________________
R
[
૧
પોતાની સ્વભાવ સાધનાનું સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારનાં શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી કે આત્મસાધનાનું સાધન થાય.(૧૯૯) આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છે.” આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઉઠે છે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની વાણી! આત્માના પરમ શાંતરસને બતાવનારી આ વાણી ખરેખર અદ્દભૂત છે, અશ્રુતપૂર્વ છે. વીતરાગી સંતોની વાણી પરમ અમત છે ભવરોગો નાશ કરનાર અમોધ ઔષધ છે.(૨પ૭) રે જીવા તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસકત થાય છે, પરંતુ આત્મા’ પણ એક વિષય છે તેને તું કેમ ભૂલી જાય છે? જેને લક્ષમાં લેતાં અતીન્દ્રિય આનંદનું વેદના થાય એવા પરમશાંત આનંદસ્વરૂપ સ્વવિષયને છોડીને દુ:ખદાયી એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો છે? રે ભાઈ! હવે તારા સ્વવિષયની સામે છે. આવા મહાન વિષયને ભૂલી ન જા. મંગલ, ઉત્તમ અને સુખદાયી એવા સ્વવિષયને છોડીને અધવ, અશરણ અને દુખદાયી એવા પરિવિષયને કોણ આદરે? આ સ્વવિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે અહો, આવો મારો આત્મા!” અને પછી આ સ્વવિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યંત તુચ્છ લાગશે.(૧૯૫). આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં નિશ્ચલચિતિ તે સમ્યગ્વારિત્ર:- આવાં રત્નત્રય તે મોક્ષમાર્ગ છે અને તે આત્માનો
સ્વભાવ જ છે, તેનાથી બંધન થતું નથી. બંધન તો રાગથી થાય, રત્નત્રય તો રાગ રહિત છે, તેનાથી કર્મ બંધાતા નથી, તે તો મોક્ષનાં જ કારણ છે. માટે મુમુક્ષઓ અંતર્મુખ થઈને આવા મોક્ષમાર્ગને સેવોને આનંદરૂપે પરિણામો. આજે જ આત્મા અનંતગુણ ધામ એવા પોતાનો અનુભવ કરો.(૧૮) દષ્ટિના નિધાન માંથી' પાણી પીવાથી તૃષા મટે છે, ખોરાક ખાવાથી ભૂખ મટે છે, દવા પીવાથી રોગ મટે છે- એમ સંસારમાં બધી ચીજે નો જીવ વિશ્વાસ કરે છે. એ વિશ્વાસના બળે તે તે ચીજો મેળવવા લક્ષ જાય છે. તેમ આત્માનો વિશ્વાસ આવવો જોઈએ કે હું પોતે જ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. હું પોતે જ પરમાત્મા સ્વરૂપ જ છું. અને રાગાદિ સ્વરૂપે નથી-એવું અંતરથી વિશ્વાસનું બળ આવવું જોઈએ. પોતાની પરમેશ્વરતાનો વિશ્વાસ..વિશ્વાસ... એ વિશ્વાસનું જોર એને અંતર્મુખ લઈ જાય છે.(૨૧) આ તો અંતરમાંથી આવેલી વાત છે અને એમ જ છે. કુંદકુંદ આચાર્ય દેવ અને સીમંધર ભગવાનના ભેટા પ્રત્યક્ષ થઈને આવેલી વાત છે. અદ્ધરો-અદ્ધરની વાતો નથી. એ...આ વાતુ ક્રોડો અને અબજો રૂપિયા દેતાં મળે એવી નથી. ચક્રવર્તીના રાજ ડુલે તો પણ મળે એવી નથી.(૪૫) શ્રોતા: વાંચન-શ્રવણ-મનન કરવા છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી? પુજ્ય ગુરુદેવ શ્રી વાંચન આદિ તો બધું બહિર્મુખ છે ને આત્મવસ્તુ આખી અંતર્મુખ છે. એથી એને અંતર્મુખ થવું જોઈએ. પરને જાણવાનો ઉપયોગ સ્થળ છે. તેને સૂક્ષ્મ કરીને અંતર્મુખ કરવાનો છે. અંતરમાં ઊંડાણમાં જાય તો અનુભવ થાય. જ્ઞાયક...જ્ઞાયક..જ્ઞાયક છે. ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નાખે તો અાત્માનું લક્ષ થઈને બનુભવ થાય.(૩૮૩)