________________
જે સ્વભાવરૂપજ્ઞાન છે તે કાર્ય અને કારણ–એમ બે પ્રકારનું છે. કાર્યસ્વભાવજ્ઞાન તે તો કેવળજ્ઞાન છે, તે જ્ઞાન ઉપાધિ વિનાનું છે, એકલું શુદ્ધ એકરૂપ છે, કર્મના આવરણ વિનાનું છે, ક્રમ વગર જાણનારું છે, ઇન્દ્રિયોનું નિમિત્તે તેમાં નથી, દેશ-કાળનો અંતરાય તેને નથી, કોઈની તેને સહાય નથી અને કારણજ્ઞાન પણ તેવા જ સામર્થ્યવાળું છે.
[કારણજ્ઞાન પણ તેવું જ છે.] “શાથી?–નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહચારિત્ર, સહજસુખ અને સહજપરમચિન્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે.”
કાર્યજ્ઞાન તો તે (ઉક્ત) સહજચતુષ્ટને જાણે છે ને કારણજ્ઞાનમાં તેને જાણવાનું સામર્થ્ય છે, માટે તે કારણજ્ઞાન પણ કાર્યજ્ઞાન જેવું જ છે.
જોકે કાર્યજ્ઞાનની જેમ કારણજ્ઞાન પણ જાણવાનું પ્રગટ કાર્ય નથી કરતું પરંતુ તેનામાં તેવું કાર્ય પ્રગટવાની તાકાત ભરેલી છે, તે બતાવવા માટે અહીં તેને “કાર્યજ્ઞાન જેવું કહી દીધું છે. '
શ્રોતા –વસ્થનું જ્ઞાન તો આવરણવાળું ને ક્રમવાળું જ હોય છે?
પૂજ્ય ગુરુદેવશ્રી –છવાસ્થને જે આવરણ છે તે કાર્યજ્ઞાનમાં (-વિભાવરૂપ કાર્યજ્ઞાનમાં) છે, તેને કારણજ્ઞાનમાં આવરણ નથી. એ જ પ્રમાણે જે ક્રમ છે તે કાર્યમાં છે, કારણજ્ઞાનમાં ક્રમ નથી. ઇન્દ્રિયોનું નિમિત્ત, પરોક્ષપણું વગેરે પણ કાર્યજ્ઞાનમાં છે. કારણજ્ઞાનમાં ઇન્દ્રિયોનું નિમિત્ત કે પરોક્ષપણું વગેરે નથી.
અહો! છઘસ્થદશા વખતે પણ કેવળજ્ઞાન જેવું જ સામર્થ્ય કારણસ્વભાવજ્ઞાનમાં છે. આવા સામર્થ્યની પ્રતીત કરીને, તેની સન્મુખ પરિણમતાં પરિણમતાં જેવું કારણ છે તેવું જ કાર્ય પ્રગટી જાય છે એટલે કે કેવળજ્ઞાન થાય છે.
સંસારદશા વખતે પણ કારણસ્વભાવજ્ઞાનને કોઈ વિઘ્ન નથી અને જેણે આવા કારણનું અવલંબન લીધું તેને કેવળજ્ઞાનરૂપ કાર્ય થવામાં વચ્ચે વિદન આવતું નથી.
“આમ [કારણરૂપ તથા કાર્યરૂપ એવા શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું.”
તેમાં જે કારણસ્વભાવજ્ઞાન છે તે નિશ્ચયનયનો વિષય છે, દ્રવ્યદૃષ્ટિનો વિષય છે અને કાર્યજ્ઞાન છે તે વ્યવહારનયનો વિષય છે.
જેને કાર્યસ્વભાવજ્ઞાન ઊઘડી ગયું છે તેને પોતાને કાંઈ વ્યવહારનય હોતો નથી;
આત્મધર્મ
[ ઓકટોબર, ૨૦૦૭