________________
નક્કી કરવા દ્યો. ત્યાં પ્રતિધ્વનિ આવ્યો, ‘કે એ ક્યારે નક્કી થશે?-કે જ્યારે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી
થશે.” નિશ્ચયનું નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. (૧) ૩. ભગવાન જિનેન્દ્ર સર્વજ્ઞની દિવ્ય ધ્વનિ આવી તેમાં સિંહનાદ આવ્યો! શું આવ્યો?
કે હે જીવ!“તું સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છો. પ્રભુ!” તું પોતે પરમાત્માસ્વરૂપ મારી જાતનો જ છો. બકરાનાં ટોળામાં સિંહ ભળી ગયો હોય તેમ શુભાશુભમાં ભગવાન ભળી ગયો છે તેને ભગવાન સર્વજ્ઞનો સિંહનાદ આવ્યો કે તું મારી જાતનો ભગવાન સ્વરૂપ છો તેમ જાણ!(૧૫) પાણી પીવાથી તૃષા મટે છે, ખોરાક ખાવાથી ભૂખ મટે છે, દવા પીવાથી રોગ મટે છે-એમ સંસારમાં બધી ચીજોનો જીવ વિશ્વાસ કરે છે. અને વિશ્વાસના બળે. તે તે ચીજો મેળવવા લક્ષ જાય છે. તેમ આત્માનો વિશ્વાસ આવવો જોઈએ કે હું પોતે જ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. હું પોતે જ પરમાત્મા સ્વરૂપ જ છું અને રાગાદિ સ્વરૂપે નથી-એવું અંતરથી વિશ્વાસનું બળ આવવું જોઈએ. પોતાની પરમેશ્વરતાનો વિશ્વાસ...વિશ્વાસ...વિશ્વાસ...એ વિશ્વાસનું જોર એને અંતર્મુખ લઈ જાય છે.(૨૧) આત્માના વિકલ્પસહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. અંદરથી રૂચે તો વીર્ય ઉછળે, એ ક્યાં ઉછળે છે? સાધારણ મહિમા ધારણા અને માહાત્મ તો અનંતીવાર આવ્યો પણ ખરેખરું માહાભ્ય અંદરથી આવવું જોઈએ. બાકી એ જ રહી ગયું છે ને! પહેલાં માહાલ્ય આવે છે પછી માહાભ્યની ઉગ્રતા થતાં
એકાગ્રતા થાય છે. (૨૩૮) ભેદજ્ઞાન ૧. પરદ્રવ્ય અને આત્માને અત્યંત અભાવ છે એ તો વ્યવહારની નીતિના વચનથી
આવે છે. પરંતુ અધ્યાત્મદ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો પડ્યો છે એને દેખા જેમ તેલ પાણીના પ્રવાહમાં ઉપરને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે. ચૈતન્યદળમાં પેસતો નથી.(૭૪) જેમ છોકરો રોતો હોય તેને તેનો બાપુ કહે કે ભાઈ ! તું રો નહિ, જો તારો પૈડો આખો એવોને એવો જ છે, જે ખુશી થા! તેમ આચાર્ય દેવ ભવ્યને કહે છે કે હે આત્મા ! તું પ્રસન્ન થા!ખુશી થા! જો તારો આત્મા ત્રણે કાળ એવો ને એવો શુદ્ધ જ છે. દેહાદિ કે રાગાદિ આત્માને અડ્યા જ નથી, સ્પર્શયા જ નથી. રાગાદિ તો ઉપર ઉપર લોટે છે. માટે ભાઈ! તું ખુશી થા! ને પ્રસન્ન થઈને જો! તારો આત્મા શુદ્ધ ચૈતન્યધન જ છે. (૧૯) રાગથી જુદો છું...રાગથી જુદો છું...સ્વભાવથી એકમેક છું...સ્વભાવથી એકમેક છું...એવા સંસ્કાર તો પાડ! એવા દઢ સંસ્કાર વડે ભેદવિજ્ઞાનની (સમ્યગ્દર્શનની)
પ્રાપ્તિ થાય છે. (૧ર૧). ૪. દેરાણી-જેઠાણી વિગેરે જુદા પડવાના હોય તે પહેલાં એક બીજાના વાંકા બોલવા
લાગે છે, તે તેના જુદા પડવાના લક્ષણ છે. તેમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન
થવાન એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદાર ભાવ જાગે છે. તે જ્ઞાન . . અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી, રાગના
જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, તેમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે-ઝેર છે તેમ પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. (૧૭૦).