________________
કેવળજ્ઞાનરૂપી કાર્ય થયું તે અતીનિય છે; તો તેનું કારણ પણ તેવું જ-અતીન્દ્રિય છે. કેવળજ્ઞાન આવરણ વિનાનું છે તો કારણશાન પણ ત્રિકાળ આવરણ વિનાનું છે. કેવળજ્ઞાનનો કદી (-પ્રગટ્યા પછી) વિરહ નથી તેમ કારણજ્ઞાનનો કદી (-ત્રણ કાળમાં) વિરહ નથી. કેવળજ્ઞાનમાં ક્રમ નથી તેમ કારણશાનમાં પણ કમ નથી. કેવળજ્ઞાનમાં ઇન્દ્રિયોનું અવલંબન કે પરની સહાય નથી તેમ કારણજ્ઞાનમાં પણ કોઈનું અવલંબન કે સહાય નથી. કેવળજ્ઞાન એક સાથે સર્વને જાણે છે તેમ કારણજ્ઞાનમાં પણ તેવું જ સામર્થ્ય છે. આ રીતે, કેવળજ્ઞાનરૂપ કાર્યસ્વભાવજ્ઞાનનું જેવું સામર્થ્ય છે તેવું જ અચિંત્ય સામર્થ્ય કારણસ્વભાવજ્ઞાનમાં ત્રિકાળ છે ને તે કારણજ્ઞાન આત્મામાં ત્રિકાળ છે.
અહો! જ્યાં કાર્યની વાત આવે ત્યાં કારણ પણ આવું જ બતાવતા જાય છે.
જેણે આવા અચિંત્ય મહિમાવંત અતીન્દ્રિય અસહાય શુદ્ધ કારણસ્વભાવશાનનો નિર્ણય કર્યો-સ્વીકાર કર્યો તેને બીજા કોઈ પરના આશ્રયે પોતાનું જ્ઞાનકાર્ય થવાની મિથ્થાબુદ્ધિ રહેતી નથી. . કેવળજ્ઞાન તે કાર્યસ્વભાવશાન છે, તેનો અચિંત્ય મહિમા છે અને કારણ જ્ઞાન પણ તેવું જ છે. કેવળજ્ઞાનરૂપ કાર્ય તો નવું પ્રગટશે પણ તે કેવળજ્ઞાન પ્રગટ્યા પહેલાં જ તેના કારણરૂપ સ્વભાવજ્ઞાન અત્યારે જ મારામાં વર્તી રહ્યું છે–એમ ધર્મી જાણે છે.
કેવળજ્ઞાન પ્રગટશે તે શેમાંથી આવશે? શું નિમિત્ત કારણોમાંથી આવશે? ના; આ માટે તે ખરેખર કારણ નથી. * શું વ્યવહારરત્નત્રયના રાગમાંથી કેવળજ્ઞાન આવશે? ના, માટે તે પણ ખરું કારણ
નથી. છે. શું પૂર્વની અલ્પજ્ઞ પર્યાયમાંથી કેવળજ્ઞાન આવશે?ના, માટે તે પણ ખરું કારણ નથી.
કારણસ્વભાવજ્ઞાન આત્મામાં ત્રિકાળ છે, તેમાંથી જ કેવળજ્ઞાનરૂપ કાર્ય આવવાની તાકાત છે, તે કારણના અવલંબને જ કાર્ય થાય છે. માટે, તે જ ખરું કારણ છે.
આવા સામર્થસ્વરૂપે આત્માને દૃષ્ટિમાં–શ્રદ્ધામાં લેવો તે સમ્યગ્દર્શન છે; તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ને તેમાં લીનતા, તે સમ્યફચારિત્ર છે, આ જ મુક્તિનો પંથ છે.
આ સિવાય બહારના બીજા કોઈ કારણથી મુક્તિ થવાનું જેઓ માને છે, તેઓ | સંસારના જ માર્ગમાં ઊભા છે; તેઓ મુક્તિના પંથને જાણતા પણ નથી.
આત્માનો ઉપયોગ જ્ઞાન અને દર્શન એવા બે પ્રકારનો છે. તેમાંથી જ્ઞાનના પ્રકારોનું વર્ણન ચાલે છે.
ઓકટોબર, ૨૦૦૭ ]
આત્મધર્મ