________________
*$
૫.
વૈરાગ્ય
૧.
૨.
3.
૪.
૫.
૧૮૭)
જેટલા વિકલ્પો ઊઠે ઈ બધામાં કાંઈ માલ નથી. ઈં બધા દુઃખના પંથ છે, બધા વિકલ્પો હેરાન કરનારા છે એમ એને નિર્ણય થાય તો આત્મા તરફ પ્રયત્ન કરે. (૨૫૦)
વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય કરે કે રાગથી નહીં, નિમિત્તથી નહીં, ખંડખંડ જ્ઞાનથી નહીં, ગુણ-ગુણીના ભેદથી પણ આત્મા જણાતો નથી-એમ પહેલાં નિર્ણયનો પાકો સ્થંભ તો નાખે! એટલે પર તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે. ભલે સ્વસન્મુખ વળવું હજી બાકી છે. વિકલ્પવાળા નિર્ણયમાં પણ હું વિકલ્પવાળો નહીં એમ તો પહેલાં દઢ કરે! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે. રાગનું જોર તૂટી જાય છે, વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ વિપરીતતા અને સ્થૂળ કર્તૃત્વ છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભાવમાં જતાં નિર્ણય સમ્યફ્રૂપે થાય છે. (૩૦૯)
એક બાજુ એક સમયની ભૂલ છે અને એક બાજુ ત્રિકાળી આખો ભગવાન છે. વસ્તુમાં અનંત અનંત ગુણનું મહાન અસ્તિત્ત્વ પડ્યું છે તેની દૈષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે. પરંતુ વિકલ્પને તોડવાં જતાં મિથ્યાત્ત્વ થાય છે. (૭૬)
વૈરાગ્ય તો તેને કહીએ કે પર તરફથી ખસીને જે અંદરની મહાસત્તા તરફ ઢળ્યો છે, પુણ્ય-પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે. જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે એને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી. (૨૪૧)
અહાહા! આકરું કામ છે બાપુ! અંદરમાં વૈરાગ્ય! વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી ને તારે લઈને આવ્યું નથી.તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. (૨૬૦)
તીર્થંકર, ચક્રવર્તી અને બળદેવ જેવા પુણ્યના ધણી કે જેની દેવો સેવા કરતાં હતાં તથા કોઈ વાતની કમી ન હતી, લોકો જેને ભગવાન સમાન માનતા હતાં-એવા પુણ્ય અને વૈભવો હોવા છતાં, મારે એ કાંઈ જોઈતું નથી. એમ સર્વની ઉપેક્ષા કરીને એક આત્માને સાધવા વન જંગલમાં ચાલી નીકળ્યા! અહાહા! એમને એ આત્મા કેવો આશ્ચર્યકારી અને વિસ્મયકારી લાગ્યો હશે! (૩૮)
“હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી’’ એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે, અને વૈરાગ્યભાવનાઓના શ્રવણમાં, ચિંતનમાં ઉત્સાહ ન આવે તો તે શુષ્ક છે. અંતરસ્વભાવ તરફના જ્ઞાન સાથે વૈરાગ્યભાવનાઓ પણ હોય છે. અંતરનો શુદ્ધ સ્વભાવ જેને રુચિમાં આવ્યો તેને પર્યાયમાં રાગ ઘટતાં, વૈરાગ્યભાવનાઓ આવે છે. (૧૧૮)
શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે કમબંધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ધટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે, ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી એ શાસ્ત્રનું તાત્પર્ય છે.
(૩૫૯)