________________
નથી થતું પણ તે ‘કારણની સિદ્ધિ' નવી થાય છે, કારણની પ્રસિદ્ધિ–ઓળખાણ નવી થાય છે. જ્યાં સુધી કારણના આશ્રયે કાર્ય પ્રગટ કર્યું નથી, ત્યાં સુધી કારણની ઓળખાણ (− પ્રસિદ્ધિ) થઈ નથી. કારણના અવલંબને જેણે કાર્ય પ્રગટ કર્યું તેને જ કારણની ખરી ઓળખાણ અને પ્રસિદ્ધિ થઈ.
‘કારણ’ શબ્દ જ ‘કાર્ય’ને સૂચવે છે અર્થાત્ ‘કારણ' એવું નામ ‘કાર્ય’ની અપેક્ષા રાખે છે. એટલે જ્યાં કાર્ય થયું છે, ત્યાં જ કારણની સિદ્ધિ થઈ છે.
અહીં ‘કાર્ય’ કહેતાં એકલું કેવળજ્ઞાન ન લેવું પણ સ્વભાવના આશ્રયે જ્યાં સભ્યજ્ઞાન થયું ત્યાં જ કાર્યની શરૂઆત થઈ ગઈ છે. સમ્યજ્ઞાનરૂપ કાર્ય થતાં જ ધર્મીને ભાન થયું કે અહો! મારું કારણ તો મારામાં જ છે. પહેલાં પણ મારામાં આવો કારણરૂપ સ્વભાવ તો હતો પણ મને તેનું ભાન ન હતું ને મેં તેનું અવલંબન ન લીધું તેથી કાર્ય ન થયું. હવે મને ભાન થતાં આ કારણના મહિમાની ખબર પડી....અહો! કેવળજ્ઞાનનું કારણ થાય એવી અચિંત્ય શક્તિ આત્મામાં સદાય વર્તી જ રહી છે. આત્માનો કોઈ અચિંત્ય મહિમા છે! શુદ્ધ ચૈતન્યતરંગ મારા સ્વભાવમાં સદા ઊછળી રહ્યા છે! આ રીતે આત્માનો અચિંત્ય મહિમા સમજતાં તેમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર થઈ જાય છે, તે અપૂર્વ ધર્મ છે.
આત્મા અનાદિ-અનંત વસ્તુ છે. ઉપયોગ તેનું લક્ષણ છે, તે પણ અનાદિ-અનંત છે તથા તે ઉપયોગ શુદ્ધ તરંગપણે સદાય વર્તમાન વર્તે છે, તેનું નામ કારણસ્વભાવજ્ઞાનોપયોગ છે. તેમાંથી જે કેવળજ્ઞાન પ્રગટે છે તે કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ છે. ઉપયોગ જે જીવનું લક્ષણ છે' એમ કહેતાં આ બંને ઉપયોગ તેમાં આવી જાય છે.
અહીં ટીકાકાર કહે છે કે જેવું કાર્યશાન છે, તેવું જ કારણજ્ઞાન છે—આમ કહીને કાર્ય-કારણની અદ્ભુત સંધિ બતાવી છે.
૨૩૦
‘કાર્યશાન' એટલે ‘કેવળજ્ઞાન'. તે કેવું છે?-કે તે કાર્યસ્વભાવશાનમાં ક્રમ નથી ઇન્દ્રિયોનું અવલંબન નથી, અંતરાય કે આવરણ નથી તથા અલ્પજ્ઞતા નથી. અહો! કેવળજ્ઞાનના સામર્થ્યની શી વાત!! એક પછી એક પદાર્થોને જાણે એવો ક્રમ તેનામાં નથી. તે બધું એક સાથે–અક્રમે જાણે છે. તેને ઇન્દ્રિયોની સહાય નથી તે અતીન્દ્રિય છે. તે કોઈપણ બીજાની સહાય વગર સ્વયં જ જાણતું હોવાથી અસહાય છે—સ્વાધીન છે. તેને કોઈ કર્મોનું આવરણ કે અંતરાય નથી. તેનામાં રાગાદિ વિભાવ નથી તેમજ અમુકને જાણે ને અમુકને ન જાણે—એવી અલ્પજ્ઞતા પણ તેનામાં નથી. આવું અચિંત્ય મહિમાવંત કાર્યસ્વભાવજ્ઞાન છે અને કારણજ્ઞાન પણ તેવું જ છે.
આત્મધર્મ
૪ ]
[ ઓકટોબર, ૨૦૦૭