________________
૧૦.
૨.
3.
૪.
૫.
૬.
*6
૧.
૨.
3.
૧૮)
૪.
મહાન યોગકાળે તું આવ્યો ને પૂજ્ય પદાર્થ અનુભવમાં (સહજ) ન આવે એ અજબ તમાશા છે! (૩૮૪)
આત્માનુભૂતિ
દર્શન મોહ મંદ કર્યા વિના, વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહના અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. (૧૫૮) આત્મ-અનુભવ સિવાય બધાં મીંડા છે. લાખ કષાયની મંદતા કરે કે લાખ શાસ્ત્ર ભણે પણ અનુભવ વિના બધા મીંડા છે. અને કાંઈ ન આવડે છતાં અનુભવ થયો તે બધું આવડે છે. જવાબ દેતાં પણ ન આવડે પણ કેવળજ્ઞાન લેશે. (૨૪૩) તિર્યંચને સમ્યક્ થાય છે, ત્યાં કોઈએ પૂર્વે આત્મા શુદ્ધ છે એમ સાંભળ્યું હોય છે તે સ્મરણમાં આવતાં પછી વિચારમાં ઉતરે છે અને જેમ વીજળી ઉપરથી નીચે ઉતરી જાય એમ વીર્ય અંતરમાં ઉતરી જાય છે. બસ કરવાનું તો આટલું જ છે. પછી એમાં ઠરવાનું છે. (૨૭૧)
કર્મની હયાતી છતાં, વિકારની હયાતી છતાં, અલ્પજ્ઞાનની હયાતી છતાં જેનો ક્રેષ્ટિમાં નિષેધ થઈ ગયો. છતાને અછતા કર્યા અને ભગવાન પૂર્ણાનંદ પર્યાયમાં અછતો, અપ્રગટ, છતાં શ્રદ્ધા-જ્ઞાનમાં તેને છતો કર્યો એનું નામ જ સમ્યગ્દર્શન છે. (૨૭૮)
યોગ્યતા, કાળલબ્ધિ, ક્રમબદ્ધ આદિ બધાનું જ્ઞાન દ્રવ્યઢષ્ટિ કરતાં સાચું થાય છે. રુચિ રાખે પરમાં અને ક્રમબદ્ધ ને કાળલબ્ધિ ઉપર નાખે છે ઈં ન ચાલે. પોપાબાઈનું રાજ નથી. (૬૨)
જીવ આત્માના ગુણ ગાતાં ગાતાં (સહેજ) ભગવાન થઈ જાય છે. કોઈ ક્રિયાકાંડ કરતાં કરતાં ભગવાન થવાતું નથી. પણ ગુણી એવા ભગવાનના ગુણ ગાતાં ગાતાં મહિમા કરતાં કરતાં (સહજ) ભગવાન થઈ જાય છે. અનંત ગુણોનો મહિમા કરતાં કરતાં જીવો કેવળી થઈ ગયા. અનંત ગુણ રત્નોના ઓરડાં ખુલ્લા થઈ ગયા. ભાઈ! તું પામર નથી પણ ભગવાન છો, એના સ્વરૂપના ગુણગાન કર! (૨૦)
ક્રમબદ્ધના છંછેડાટમાં ક્રમબદ્ધનો છંછેડાટ નથી પણ અકર્તાપણાનો છંછેડાટ છે. જ્ઞાન સ્વભાવ અકર્તા સિદ્ધ કરીને પુરુષાર્થ કરાવવો છે. (૪૧૦)
રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહિ, ઇન્દ્ર ઉપરથી ઉતરે તો પણ થયા વિના રહેશે જ નહિ લે! અને રાગના કાળે રાગ પણ થયા વિના રહેશે નહિ લે! હવે તારે ક્યાં નજર કરવી છે? સહજ સ્વભાવ ઉપર નજર કરતાં પર્યાયમાં સહજ શાંતિ અને સંતોષ ઉપજે છે. (૪૭૬)
7.
આ શરીરના ચાળા જુઓ! નિરોગ શરીર ક્ષણમાં રોગરૂપે પરિણમી જાય છે. શરીરના રજકણો જે કાળે જેમ થવાના હોય તેમ થવાના જ, એમાં કોણ ફેરફાર કરી શકે? શરીરના પરમાણુંને કેમ રહેવું એનું તારે શું કામ છે? તારે (સહજ) કેમ રહેવું તેને તું સંભાળને ! (૯૪)
આ ચૈતન્ય તો લંગડો છે, હાલતો નથી, ચાલતો નથી, બોલતો નથી, વિકલ્પ કરતો નથી, થાય તેને માત્ર સહજપણે જાણવાના સ્વભાવવાળો જ્ઞાતાદ્દષ્ટા જ છે. (૧૮૭)