________________
સ્થિત સહજજ્ઞાન કહ્યું—એમ તો નથી ને? તેનો ખુલાસો—ના; જે સહજકારણસ્વભાવરૂપ જ્ઞાન છે તે તો ત્રિકાળનિરુપાધિરૂપ છે ને તે તો પારિણામિકભાવે સદાય વર્તે છે, તેનો કદી વિરહ નથી અને કેવળજ્ઞાન તો નવું પ્રગટે છે, પહેલાં તેનો વિરહ હતો. કારણસ્વભાવજ્ઞાનનું પહેલાં ભાન ન હતું, તે અપેક્ષાએ તેનો વિરહ કહેવાય છતાં ત્યારે પણ તેનો કાંઈ અભાવ ન હતો. કારણજ્ઞાનને તો સ્વરૂપપ્રત્યક્ષ કહ્યું છે. કેવળજ્ઞાનને સ્વરૂપપ્રત્યક્ષ નથી કહ્યું પણ સકલપ્રત્યક્ષ કહ્યું છે. આ રીતે ‘કૈવળજ્ઞાન' તે જ ‘કારણસ્વભાવજ્ઞાન’ નથી એમ સમજવું. જ્ઞાનનો જે ત્રિકાળપ્રત્યક્ષસ્વભાવ છે તેને અહીં સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન અથવા કારણસ્વભાવજ્ઞાન કહીને ઓળખાવ્યો છે. આ ‘કારણસ્વભાવજ્ઞાન’ તો બધાય જીવોમાં ત્રિકાળ વર્તી જ રહ્યું છે.
જેવા શ્રી સિદ્ધભગવંતો લોકાગ્ર બિરાજમાન છે તેવા જ ભવ-લીન સંસારીજીવો છે અર્થાત્ “સર્વ જીવ છે સિદ્ધ-સમ”—એમ કહ્યું છે. તેમાં તો શક્તિ અપેક્ષાએ કહ્યું છે. કાંઈ સિદ્ધભગવંતોની માફક પૂર્ણ જ્ઞાન-આનંદરૂપ સિદ્ધદશા સંસારીજીવોને પ્રગટ નથી. પરંતુ આ જે કારણસ્વભાવજ્ઞાન' છે તે તો બધાય જીવોને સદાય વર્તી જ રહ્યું છે, તે કાંઈ નવું નથી થતું; પણ તેના આશ્રયે સમ્યગ્માન નવું પ્રગટે છે.
ત્રિકાળજ્ઞાનસ્વભાવ શુદ્ધ છે ને તેના આશ્રયે થતું કેવળજ્ઞાન પણ શુદ્ધ છે. એક કારણરૂપે શુદ્ધ છે ને બીજું કાર્યરૂપે શુદ્ધ છે.
આ શુદ્ધ જ્ઞાનો કેવાં છે?-કે આનંદ-દાતા છે. તેમાં કાર્યરૂપ કેવળજ્ઞાન તે તો સાદિ-અનંત આનંદ-દાતા છે ને અનંતચતુષ્ટયને સાદિ-અનંત ભોગવનારું છે તથા કારણરૂપ જ્ઞાન અનાદિ-અનંત આનંદદાતા છે, (અર્થાત્) ત્રિકાળ આનંદ સાથે એકમેક છે, સહજચતુષ્ટય સહિત જ સદા શોભી રહ્યું છે.
જે અનંત આનંદ-દાતાર કેવળજ્ઞાન પ્રગટ્યું તે તો મહિમાવંત છે પણ તે કેવળજ્ઞાન ક્યાંથી પ્રગટ્યું?−કે કારણસ્વભાવજ્ઞાનમાંથી. માટે, ખરો મહિમા કારણનો છે.
નીચલી દશામાં કેવળજ્ઞાન તો હોતું નથી પણ કારણજ્ઞાન હોય છે, ને તે કારણનો મહિમા કરીને તેમાં લીન થતાં કેવળજ્ઞાન ખીલી જાય છે.
અજ્ઞાની એકલી પર્યાયનો મહિમા કરીને બાહ્ય કારણોની શોધમાં રોકાય છે; પણ કેવળજ્ઞાન પ્રગટવાના આધારરૂપ જે ત્રિકાળી કારણજ્ઞાન પોતાના સ્વભાવમાં વર્તી રહ્યું છે તેનાં મહિમાની તેને ખબર નથી. જો પોતાના કારણસ્વભાવનો મહિમા આવે તો તેના જોરે શુદ્ધકાર્ય પ્રગટે ને બાહ્યકારણોની દૃષ્ટિ છૂટી જાય.
ઓકટોબર, ૨૦૦૭ ]
આત્મધર્મ
[ ૯
૩૪)