________________
એક બે ઘડી શરીરાદિ મૂર્તિકદ્રવ્યોનો પાડોશી થઈને જ્ઞાયકભાવનો અનુભવ કર. જેમ રાગ ને પુણ્યનો અનુભવ કરે છે એ તો અચેતનનો અનુભવ છે, ચેતનનો અનુભવ નથી. માટે એકવાર મરીને પણ, શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયકભાવનું લક્ષ કરીશ તો તુરંત જ આત્મા અને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો અનુભવ થશે. (૩૬૪) પરથી એકત્ત્વ એ જ અનાદિનો એક જ રોગ છે અને એનું જ એને દુઃખ છે, પરથી વિભક્ત-ભેદવિજ્ઞાન એ એક જ ઉપાય છે. બસ આખા સમયસરમાં પહેલેથી
સુધી આ એક જ વાત છે.(૪૬૮) ૪. સંસ્કાર
ભાઈ! તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સવળી થઈન આત્મામાં પરિણમી જશે. સત્ના સંસ્કાર ઊંડા નાખ્યા હશે ને આ ભવમાં કાર્ય થયું તો બીજી ગતિમાં સત્ પ્રગટશે. સાતમી નરકના નારકીને વેદનાનો પાર નથી પણ અંદરમાંથી પૂર્વ સંસ્કાર જાગૃત થતાં સમ્યગ્દર્શન પામી જાય છે. માટે સલૂના ઊંડા સંસ્કાર અંતરમાં રેડ, ભાઈ ઊંડાણથી સતુના સંસ્કાર નાખ! ઉપર ઉપરથી તો સંસ્કાર અનેકવાર નાખ્યા પણ ઊંડાણથી એકવાર યથાર્થ સંસ્કાર નાખ તો બીજી ગતિમાં પણ સમ્યગ્દર્શન પ્રગટ થશે. (૩૮૧). જેમ માટીના કોરા વાસણમાં પાણીનાં ટીપાં પડતાં પાણી ચૂસાય જાય છે, પાણી દેખાતું નથી, પણ વધું પાણી પડતાં પાણી બહાર દેખાય છે, તેમ આ પરમાત્માતત્ત્વની વાત સાંભળતા સાંભળતા, હું શાક છું...શાયક છું...એવા દેઢ. સંસ્કાર અંદરમાં પાડે તો મિથ્યાત્વનો રસ મંદ પડતો જાય છે હજી ભૂમિકા મિથ્યાત્વની છે પણ મિથ્યાત્વનો અભાવ થવાના સંસ્કાર પડતાં જાય છે. શુભભાવથી મિથ્યાત્વનો રસ ભવી-અભવીને અનંતીવાર મંદ પડ્યો છે, પણ આ સાયકના સંસ્કારથી મિથ્યાત્વો અભાવ થવાના સંસ્કાર પડે પછી એકદમ
સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવ થતાં મિથ્યાત્વભાવનો અભાવ થાય છે. (૩૩) ૩. ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગામા મંથનનો સાર છે, આ વાત
અહીંથી (પૂજ્ય ગુરુદેવથી) બહાર આવી છે. એ પહેલાં આ વાત હિંદુસ્તાનમાં ક્યાંય ન હતી. ક્રમબદ્ધ એ પરમ સત્ય છે. જે કાળે જે થવાનું છે તે જ થશે. તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડ્યા હશે તે સ્વર્ગમાં જશે ને ત્યાંથી સમદ્ધિ પામશે.(૧૧૨) વારંવાર આ નિર્વિકલ્પ આત્મા નિર્વિકલ્પ આત્મા એમ વારંવાર સાંભળે છે એનો અર્થ જ એ કે છે એ રચે છે. અંદરમાં વિપરીત માન્યતા ઉપર ઘણ પડે છે સંસ્કારના. છે નિર્વિકલ્પ થશે જ. શાસ્ત્રમાં કહ્યું છે ને! સમ્યગ્દર્શનના ધ્યાનથી સમ્યગ્દર્શન
થાય છે. (રર૬) ૫. આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે, દુર્લભ છે તો પણ
અશક્ય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂકમ કરતાં-ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે, પંચમહાવ્રતના પરિણામો કે શુક્લલેશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂકમ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સમ છે. તેથી ઉપયોગ અતિ
સુકમ કરવાથી આત્મા જાણવામાં આવે છે.(૩૪૩) ૫. હકાર ૧. આનંદનો નાથ એવા શુદ્ધાત્માની વાત સાંભળે છે તેને ભાવી નિર્વાણનું ભાજન
કહ્યું છે. એને સાંભળતાં દેહથી ભિન્ન છું, કર્મથી ભિન્ન છું, રાગથી ભિન્ન છું ને