________________
૧૨. અંતર્મુખ અને બહિર્મુખ એ બે જ મોટી વાત છે. આ વાત જૈન શાસન સિવાય
બીજે ક્યાંય હોઈ શકે નહિ. વસ્તુ આખી અંતર્મુખ પડી છે તેમાં અંતર્મુખ થવું એ વાત જન દર્શન સિવાય બીજે હોઈ શકે નહિ. કારણ કે આ વસ્તુ સ્થિતિ છે. તેથી
જ્યાં વસ્તુસ્થિતિ હોય ત્યાં જ આ વાત હોય.(૪૨૫) , ૧૩. લાખ શાસ્ત્ર અને ચારે અનુયોગમાં એક જ વાત કરી છે કે તારી બહિર્મુખ દેખિ જ
તને અંતર્મુખ થવામાં વિનરૂપ છે. ઉપાય પણ એક છે, વિબ કરનાર પણ એક જ છે. અંતર્મુખ થઈ આત્મજ્ઞાન એક જ ઉપાય છે અને બહિર્મોહ દષ્ટિ એક જ
વિનરૂપ છે.(૪૪૬) ૧૪. અંતરમાં દૃષ્ટિ લગાવવી એ જ આત્માનો ખોરાક. શ્રદ્ધા-જ્ઞાનનો વારંવાર
અભ્યાસ કરવો એજ આત્માનો ખોરાક છે.(૪૪૯) ૧૫. ભગવાન આત્મા જ્ઞાનની લહેરે ઉછળતો, પરના કામ અને રાગના કામ મારા
જ્ઞાતાદરાના નહી, એમ અંતરદષ્ટિ કરતાં કેવળજ્ઞાનને કાંઠે આવીને ઊભો છે.(૨૬૧)
૧.
.
જ્ઞાન અને રાગની ભિન્નતા : (ગરદેવશ્રીના વચનામતના આધારે)
ક્રોધાદિ થવા કાળે, કોઈ પણ જીવ, પોતાની હયાતિ વિના “આ ક્રોધાદિ છે” એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ જ્ઞાન...જ્ઞાન. જ્ઞાન” એમ મુખ્યપણે જણાવા છતાં ‘જ્ઞાન તે હું એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતાં “રાગાદિ તે હું” એમ રાગમાં એકતા બુદ્ધિથી, જાણે છે-માને છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે.(૪૭) જ્ઞાન અને રાગને લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે. તેમ જ સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખી અનુભવી શકે. એવી સાનુભવ ઓળખાણ કરનાર જીવો વિરલા જ છે. જેમ પાપભાવો શુદ્ધાત્માની સ્વાનુભૂતિ બહાર છે, તેમ પુણ્યભાવો પણ બહાર જ રહે છે, સ્વાનનુભૂતિમાં નથી પ્રવેશતા, અને તેથી જ તેમને “અભૂતાઈ” કહાા છે. પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધ આત્માની ભૂતાર્થ જ્ઞાયકસ્વભાવની અંતરમાં દષ્ટિ થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, અને તે જ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે.(૫૬). અહાહા! આખી દુનિયા ભુલાઈ જાય એવું તારુ પરમાત્માતત્ત્વ છે. અરેરે! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો રાગમાં તો દુ:ખની જ્વાળા સળગે છે, ત્યાંથી દષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દૃષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્માતત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ. પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જ! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયાં મૂલ્ય શાં? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગને દેહની વાત કયાં રહી? અહાહા! એક વાર તો મડદાં ઊભા થઈ જાય એવી વાત છે, એટલે કે સાંભળતાં જ ઊછળીને અંતરમાં જ એવી વાત છે.(૯૯) જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ વિરાગી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. ભોગોપભોગમાં ઉદયમાં આવેલાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પોતે જ્ઞાતાપણે પરિણમી રહયો છે ને! (૧૯૪).