________________
| E- પૂજિત પંચમભાવપરિણતિ– AM કારણરૂદ્ધપર્યાય : વિશેષ સ્પષ્ટીકરણ
એક ખાસ મહત્ત્વનો વિષય; સમુદ્રના દૃષ્ટાંતે તેની સમજણ : (૧) ઔદયિકભાવ, ઔપથમિકભાવ, ક્ષાયોપથમિકભાવ કે ક્ષાયિકભાવ–એ ચારે ભાવો
સાપેક્ષ છે, ઉત્પાદ-વ્યયવાળી પર્યાયરૂપ છે. | * જેમ સમુદ્રમાં મોજા હોય છે તેમ આત્મામાં રાગાદિ વિકારીભાવો અથવા તો તેના
અભાવથી પ્રગટતી નિર્મળપર્યાયો છે, તે બધા અપેક્ષિતભાવો છે, ક્ષણિક ઉત્પાદવ્યયરૂપ છે. તેથી, તે ભાવો સમ્યગ્દર્શનના આશ્રયભૂત નથી. આત્મામાં એક કારણશુદ્ધપર્યાય' અથવા ‘વિશેષ પરિણામિકભાવી છે તે નિરપેક્ષ છે, તેમાં ઉદયાદિની અપેક્ષા નથી. તેને નિરપેક્ષપર્યાય અથવા ધ્રુવપર્યાય પણ કહેવાય
જેમ સમુદ્રમાં પાણીના દળની સપાટી એક સરખી હોય છે તેમ આત્મામાં કારણશદ્ધપર્યાય છે તે સદા એકસરખી છે. તેને ઉદયાદિની અપેક્ષા લાગતી નથી. તે વિશેષ પરિણામિકભાવરૂપ છે, આત્મામાં સદા સદેશપણે વર્તે છે. આ
કારણશુદ્ધપર્યાય દરેક ગુણમાં પણ વર્તે છે. (૩) આત્માના ત્રિકાળી દ્રવ્ય-ગુણ સામાન્ય પરિણામિકભાવ અને વર્તમાન કારણશુદ્ધપર્યાય
વિશેષ પરિણામિકભાવ–એ બંને થઈને પરિણામિકભાવની પૂર્ણતા છે. તેને નિરપેક્ષ
સ્વભાવભાવ અથવા શુદ્ધ નિરપેક્ષ એકરૂપ અનાદિનિધનભાવ પણ કહેવાય છે. * જેમ સમુદ્રમાં પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને પાણીની સપાટી–એ ત્રણે
અભેદરૂપ તે સમુદ્ર છે તે ત્રણે હંમેશા એવા ને એવા જ રહે છે તેમ આત્મામાં આત્મદ્રવ્ય તેના જ્ઞાનાદિગુણો અને તેનું સદેશરૂપ ધ્રુવ વર્તમાન અર્થાત કારણશુદ્ધપર્યાય-એ ત્રણે થઈને વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે તે જ પરમપરિણામિકભાવ છે અને તે જ સમ્યગ્દર્શનના આશ્રયભૂત છે. જેમ “સમુદ્રની સપાટી” એમ બોલાય છતાં સમુદ્રનું પાણી, તેની શીતળતા અને તેની
ઓકટોબર, ૨૦૦૭ ]
આત્મધર્મ
[ ૧૩