________________
૧ કિ | ‘દષ્ટિના નિધાન’ આધારે સ્વાધ્યાય મિથ્યાત્વ
આ વાત સમજવામાં અનંતો પુરુષાર્થ જોઈએ. ઘણી અંદરમાં પાત્રતા જોઈએ. બધેથી સુખબુદ્ધિ ઊડી જવી જોઈએ. એની પાત્રતા ઘણી જોઈએ. એની પર્યાયમાં ઘણી યોગ્યતા જોઈએ. શ્રીમદ્ કહે છે કે તું તારા દોષથી દુઃખી થઈ રહ્યો છે. તારો દોષ એટલો કે પરને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું. (૬૩). દયા-દાન-પૂજા ભક્તિ, શાસ્ત્ર વાંચવા, સાંભળવા, સંભળાવવા આદિના શભભાવો અને ધંધા, સ્ત્રી-પુત્ર, ખાવા-પીવા આદિના અશુભ ભાવો-તે બધા ભાવોથી આત્મા ત્રણે કાળા રહિત હોવા છતાં. એનાથી સહિત માનવો એ જ સંસારમાં રખડવાનું - નરક નિગોદનું મહાબીજ છે. (૭૮). કોઇપણ જીવ પોતાની હયાતિ વિના, ક્રોધાદિ થવા કાળે, આ ક્રોધાદિ છે એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ એ ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ જ્ઞાન..જ્ઞાન..જ્ઞાન એમ મુખ્યપણે જણાવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા રાગાદિ તે હું એમ રાગમાં એકતા બુદ્ધિથી જાણે છેમાને છે, તેથી તે મિથ્યાષ્ટિ છે. (૧૮૫) અહો! ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્વની વિપરીત શ્રદ્ધા આચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહિ. વસ્તુ અંતરની છે ને લોકો બાહા ક્રિયાકાંડમાં ચડી ગયા!
ભાઈ! અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ, એથી વિપરીત " શ્રદ્ધાવાળાને ન રુચે તો માફ કરજો. ભાઈ! વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરાં છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો! અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી. તે બધા દ્રવ્યસ્વભાવે તો પ્રભુ છે, એથી દ્રવ્યું તો તેઓ સાધર્મી છે. તેથી અમને સમભાવ છે. (૩૫૪) અરે પ્રભુ! તું સ્વભાવે પરમેશ્વર છે. તારી વિરુદ્ધની વાતો કરતાં શરમ આવે છે! અનાદાર નથી આવતો, ક્યાં તારી શુદ્ધતા અને કયાં આ વિકારી ભાવમિથ્યાત્વ-સંસાર! અરે! ક્યાં લીંબડાના અવતાર! તારો વિરોધ નથી પ્રભુ! તારાથી વિરુદ્ધભાવનો વિરોધ છે. જેની મા ખાનદાનની દીકરી, જેની આંખ ઊંચી ન થાય, એનો દીકરો વેશ્યામાં જાય-એમ આ પરિણતિ પ્રભુની જે પોતાના સ્વરૂપને છોડી વિકારમાં જાય, પ્રભુ! શરમ આવે છે.(૯)
મિથ્યા શ્રદ્ધામાં અનંતા નિગોદના અને નરકના ભવ કરવાની તાકાત છે.(૪૧) સ્વભાવનો મહિમા
અહો! હું જ તીર્થંકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડાં પડ્યા છે. પરમાત્માનો એટલો ઉલ્લાસ...કે જાણે પરમાત્માને મળવા જતો હોય! પરમાત્મા બોલાવતા હોય કે આવો... આવો...ચૈતન્યધામમાં આવો! આહાહાહા! ચૈતન્યનો એટલો આહલાદ અને પ્રહલાદ હોય! ચૈતન્યમાં એકલો આહલા જ ભર્યો છે એનો મહિમા, માહાભ્ય, ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેરો આવવો જોઈએ.(૪) વીતરાગ સર્વશદેવ ત્રિલોકનાથ પરમાત્મા, સો ઇન્દ્રિોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતાં હતાં કે, “તું પરમાત્મા છો એમ નક્કી કર,” ભગવાન! તમે પરમાત્મા છો એટલું તો અમને
૫.
૨.