________________
4.
૯.
૬.
પુરુષાર્થ
૧.
ર.
3.
૪.
૫.
૬.
*8
૯.
૧૮૭
તીર્થંકર જેવાને માતાના પેટમાં આવવું પડે, સવા નવ માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે! આહાહા! ઇન્દ્રો જેની સેવા કરવા આવે તેવા તીર્થંકરોની પણ આ સ્થિતિ! અરેરે સંસાર! આ શું છે? વૈરાગ્ય વૈરાગ્ય...સર્વોત્કૃષ્ટ પુણ્યના ઘણી એવા તીર્થંકરને પણ માતાના પેટમાં રહેવું પડે! અરેરે પ્રભુ! આ સંસાર! સંસારની આવી સ્થિતિ વિચારતાં આખમાંથી આંસુ હાલ્યા જાય...!(૩૪૮)
૮. આત્મા વીરનો પુત્ર છે. મોળી વાત કરનારની વાત સાંભળીશ નહીં. આ કાળે કેવળજ્ઞાન નથી-એ વાત સાંભળીશ નહીં. કેવળજ્ઞાન કેમ થાય એ વાત (રીત) જાણી (ભાન થયું) એટલે કેવળજ્ઞાન થશે જ. (૨૭૩)
કર્મનો ઉદ્ઘચ ભવિષ્યમાં કેવો આવશે એમ નહીં જો! પણ હું ભવિષ્યમાં એવો હોઈશ (થઈશ) કે પુરુષાર્થ લાગુ પડી ગયો, તો ક્ષણમાં કેવળજ્ઞાન લાવીશ.(૪૭)
'
બાપુ! તારે બહુ પુરુષાર્થ કરવાનો છે. હરિહરાદિ પણ પાછા પડ્યા, પૂરા પહોંચી શક્યા નહિ, તારે તો શરૂઆત કરવાની છે, તારે પ્રભુના ઘરે પહોંચવાનું છે, તેથી તારે તો બહુ પુરુષાર્થ જોઈએ. (૧૭૬)
જેમ કૂતરાને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે, તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે, તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ ગયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજી ધૂન તો અનાદિકાળથી ચડી ગઈ છે. તો એકવાર આત્માની ધૂન તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર. વારંવાર અંતર્મુખનો પ્રયત્ન કર તો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. (૧૩)
સ્વવીર્યનો ઉલ્લાસ જોસબંધ એવો કાઢ કે જેવું છે એવું સ્વરૂપ પ્રગટ કર્યે જ છૂટકો. આત્માનું સ્વરૂપ પ્રગટ કરવામાં એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. આહાહા ! આ અવસર વારંવાર નહીં મળે, માટે જલ્દી પહોંચી વળ. (૧૩૭) સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. (૧૭૮) મેરુ પર્વત ઉપાડવો સહેલો છે પરંતુ આ પુરુષાર્થ ઉપાડવો દુર્લભ છે. તેથી જ શાસ્ત્રમાં આ પુરુષાર્થને દુર્લભ કહ્યો છે. સહજ સ્વભાવે સુગમ છે પણ અનાદિ અણ-અભ્યાસને લઈને દુર્લભ છે. (૩૦૦)
હું જ્ઞાચક છું... જ્ઞાયક છું... જ્ઞાયક છું-એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. આહાહા! એ પર્યાયને જ્ઞાચક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માંગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, આહાહા! એની શી વાત! એવો પૂર્ણાનંદ નાથ પ્રભુ! એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં-ભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ ! (૩૫૧)
દ્રવ્ય પોતે જ અકારણીય છે, પોતે જ અનંત પુરુષાર્થરૂપ છે. તેના વિશ્વાસની બલિહારી છે. (૨૯૨)
સહજતા
૧. - કાળે વર્ષા પડે, કાળે વૃક્ષો ખીલે, કાળે ચંદ્ર ખીલે, કાળે ઢોર ઘરે આવે, સ્વાતિનક્ષત્રમાં કાળે છીપમાં પાણી પડતાં મોતી પાકે, તેમ ઉત્તમ દેવ-ગુરુના