કરવો. આવા અભ્યાસની સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો