________________
પર્યાય જો દશ્યો ઉસકો અદશ્ય કરકે, ઔર ગુણ-ભેદ જો દશ્ય હૈ ઉસકો અદશ્ય કરકે ઓર દ્રવ્યકો દશ્ય કરકે પૂર્વે અનંતા તીર્થકરોને સમ્યગ્દર્શન પાયા છે, યહી એક હી માર્ગ છે.(૪૭૫) પ્રશ્ન: રુચિ થાય અને અહીં સમ્યગ્દર્શન ન થાય તો બીજા ભવમાં સમ્યગ્દર્શન થાય એવું કાંઈ ખરું? ઉત્તરઃ રુચિ થાય એને થાય જ...થાય જ...થાય...થાય...ને...થાય જ. યથાર્થ રૂચિ અને લક્ષ થાય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણ કાળમાં બંને જ નહીં. વીર્યમાં હીણપુ-હ-ઉત્સાહ ન આવવો જોઈએ. વીર્યમાં ઉત્સાહ-નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ એમ થવું જોઈએ. (૪૮૦) આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અતર્મુખ જવું તે છે. શ્રીમદે કહ્યું છે. “ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો! ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે અને સંસ્કાર ઉંડા ઉતરશે.(૩૦). ભગવાન આત્મા વ્યવહારથી જન્મ-મરાણ સહિત દેખાતી હોવા છતાં, પરમાર્થથી જઓ તો ભગવાન આત્મા જન્મ-મરણ રહિત જ્ઞાનમયી, અતીન્દ્રિય આનદમયી દેખાય છે માટે તારી દષ્ટિમાં જે છતી છે તે પર્યાયને અછતી કર અને જે અછતો છે. એવા ત્રિકાળી સ્વભાવને છતો કરી. એક સમયની પર્યાયમાં સંસાર છતોવિદ્યમાન દેખાય છે તે દ્રવ્યસ્વભાવમાં છે જ નહિ એમ તેને અછતો કરી અને પર્યાયમાં જે દેખાતી નથી એવી મહાસત્તા છતી-પ્રગટ ...પ્રગટ...વ્યક્ત છે.....મોજૂદ છે તેને છતી કર. એક સમયની પર્યાય જે મોજૂદ છે તેને ગૌણ કરી, ગિકાણ કે જે પર્યાયમાં મોજૂદ નથી તેને દષ્ટિમાં મોજૂદ કરવો. શ્રોતા : વાંચન-શ્રાવણ-મનન કરવા છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી? ગુરૂદેવઃ વાંચન આદિ તો બધું બહિર્મુખ છે, ને આત્મ વસ્તુ આખી અંતર્મુખ છે. તેથી એને અંતર્મુખ થવું જોઈએ. પરને જાણવાનો ઉપયોગ સ્થૂળ છે તેને સૂકમ કરી અંતર્મુખ કરવાનો છે. અંતરમાં ઉડાણમાં જાય તો અનુભવ થાય. જ્ઞાયક.-- સાયક... સાયક--હું, ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નામે તો આત્માનું લક્ષ થાયને અનુભવ થાય. ૩૮૩