________________
૫. જે નિજ શુદ્ધ જ્ઞાપક વસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ. તેમાં
રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે, બીજા કોઈ ઉપાય થી મિથ્યાત્વ ટળે નહિ. ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધ વસ્તુમાં છે?-નથી. તો તે શુદ્ધવસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધ વસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધ વસ્તુ નથી. બન્નેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યકત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું.-આ મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, અંદર ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ, એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે.(૨૫૮) રાગમાં શુભ અને અશુભ એવા બે ભેદ ભલે પાડો, તેનો વિવેક ભલે કરો, પણ તે બંને ભાવ આસ્રવ છે ને બંધમાર્ગમાં સમાય છે, સંવર-નિર્જરામાં નહિ, તે એકે ભેદ મોક્ષ કે મોક્ષના કારણમાં નથી આવતો. શુભ અને અશુભ બંને પ્રકારના રાગમાં કષાયનો સ્વાદ છે, આકુળતા છે, ચૈતન્યની શાંતીનો સ્વાદ, નિરાકુળતા તે બેમાંથી એકમાં નથી. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુ એ, વીતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે.” આ જાણીને શું કરવું? કે સર્વ પ્રકારના રોગરહિત પોતાના ચિદાનંદતત્વને બરાબર લક્ષમાં લઈ તેને જ ધ્યાવું. શુભાશુભ રાગને એટલે કે પુણ્ય-પાપને મોક્ષ કે મોક્ષમાર્ગમાં સહાયકારી ન જાણવા પણ વિખકારી લુટારા સમજવા અહા, વીતરાગ થવાની વીતરાગી પરમાત્માની આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી. પુણ્યથી ધર્મ થાય નહિ એ વાત સાંભળતા જ ચોકી ઊઠે છે. તેમનાં કાળજાં કંપી ઊઠે છે. જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે એક શુદ્ધોપયોગને જ માન્ય કરે છે, રાગના કણિયાને તેમાં ભેળવતા નથી, શુભ અને અશુભ બંનેથી વિરકત થઈને વીતરાગી શુદ્ધોપયોગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે.(૫૭) આત્મા તન જ્ઞાપક છે-હવે ક્રોધ, માન, માયા, લોભની વ્યાખ્યા ૧. ક્રોધઃ- અખંડ ચૈતન્ય સ્વભાવ તે હું નહિ એમ સ્વભાવનો અણગમો તે
અનંતાનુબંધી ક્રોધ છે. માનઃ- પર પદાર્થ પ્રત્યે અહંબુદ્ધિ તે અનંતાનુબંધી માન છે. માયા - વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતા આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે. લોભ - સ્વભાવની ભાવના મૂકીને વિકારની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. (ર૬૮)
- 2
“દષ્ટિના નિધાન’ આધારે બહારથી મરી જાય એને માટે આ ધર્મ છે. બહારથી મારુ જીવન નથી, રાગથી અને પરથી જીવન છે તો મારું મરણ છે. જે પરથી અને રાગથી મરી જાય તેને માટે આ . ધર્મ છે.(૪૪) પદ્રવ્ય અને આત્માને અત્યંત અભાવ છે એ તો વ્યવહારની નીતિના વચનથી આવે છે. પરંતુ અધ્યાત્મદ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. ચૈતન્યનો ગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો જ પડ્યો છે એને દેખ! જેમ તેલ