________________
પણ બીજો જીવ જ્યારે તે કાર્યને લક્ષમાં લ્ય ત્યારે તેને વ્યવહારનય હોય છે અને જ્યારે પોતાના કારણસ્વભાવશાનને લક્ષમાં ધે ત્યારે તેનું જ્ઞાન અંતરૂસ્વભાવ તરફ વળેલું હોય છે એટલે તેને નિશ્ચયનય હોય છે.
નિશ્ચયનયનું જે જોય છે તે જ ખરેખર કેવળજ્ઞાનનું કારણ છે અને જે વ્યવહારનયનું શેય છે તે ખરેખર કેવળજ્ઞાનનું (કે સમ્યગ્દર્શનાદિનું પણ) કારણ નથી.
કારણસ્વભાવજ્ઞાનના અવલંબને જ્યાં કેવળજ્ઞાન પ્રગટ્યું, ત્યાં કારણ અને કાર્ય બંને સરખા થયા અર્થાત્ કારણમાં જેવું સામર્થ્ય હતું તેવું પરિપૂર્ણ સામર્થ્ય કાર્યમાં પણ પ્રગટી ગયું.
આવા કારણસ્વભાવની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. સમકિતીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત આવા કારણસ્વભાવની પ્રતીતિ થઈ ગઈ છે. પછી તે કારણમાં જેમ જેમ એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આનંદનું વેદન પણ વધતું જાય છે.
એ રીતે કારણની સન્મુખ થઈને ઘણા આનંદમાં ઝૂલતા ઝૂલતા મહામુનિભગવાને આ રચના કરી છે. વાહ! વીતરાગી મુનિઓના મુખમાંથી અમૃત ઝર્યા છે!! જુઓ! આ શ્રી ગણધરાદિ સંતોની પરંપરાથી આવેલી વાત!! સંતોએ અંતરના કોઈ અચિંત્ય સૂક્ષ્મ રહસ્યો ખોલ્યાં છે.
કોઈને વિશેષ ન સમજાય તો સામાન્યપણે એમ મહિમા કરવો કે “અહો! મારા સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાની આ વાત છે. મારા આત્મસ્વભાવનો અચિંત્ય મહિમા સંતો સમજાવી રહ્યા છે!' આ રીતે સાંભળતાં સ્વભાવનું બહુમાન લાવશે...તે પણ ખ્યાલ થઈ જશે.
અહો! આત્માનો સ્વભાવ એકેક સમયમાં પૂરો પૂરો ને પૂરો! દરેક સમયે આત્મા પોતાના સ્વભાવ-સામર્થ્યથી પરિપૂર્ણ બિરાજી રહ્યો છે! આવા નિજસ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો ઉલ્લાસ કરવો તે મોક્ષનું કારણ છે. જીવને જ્યાં સ્વભાવ તરફનો ઉલ્લાસ જાગ્યો ત્યાં વિકાર તરફનો ઉલ્લાસ રહેતો નથી એટલે વિકારના ઉછાળા શમી જાય છે. સંસાર તરફનો ઉત્સાહ તૂટી જાય છે ને સ્વભાવ તરફ તેના ઉત્સાહનો વેગ વળી જાય છે. આવો ઉલ્લસિત વીર્યવાન જીવ અલ્પકાળમાં જ મોક્ષ પામે છે.
અહો! કેવળજ્ઞાનરૂપી કાર્ય પ્રગટવાના આધારભૂત કારણસ્વભાવજ્ઞાન આત્મામાં | સદાય સ્વરૂપ પ્રત્યક્ષપણે વર્તી જ રહ્યું છે. ઓકટોબર, ૨૦૦૭ ]
આત્મધર્મ