________________
૮૭, ઓ અને જૂ -૬ અ૪ આત્મા છે. ' છે હવે એ જે શક્તિઓ જે છે – આપણે કહીએ છીએ કે એ શક્તિની વ્યકિત છે. જો શક્તિની વ્યકિત હોય તો એટલે શક્તિ શક્તિ જ ન રહી. એ તો વ્યક્તિ થઈ ગઈ. એમ તો છે નહિ. શક્તિ તો ત્રિકાળ શક્તિભાવે રહે છે, ત્રિકાળ ધ્રુવભાવે રહે છે, તો છે જે વ્યક્તિ થાય છે, એને શક્તિની અપેક્ષા જ નથી એટલે તે વસ્તુની અંદરમાં શક્તિ જોવી રહેવા દે. વસ્તુની અંદરમાં જો તું શક્તિ જોઈશ તો વસ્તુ નહિ સમજાય. અને શક્તિ જોઈશ તો તને શક્તિની વ્યકિત દેખાયા કરશે તો તને ન વ્યક્તિ સમજાશે, ન શક્તિ સમજાશે. જેમાં પર્યાયને જોવાથી અથવા પર્યાયમાં રહેવાથી પર્યાયનું સાચું જ્ઞાન થઈ શકતું નથી. પર્યાયમાં રહેવાથી, અથવા પર્યાયને જોયા કરવલથી, પર્યાયની મર્યાદામાં રહેવાથી પર્યાયનું જ્ઞાન નથી થઈ શકતું.
એવી રીતે શક્તિને જોવાથી શક્તિવાનનું જ્ઞાન નથી થઈ શકતું. કારણકે જે શક્તિ છે તે ત્રિકાળ શક્તિભાવે છે. ત્રિકાળ ધ્રુવ ભાવે છે. તો ઈ જે ત્રિકાળ ધ્રુવ ભાવે છે તેને તું એક ભાવે જો, શક્તિભાવે નહિ જો. અને શક્તિની વ્યકિત છે જ નહિં તે તો જે યોગ્યતારૂપ વ્યકિત છે બસ ઈ જ વ્યકિતની વ્યક્તા છે. શક્તિની વ્યક્તતા કોઈ દિવસ ત્રણકાળમાં થતી જ નથી. હવે પારિણામિકભાવમાં યોગ્યતા પડી હતી. કોના? પર્યાયના પારિણામિકભાવમાં. તેનો સમય પાકે છે ત્યારે એ પારિણામિકભાવને કારણ બનાવ્યા વિના જે વર્તમાન પર્યાય ઉત્પન્ન થઈ તે પોતાના પકારથી – કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાનને અધિકરણથી – તે પરિણમી જાય છે. તેનું કારણ ત્રિકાળી દ્રવ્ય નહિ, તેનું કારણ પર્યાયનો પારિણામિક (ભાવ) નહિ, તેનું કારણ (વિશ્વ નહીં).
છે બસ તેનું કારણ એ પર્યાયનું તત્ સમયનું ક્ષણિક ઊપાદાન એનું કારણ છે. એ પર્યાયનું જે કાંઈ છે તે પર્યાયનું ક્ષણિક સત તત્ સમયે છે, આગળ પાછળ નથી, તો હવે ઈ ક્ષણિક પર્યાયે કોનું લક્ષ કર્યું? પર્યાયની અંદરમાં જે કાંઈ પણ પ્રગટ થયું તે પર્યાયનો ગુણ છે તે ગુણની પર્યાય નથી. અત્યાર સુધી એની જે સમજ હતી કે પર્યાયનું જે પરિણમન છે તે ગુણની પર્યાયનું પરિણમન છે. પણ ગુણ તો દ્રવ્યભાવે છે જે ગુણ દ્રવ્ય ભાવે છે એના પરિણમનનો પ્રશ્ન નથી. પર્યાયની અંદરમાં જે કાંઈપણ. પરિણમન થઈ રહ્યું છે તે પર્યાયનો ગુણ છે તે પર્યાયનો વૈભવ છે. હવે જે પર્યાયનો ગુણ છે વૈભવ છે
છે અને તે પોતાથી છે અને તે દ્રવ્યની અપેક્ષા નથી કારણકે દ્રવ્ય નિરપેક્ષ, પર્યાય નિરપેક્ષ, એકબીજાને એકબીજાની અપેક્ષા નથી. અને પર્યાયનો જે પરિણામિકભાવ જે છે તે છે પર્યાયનું દ્રવ્ય. પર્યાયનું સત્ત્વ છે કે નહિ. અને જો પર્યાયનું સત્ત્વ છે તો એ પર્યાયની સત્તા છે કે નહિ? એનું અસ્તિત્વ
I અસ્તિત્વ હોય શકે ખરું? એ પર્યાયનું અસ્તિત્વ છે તે પર્યાયની સત્તા છે. પર્યાયની સત્તાને દ્રવ્યની સત્તાની અપેક્ષા નથી જો એની અપેક્ષા નથી ત્યારે જ તે નિરપેક્ષ કહેવાય છે. ઉ® જો પર્યાયનો સદ્ભાવ કે પર્યાયના અભાવની સાપેક્ષતા જો ધુવને લાગશે તો એ નિરપેક્ષ જ નહિ કહેવાય. એને તમે નિરપેક્ષ કહો અને તેને તમે અપેક્ષાથી જોડો. ભાઈ ! દ્રવ્યના ગુણ નથી પહેલી વાત. ગુણની પર્યાય નથી બીજી વાત, દ્રવ્ય અને ગુણ ત્રિકાળ ધ્રુવભાવે છે ત્રીજી વાત. અને પર્યાયની અંદરમાં જે કાંઈપણ વૈભવ છે, એ પર્યાયના ગુણો છે અને એ પર્યાયનો પારિણામિકભાવ એ પર્યાયનું દ્રવ્ય છે. ૧) વસ્તુને જોવાનો તારો જે અભિપ્રાય જે છે, અભિગમ જે છે તેને ફેરવી નાખ. જ્ઞાનને એટલી હદે ચોખ્ખું કરી નાખ કે દ્રવ્ય-પર્યાયના બે ટુકડા કરવાના છે એવું ન દેખાય. એ બન્ને ભિન્ન ભિન્ન છે.
જ્યાં સુધી ટકડા કરવાનો અભિપ્રાય છે ત્યાં સુધી એણે બેને એક માન્યાં છે એક વાત. એના ટુકડા કરવા છે એ કર્તુત્વને લઈને છે એ બીજી વાત. વસ્તુ એને જ્ઞાનની અંદરમાં જેમ છે તેમ ભાસી નથી. તો તેને વસ્તુ જેમ છે તેમ ભાસવા માટે શું છે? તેને દ્રવ્ય અને પર્યાય જેમ છે તેમ અસંખ્ય પ્રદેશની અંદરમાં તે દ્રવ્ય અસંખ્ય પ્રદેશ છે. એના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. ક્ષેત્રથી ભિન્ન છે કાળથી ભિન્ન છે, ભાવથી ભિન્ન છે, ક્ષેત્ર અને કાળ ભાવથી ભિન્ન છે. એનું કારણ એ છે કે એ સત્ત્વથી ભિન્ન છે, સત્તાથી ભિન્ન છે, દ્રવ્યથી ભિન્ન છે. માટે એના ક્ષેત્ર, કાળ અને ભાવ સદા ભિન્ન રહ્યાં છે અને ભિન્ન રહેશે. એ ક્યારેય પણ એક નહીં થાય. એ અભેદ કહેવાશે પણ અભેદ છે નહિ. શું