________________
તે પણ અનાદિ-અનંત છે. તે આત્મા સાથે ત્રિકાળ એકરૂપ વર્તે છે. તેના આધારે કેવળજ્ઞાનરૂપ કાર્યસ્વભાવજ્ઞાન પ્રગટે છે. તે સાદિ-અનંત છે.
- અહીં કહે છે કે જેવું કાર્યસ્વભાવજ્ઞાન છે, તેવું જ કારણસ્વભાવજ્ઞાન છે. જોકે કાર્યજ્ઞાન તે સાદિ-અનંત છે ને કારણશાન તો અનાદિ-અનંત છે. એ રીતે તેમાં ફેર છે છતાં જેવું “શુદ્ધ કાર્ય” પ્રગટ્યું તેવું જ તેનું “શુદ્ધકારણ” ત્રિકાળ વર્તે છે–એમ ઓળખવા માટે અહીં “કાર્યસ્વભાવજ્ઞાન જેવું જ કારણસ્વભાવજ્ઞાન છે એમ કહ્યું છે. એ રીતે શુદ્ધ કાર્ય ઉપરથી તેના કારણની ઓળખાણ કરાવી છે.
કેવળજ્ઞાન તે તો કાર્યસ્વભાવજ્ઞાન છે. તે નવું પ્રગટે છે. તે કેવળજ્ઞાનરૂપ કાર્ય શેમાંથી પ્રગટ્યું?–તો કહે છે કે તે કાર્ય જેવું જ એક કારણસ્વભાવજ્ઞાન છે, તેમાંથી જ તે કાર્ય પ્રગટે છે.
જુઓ! આ આત્માના સ્વભાવકાર્યનું કારણ! કેવળજ્ઞાનરૂપ જે સ્વભાવકાર્ય થયું તેનું કારણ કોઈ નિમિત્ત તો નહિ, વ્યવહારરત્નત્રયનો રાગ તે પણ કારણ નહિ અને મતિશ્રુતજ્ઞાનરૂપ જે પૂર્વ પર્યાય તે પણ પરમાર્થ કારણ નહિ; પણ આત્માની સાથે ત્રિકાળ વર્તતું એવું જે કારણસ્વભાવજ્ઞાન તે જ કેવળજ્ઞાનનું પરમાર્થ કારણ છે. તેમાં જ લીનતાથી કેવળજ્ઞાન થાય છે. માટે કહ્યું કે જેવું કારણ સ્વભાવજ્ઞાન છે તેવું જ કારણ જ્ઞાન છે.
જુઓ! અહીં કારણ જેવું કાર્ય છે' એમ ન કહેતાં “કાર્ય જેવું કારણ છે એમ કહ્યું કેમકે કાર્ય વ્યક્ત-પ્રગટ છે, તે પ્રગટ દ્વારા અપ્રગટ-શક્તિરૂપ કારણ ઓળખાવવું છે. કાર્ય ઉપરથી કારણ ઓળખાવે છે. કેવળજ્ઞાનરૂપી કાર્ય પ્રગટે છેતો સમજ કે અંદરમાં તેવા જ સામર્થ્યવાનું કારણ પડ્યું છે! જેવું કાર્ય પ્રગટ્યું તેવું જ તેનું કારણ આત્મામાં વર્તે છે. તારા આત્મામાં કેવળજ્ઞાનનું કારણ અત્યારે પણ વર્તે છે. તે કારણનું અવલંબન લેવાથી કાર્ય પ્રગટી જાય છે.
સામાન્યરૂપે લોકોને કેવળજ્ઞાનરૂપ કાર્યનો તો મહિમા આવે છે પણ તે કેવળજ્ઞાનરૂપ કાર્ય થવાનું કારણ અત્યારે પોતામાં પડ્યું છે, તે તેમના લક્ષમાં આવતું નથી, તેથી બાહ્યકારણોમાં વ્યર્થ ફાંફા મારે છે!
જો અંતરમાં ધ્રુવ ઉપયોગરૂપ કારણસ્વભાવજ્ઞાનને લક્ષમાં લઈને તેને જ કારણપણે સ્વીકારે તો તે કારણના અવલંબને કાર્ય થયા વિના રહે નહિ.
આ “કારણ” ત્રિકાળ છે, પણ તે કારણને કારણપણે સ્વીકારનારું કાર્ય” તો સાદિ છે. કારણની સિદ્ધિ કાર્યથી છે એટલે કે કાર્ય થતાં કારણની સિદ્ધિ થાય છે. કારણ નવું
ઓકટોબર, ૨૦૦૭ ].
આત્મધર્મ