________________
સ્વરૂપ પ્રત્યક્ષ
दंमणमलो धम्मो।
કી ધર્મનું મળ સમ્યગ્દર્શ છે.
સંવત ૨૦૬૩
વર્ષ-૨
અંક-૨
October A.D. 2007
SHCHEN શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું.માણિs પગે
અને કારણશુદ્ધપચયન
નાનોપયોગનાં પ્રકારો; તેમાં ઉપાદેયરૂપ સ્વરૂપ પ્રત્યા સહજજ્ઞાનનું વર્ણન
[શ્રી નિયમસાર' ગાથા ૧૧-૧૨ તથા તેની ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન
| (સળંગ પ્રવચન . ૬) ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલું આ નિયમસાર” મહા અલૌકિક શાસ્ત્ર છે. તેમાં અધ્યાત્મના ઘણા ઊંડા ભાવો ભર્યા છે અને ટીકાકાર શ્રી પડાપ્રભ મુનિરાજે પણ સૂથમ રહસ્યો ખોલીને આત્માના પરમસ્વભાવને પ્રકાશિત કર્યો છે.
દસમી ગાથામાં આત્માના ઉપયોગ લક્ષણનું વર્ણન કરતાં સ્વભાવશાનોપયોગના કારણ” અને “કાર્ય એવા બે પ્રકાર બતાવ્યા અને તેમાંથી કારણસ્વભાવશાનોપયોગને પરમપરિણામિકભાવે રહેલું ત્રિકાળનિરૂપાધિરૂપ સહજજ્ઞાન” કહીને અલૌકિક વર્ણન કર્યું. તેનું ઘણું વિવેચન થઈ ગયું છે.
હવે, વળી ૧૧-૧૨મી ગાથામાં ઉપયોગના ભેદોનું વર્ણન કરતાં આ સહજજ્ઞાનને જ કારણસ્વભાવજ્ઞાનોપયોગને જ) “સ્વરૂપપ્રત્યક્ષ તરીકે વર્ણવશે, તેમજ તેને “મોક્ષનું મૂળ” અને “ઉપાદેય' કહીને તે સહજજ્ઞાનના વિલાસરૂપે આત્માની ભાવના કરવાનું કહેશે. આમાં પણ અદ્ભુત વાત આવશે. જુઓ! મૂળ ગાથા
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति। सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं॥११॥
ઓકટોબર, ૨૦૦૭ ]
આત્મધર્મ :