________________
પૂજ્ય ગુરુદેવાઃ- મોક્ષ જ છે. તું મોક્ષ સ્વરૂપ જ છો. દ્રષ્ટિ અંદરમાં કરી એટલે મોક્ષ છે. અંદરમાં મોક્ષ પડ્યો છે ને દષ્ટિ કરી એટલે મોક્ષ જ છે. પછી થોડી વાર લાગે
તેનું કાંઈ નહિ. (૪૨૧) ૭. શ્રોતા:- આપ બહ સૂક્ષ્મતામાં ને બહુ ઊંડાણમાં લઈ જાઓ છો.
પુજ્ય ગુરુદેવઃ- વસ્તુ જ એવા સ્વભાવવાળી છે. પર્યાય ઉપર ઉપર ને દ્રવ્ય - ઊંડુ.ઊંડુ છે. અનંત..અનંત ઊંડપ છે. શ્રેત્રથી નહિ પણ ભાવથી અનંત અનંત સામર્થ્યરૂપ ઊંડપ છે. દ્રવ્યદૃષ્ટિ થતાં, ત્યાં જ્ઞાન પર્યાયને ધીરજથી લઈ જતાં પર્યાયમાં ભગવાનનો ભેટો થાય છે. (૧૧૦)
૨.
બહિર્મુખતા અને અંતર્મુખતાઃ ગુરૂદેવશ્રીના વચના મતના આધારે ૧. આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદે
કહ્યું છે ને! “ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલપ થતાં નહિ વાર.” જ્ઞાની એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો! ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે.(૭) * *
* * ચૈતન્યપરિણતિનો વેગ બહાર-નિમિત્ત તરફ ઢળે તે બંધનભાવ છે, ચૈતન્યપરિણતિનો વેગ અંદર-સ્વ-તરફ વળે તે અબંધભાવ છે. સ્વાશ્રયભાવથી બંધન અને પરાશ્રયભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી. વિકલ્પનો એક અંશ પણ મારો નથી, હું તો નિર્વિકલ્પ ચિદાનંદમૂર્તિ છું એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે, વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એવો પરાશ્રયભાવ રહે તે બંધનનું કારણ છે. પરાશ્રયભાવમાં મોક્ષમાર્ગની અને મોક્ષપર્યાયની ઉત્પત્તિ થતી નથી, અને સ્વાશ્રયભાવમાં મોક્ષમાર્ગ તેમ જ મોક્ષપર્યાય બંનેની ઉત્પતિ થાય છે. બ્રોવ્ય તો એકરૂપ પરિપૂર્ણ છે. મોક્ષપર્યાયનો ઉત્પાદ ને સંસારપર્યાયનો વ્યય થાય છે. સ્વભાવની શુદ્ધિને રોકનારો તે બંધનભાવ છે, સ્વભાવનો વિકાસ અટકી જવો અને વિકારમાં રોકાઈ જવું તે બંધ ભાવ છે.(૪૮) જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. પૂર્વ પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક જુદું જ કામ કરતી હોય છે. સયોગ દ્રષ્ટિથી . તને સ્વભાવ ન સમજાય એવી દષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક જીવન અંતરની દષ્ટિથી ધર્મની દૃષ્ટિ સયોગ ઉપર નહિ પણ આત્માનું સ્વપર પ્રકાશ સ્વભાવ શું છે તેના હોય છે સમજાય એવું છે, બાહા સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી.(૭૬) હું જ્ઞાયક છું...જ્ઞાયક છું...જ્ઞાયક છું-એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું. જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. અહાહા! પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયક તળમાં પર્યાય પહોંચી, અહાહા! એની શી વાત! એવો પૂર્ણાનંદ પ્રભુ એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં-ભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ.(૮૯). જિજ્ઞાસુ વિચારે છે કે-અરેરે! પૂર્વે મેં અનંતીવાર મોટાં મોટાં શાસ્ત્રો વાંચ્યા, સત્સમાગે સાંભળ્યા અને તેનાં પર વ્યાખ્યાનો કર્યા, પણ શુદ્ધ ચિપ આત્માને મેં કદી જાણ્યાં નહિ, તેથી મારું ભવપરિભ્રમણ દૂર ન થયું. બહારમાં મે આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહિ. આત્મામાં જ