________________
૧૭)
વર્તમાન એકરૂપ સપાટી—એ ત્રણે જુદાં નથી; તેમ આત્મામાં દ્રવ્ય-ગુણ તે સામાન્ય પારિણામિક એમ કહેવાય છતાં, દ્રવ્ય, ગુણ અને તેનું ધ્રુવરૂપ વર્તમાન—એ ત્રણે (અર્થાત્ સામાન્ય પારિણામિક અને વિશેષ પારિણામિક) ખરેખર જુદા નથી પણ અભેદ છે તે જ વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે, તેના જ આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે. વિશેષ સ્પષ્ટીકરણ :
(૧) વસ્તુસ્વરૂપમાં દ્રવ્ય, ગુણ, પર્યાય જુદા જુદા નથી.
(૨) જે દ્રવ્ય-ગુણ તથા તેની નિરપેક્ષ કારણશુદ્ધપર્યાય છે તે ત્રિકાળ એકરૂપ છે તેમાં સદાય સંદેશ પરિણમન છે.
અપેક્ષિત પર્યાયમાં ઉત્પાદ-વ્યયરૂપ વિસર્દેશ પરિણમન છે; સંસાર કે મોક્ષ–બંને પર્યાયનો સમાવેશ અપેક્ષિત પર્યાયમાં થાય છે.
(૩) જ્યારે તે અપેક્ષિત પર્યાયનું વલણ ધ્રુવ વસ્તુ તરફ-પારિણામિકભાવ તરફ—જાય ત્યારે તે ધ્રુવ વસ્તુ એકરૂપ સંપૂર્ણ હોવાથી, ત્યાં તે પર્યાયનો ઉપયોગ સ્થિર રહી શકે છે અને જેમ જેમ તે સ્થિર રહે છે તેમ તેમ તે પર્યાયની નિર્મળતા વધતી જાય છે. (૪) આ પરમપારિણામિકભાવના સ્વરૂપને માનવું—શ્રદ્ધામાં લેવું તે જ સમ્યગ્દર્શન છે. (૫) સમ્યગ્દર્શનના ધ્યેયરૂપ પરમપારિણામિકભાવ ધ્રુવ છે અને તેની સાથે ત્રિકાળ અભેદરૂપ રહેલી કારણશુદ્ધપર્યાય છે તેને પૂજિત પંચમભાવપરિણતિ' કહેવામાં આવી છે.
(૬) દ્રવ્યદૃષ્ટિમાં જે પર્યાય ગૌણ કરવાની વાત આવે છે તે તો ઔયિકાદિ ચાર ભાવોની પર્યાય સમજવી.
૧૪ ]
આ પંચમભાવપરિણિત અર્થાત્ કારણશુદ્ધપર્યાય ગૌણ થઈ શકે નહિ કેમકે તે તો વસ્તુ સાથે ત્રિકાળ અભેદ છે.
સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાયોને દ્રવ્ય-ગુણ અને કારણશુદ્ધપર્યાય—એ ત્રણેની અભેદતાનું જ અવલંબન છે, ત્રણનું જુદું જુદું અવલંબન નથી.
(૭) ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોની પર્યાય સદા એકરૂપ પારિણામિકભાવે જ વર્તે છે તેનો જ્ઞાતા તો જીવ છે; જીવની પર્યાયમાં તો સંસાર-મોક્ષ વગેરે વિસદેશતા છે પણ તે સિવાયની એક સર્દશ એકરૂપ નિરપેક્ષ ‘કારણશુદ્ધપર્યાય’ સદા પારિણામિક
આત્મધર્મ
[ ઓકટોબર, ૨૦૦૭