________________
૩.
પોતાથી પરિપૂર્ણ છું એ વાત એને બેસવી જોઈએ, હકાર આવવો જોઈએ. આમાં કાંઈ મુંધા જેવું નથી. સાંભળીને હા પાડતાં હકાર આવતાં અંદર સંસ્કાર પડતા જાય છે. (૨૩) સી હે ભવ્ય તું શરીરને રાગ ને ન જો! એક સમયની પર્યાયને ન જો તારી પાસે પૂર્ણાનંદ પૂર્ણાનંદ પ્રભુ પડ્યો છે તેને જો! અરે ભગવાન! તું પૂર્ણાનંદ સ્વરૂપ સમીપમાં જ પડ્યો છે તે દૂર કેમ રહી શકે? એમ દિગમ્બર સંતોની વાણી મારફાડ કરતી-ઝબકારા કરતી આવે છે કે તારી સમીપ પૂર્ણાનંદ પ્રભુ પડ્યો છે તેને તું આજે જ દેખ! આજે જ સ્વીકાર કરી અને હા પાડી હા પાડતાં હાલત થઈ જાય તેવો તું પૂર્ણાનંદનો નાથ છો. (૯) આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ એમ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી વિચારની ધન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠ નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું આ છું. એ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પ પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે.(૧૬૭) જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું આખું અંતર ફરી જાય, હૃદય-પલટો થાય, અંતરમાં ઉથલપાથલ થઈ જાય. આંધળામાંથી દેખતો થાય, અંતરની જ્યોત જાગે, તેની દશાની દિશા આખી ફરી જાય, જેને અંતરપલટો થાય તેણે કોઈને પૂછવા જવું ન પડે. તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે અમે હવે પ્રભુના માર્ગમાં ભથા છીએ. સિદ્ધના સંદેશા આવી ચૂક્યા છે. હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો. તેમાં બીજું કાંઈ થાય નહિ. ફેર પડે નહિ. (૧૧૬) આની આ વાત બબ્બે ચચ્ચાર કલાક સુધી સાંભળે છે અને હકાર-હકાર આવે છે, રાગનો નિષેધ આવે છે, આનું આ જ ઘૂંટણ ચાલે છે, એ શું કોઈ ક્રિયા નથી? જડની અને રાગની ક્રિયા એ જ ક્રિયા હશે? એનું (જ્ઞાનનું) માહાલ્ય આવતું નથી. આ સત્યનો જ હકાર આવે છે અને રાગનો-નિષેધ-નકાર આવે છે. આ જ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ છે. (૩૨૭),
૧.
વિકલ્પાત્મક નિર્ણય
પ્રશ્નઃ- શુદ્ધનિયયનો પક્ષ તો કરવો ને? . : - ઉત્તરઃ- પન્ન કરવો એટલે શું? અનુભવમાં જતાં પહેલાં આવો પક્ષ આવે છે કે “હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ છું, પુણ્ય-પાપ ભાવ તે હું નહિ” એવો વિકલ્પ સહિત નિર્ણય પહેલાં આવે છે. પણ એ મૂળ પરમાર્થ વસ્તુ નથી. પહેલાં શુદ્ધ નિશ્ચયનયનો પક્ષ આવે છે, હોય છે, પણ અંદર સ્વાનુભવથી નિર્ણય કરવો એ મૂળ વસ્તુ છે. (૧૦૭). સમ્યગ્દર્શન કરવા માટે વારંવાર આની ને આની વારંવાર સ્વાધ્યાય કરવી, મંથન કરવું, વિચાર કરવા. આની ને આની વારંવાર સ્વાધ્યાય કરવાથી નિર્ણય થાય છે અને નિર્ણય થતાં સમ્યગ્દર્શન થાય છે. (૨૧૮) જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું (સ્વને જાણવાનું સામર્થ્ય વધતું જાય છે. અને એ વધતાં જતાં જ્ઞાન-સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યફપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે, માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ આત્મસિદ્ધિનું સાધન નથી. (૬૮).