________________
તેને કાળ કે કર્મો આવરી શકતા નથી, અનાદિ-અનંત જ્યારે જો ત્યારે વર્તમાન જ તે પૂરો છે, કોઈ સમયે વર્તમાનમાં તે પૂરો નથી—એમ નથી. તું જે સમયે અંતર્મુખ થઈન આવા તારા આત્મસ્વભાવને પકડ તે સમય તારો પોતાનો છે, તે સ્વ-સમય છે! આત્મામાં દરેક સમયે પરિપૂર્ણતા પડી છે. પુરું કાર્ય પ્રગટાવવા માટે આત્મામાં વર્તમાન પૂરું કારણ નથી—એવું કોઈ ક્ષણે બનતું નથી. પૂરું કારણ' દરેક સમયે વિદ્યમાન છે, તે કારણના સ્વીકારથી કાર્ય પ્રગટી જાય છે.
જુઓ! આ અંતરના કારણ-કાર્યની સૃષ્ટિ!! આત્માના કારણસ્વભાવમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કાર્યની સૃષ્ટિ-ઉત્પત્તિ થાય છે. આમાં ‘કાર્ય' તે તો ઉત્પાદવ્યયરૂપ પરિણામ છે, તે પહેલાં નથી હોતું ને પછી પ્રગટે છે અને કારણસ્વભાવ’ તે ધ્રુવરૂપ પરિણામ છે, તે સદા વિદ્યમાન છે, તેનામાં ઉત્પાદવ્યય નથી. કેવળજ્ઞાનના કારણરૂપ જે જ્ઞાનપરિણામ છે તેને સહજસ્વભાવજ્ઞાન અથવા સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન કહે છે. તેનામાં આત્માના સહજચતુષ્ટયને યુગપત્ જાણવાનું સામર્થ્ય ત્રિકાળ છે. તે ત્રિકાળની સાથે વર્તમાનની એકતા થતાં તે વર્તમાન પર્યાય પણ પૂરા સામર્થ્યરૂપે પરિણમી જાય છે. જ ત્રિકાળ સામર્થ્યમાંથી વર્તમાન આવે છે.
ધ્રુવ
(2 જ દ્રવ્યમાંથી પર્યાય આવે છે.
3
મ
(૧૦)
8
a
જ ધ્રુવના આશ્રયે જ ઉત્પાદ થાય છે.
જ કારણના આશ્રયે જ કાર્ય થાય છે.
જ શક્તિમાંથી વ્યક્તિ થાય છે.
જ પ્રાપ્ત'ની પ્રાપ્તિ થાય છે.
≈ નિશ્ચયના આશ્રયે મુક્તિ થાય છે.
જ શાયકસ્વભાવી આત્મા વિકારનો અકર્તા છે.
જ આત્માની શક્તિઓ બાહ્યકારણોથી અત્યંત નિરપેક્ષ છે.
૦ ૪ આત્મા અને પર દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે.
આમાંથી કોઈ પણ બોલનો નિર્ણય કરતાં બધાય બોલનો નિર્ણય થઈ જાય છે
ને આ જૈનશાસનની મૂળ વાત છે. આ વસ્તુ સમજ્યા વગર જૈનધર્મનું રહસ્ય સમજાય નહિ ને અંતર્મુખ વળ્યા વગર આ વાત સમજાય નહિ.
ઓકટોબર, ૨૦૦૭ ]
આત્મધર્મ
[ ૧૧