________________
| અનાદિની જીવની ભાલા પર્યાયમાં એકત્ત્વ
૧. અશુભમાં રસ પડવો - પંચેજિયના વિષયભૂત પર્યાયોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની
બુદ્ધિપૂર્વક રસપૂર્વક તે ભાવોમાં તન્મયતા રાગમાં દુઃખ ન લાગવું - મંદકષાયની કૃત્રિમ શાંતિમાં સુખની કલ્પના સુખસ્વભાવની સ્વભાવબુદ્ધિના અભાવને લીધે પર્યાયની મુખ્યતા :- તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને પ્રાયઃ એવો અભિપ્રાય થઈ જાય છે, પહેલાં તો વિકલ્પ હોય ને! અમુક પર્યાય કરવી જોઈએ એ પર્યાયબુદ્ધિનો વિપર્યાસ છે. પર્યાયમાં સંતુષ્ટપણું :- જ્ઞાનના ક્ષયોપશમ અને મંદકષાયના પરિણામમાં ઠીકપણું રહે છે-તે પર્યાયના એકત્ત્વને દઢ કરે છે. પર્યાયનું અવલંબન :- “હું સમજું છું” આદિ ઉઘાડમાં રસ હોવાથી પર્યાયનું એકત્ત્વ છૂટતું નથી. પર્યાયનો આશ્રય - બધું જ પ્રયોજનભૂત કાર્ય પર્યાયમાં જ થાય છે એટલે પર્યાયના આધારે પર્યાયનું કાર્ય સાધવાનો પર્યાય-આશ્રિત કુત્રિમ પુરુષાર્થનો વિકલ્પ રહા કરે છે. પર્યાયનો રસ :- વેદન પર્યાયમાં હોવાથી, પર્યાયમાં રસ સહજ ઉત્પન્ન થાય છે, પર્યાયના રસમાં ખેંચાઈને અટકી જવાય છે. પર્યાયનું લક્ષ :- અજાણપણે પર્યાયનું લક્ષ રહી જાય છે. પર્યાયમાં વિવેક રહેવો જોઈએ એ પ્રકારે પર્યાય પર લક્ષ રહેવાથી ત્રિકોળીમાં અહંપણું સ્થાપતું નથી. પર્યાયમાં સાવધાની - નિજ પરમાત્મા તત્વના લક્ષના અભાવમાં પર્યાયની સાવધાની રહ્યા કરે છે. પર્યાયને અંતર્મુખ વાળવાની ઈચ્છાથી પણ પર્યાય પ્રત્યે સાવધાની રહે છે. પર્યાય પર જોર :- સ્વરૂપનું ચિંતન-મનન-ઘૂંટણના બહાને પર્યાય ઉપર જોર રહે છે. સહજ અંતર્મુખી પુરુષાર્થના અભાવને લીધે. પર્યાયનું કર્તુત્વ :- પર્યાયના કર્તુત્વને લીધે જીવ રાગાદિ ભાવોનો કર્તા થઈને પરિણામે
છે. પોતે રાગાદિ ભાવોનો કર્તા પ્રતિભાસે છે. ૧૨. પર્યાયમાત્રનું હું પણ અવધારણ - વર્તમાન પર્યાયમાં હું પણાને લીધે ત્રિકાળી
સ્વભાવમાં હું પણું થઈ શકતું નથી.