________________
( 3).
આ વાત ક્યાંથી નીકળી? કારણના આશ્રયે સિદ્ધદશારૂપ કાર્યને સાધતાં-સાધતાં સાધક સંતોના આત્મામાંથી આ વાત નીકળી છે. જંગલમાં વસતા ને આત્માના આનંદમાં ઝૂલતા મુનિના અંતરમાંથી આ રહસ્ય નીકળ્યાં છે. અંતરૂના અધ્યાત્મના ઊંડાણમાંથી આ પ્રવાહ વહ્યો છે. અંતસ્વરૂપના અનુભવને મુનિઓએ પ્રસિદ્ધ કર્યો છે. તદ્દન નિકટપણે કેવળજ્ઞાન સધાઈ રહ્યું છે, ત્યાં તે કાર્યને સાધતાં–સાધતાં તેના કારણનો અચિંત્ય મહિમા કર્યો છે કે અહો! આ અમારા કેવળજ્ઞાનનું કારણ!! અંતમાં શક્તિ સાથે વ્યક્તિની સંધિ કરીને, કારણ સાથે કાર્યની સંધિ કરીને મુનિઓના આત્મામાંથી સિદ્ધપદને સાધતાં–સાધતાં આ રણકાર ઊઠ્યા છે! અહો! સિદ્ધપદના સાધક મુનિઓની શી વાત!! અલૌકિક અધ્યાત્મનાં ઘણાં રહસ્યો તેમના અનુભવના ઊંડાણમાં ભર્યા છે! બહાર તો અમુક આવે. અંતરના ઊંડાણમાંથી અલૌકિક રહસ્યો મુનિઓએ બહાર કાઢ્યાં છે. આ અંતર્ની અદ્ભુત વાત છે!!
ત્રિકાળ કારણસ્વભાવરૂપ જ્ઞાનની પ્રતીત કરતાં સાધકદશારૂપ કાર્ય પ્રગટી જાય છે અને તેનું પૂરું કાર્ય તો કેવળજ્ઞાન છે. ત્રિકાળ વર્તતું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે તે જ કેવળજ્ઞાનનું અભેદકારણ છે. તે બ્રહ્મસ્વરૂપ છે ને તેમાં અંતર્મુખ થવાનો આ ઉપદેશ છે, તેથી આ “બ્રહ્મોપદેશ' છે.
કેવો છે આ બ્રહ્મોપદેશ'?-કે સંસારનું મૂળ છેદી નાંખનાર છે. જે જીવ આ બ્રહ્મસ્વરૂપ આત્મસ્વભાવને જાણીને તેમાં અંતર્મુખ થાય છે, તેનો સંસાર છેદાઈ જાય છે.
વેદાંતવાળા જે “અદ્વૈત બ્રહ્મ કહે છે તેની આ વાત નથી. વિશેષ વગરનું એકાંત અદ્વૈતસામાન્ય તે તો સસલાના શીંગડાની જેમ અસતું હોવાથી મિથ્યા છે. અહીં તો પર્યાયને અંતર્મુખ કરીને વિશેષ સહિતના સામાન્યની કોઈ અચિંત્ય વાત છે. જે કાર્ય થયું તે વિશેષ છે ને તેનું જે એકરૂપ કારણ છે તે સામાન્ય છે. એ રીતે સામાન્ય-વિશેષની એકતારૂપ અનેકાંત વસ્તુસ્વરૂપ છે.
કેવળજ્ઞાનના આધારભૂત જે કારણસ્વભાવજ્ઞાન છે તેને “પરમપરિણામિકભાવમાં સ્થિત’ કહ્યું છે. કેવળજ્ઞાન તે ક્ષાયિકભાવમાં સાદિ-અનંત સ્થિત છે ને આ કારણસ્વભાવજ્ઞાન પરમપારિણામિકભાવમાં અનાદિ-અનંત સ્થિત છે.
- અહીં કોઈ એમ કહે કે જેમ ક્રોધાદિકને કર્મના ઉદયની અપેક્ષાએ તો ઔદયિકભાવે કહ્યા અને બીજાની અપેક્ષા વિના તેને પરિણામિકભાવે કહ્યા તેમ અહીં પણ કર્મના ક્ષયની અપેક્ષાએ તો કેવળજ્ઞાન’ને ક્ષાયિકભાવે કહ્યું ને નિરપેક્ષદૃષ્ટિથી તેને જ “પારિણામિકભાવે
૮ ]
આત્મધર્મ
[ ઓકટોબર, ૨૦૦૭