________________
૭. સ્વ પર પ્રકાશક સ્વભાવ વ્યાખ્યા:
આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ પોતાનો પોતાથી જ છે, પરને લીધે નથી, આ એક શક્તિ છે. પર શેયને જાણનારું જ્ઞાનનું પરિણમન પોતાનું પોતાથી જ થયું, પર શેયના કારણે થયું નથી. જ્ઞાનની વર્તમાન પર્યાયની તે સમયની યોગ્યતા પ્રમાણે જ્ઞાનની પર્યાયનો આકાર થાય છે જેને જ્ઞાનાકાર કહેવામાં આવે છે. પર શેયને જાણવા કાળે ખરેખર પર શેય જણાય છે એમ નથી અને એનાથી જ્ઞાન થાય એમ પણ નથી. પણ ખરેખર તત્સંબંધી પોતાનું સ્વ-પર પ્રકાશક જ્ઞાન જ જણાય છે. પર શેયને જાણનારું જ્ઞાન પર શેયમાં તદ્રુપ નથી પણ પોતામાં જ તદ્રુપ રહીને, પર શેયને ભિન્ન રાખીને જાણે છે માટે અસભૂત વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે. ત્યાં જાણપણાનો અભાવ છે એમ અર્થ નથી. પરણેય જણાઈ જાય છે. સર્વજ્ઞપણાની સ્વ-પર પ્રકાશકપણાની શક્તિ સ્વની સ્વતઃ છે, પરને લઈને છે એમ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય પરદ્રવ્યથી અને રાગથી ભિન્ન થઈ. સ્વદ્રવ્યનું લક્ષ અને એકાગ્રતા કરતાં પુરુષાર્થ વડે એ શક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. તે
સ્વાનુભૂતિની દશા છે. એ શક્તિ પૂર્ણ પ્રગટ થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ૬. જ્ઞાન જાણનાર-જાણનાર-જાણનાર જ છે. પરને જાણાર એમ નહિ, પણ
જાણનારે જાણનારો બે જ્ઞાયક છે.
એકમાત્ર જ્ઞાયકભાવ છું.” ૭. વર્તમાન જ્ઞાનની નિર્મળ પર્યાયમાં જે જ્ઞાયકનું જ્ઞાન થાય છે, તે જ્ઞાનનું નામ
જ્ઞાયક’ છે. હવે જુદી જુદી ભૂમિકામાં સ્વપર પ્રકાશક સ્વભાવ:
સર્વજ્ઞનું સ્વ-પર પ્રકાશક - (અરિહંત અને સિદ્ધ) (પરમાત્મા) તેમનો ઉપયોગ સ્વમાં જામી ગયો છે-નિર્વિકલ્પ દશા છે. ૧. પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે તે સ્વ.
જ્ઞાનની પર્યાય બીજા ગુણોની પર્યાયે જાણે છે તે પર એ કેવળજ્ઞાનની પર્યાયમાં લોકાલોક સહજ જણાઈ જાય છે પણ ઉપયોગ તો સ્વમાં જ તન્મય તપ છે તેથી વ્યવહારથી લોકાલોકને જાણે છે એમ
કહેવાય છે. પરંતુ એ જાણવાનું સાચું છે. જ્ઞાનીનું સ્વ-પર પ્રકાશક - (૪ થી ૧૨ ગુસ્થાન સુધી) (અંતરઆત્મા)
જ્યારે તેમનો ઉપયોગ સ્વમાં છે, એ અનુભૂતિ દશામાં ૧. પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે તે સ્વ. ૨. જ્ઞાનની પર્યાય બીજા ગુણોને જાણે છે તે પર. હવે જ્યારે ઉપયોગ બહાર છે ત્યારે ૧. જે જ્ઞાન ચેતના પ્રગટ થઈ ગઈ છે અને જાણે છે તે સ્વ. ૨. હવે જે રાગાદિનું જ્ઞાન થાય છે તે પર.
૨.