________________
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનના આધાર(૧) નિશ્ચયથી તો પર્યાયનું દ્રવ્ય ભિન્ન, ક્ષેત્રભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન. શું કહ્યું?
જેટલામાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલા પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યના પ્રદેશથી એ (પર્યાયના) પ્રદેશનો અંશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ પણ અસંખ્ય પ્રદેશમાંથી બે પ્રકારઃ જેટલામાંથી મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ છે તે ક્ષેત્ર ભિન્ન છે, અને જેટલામાં ધ્રુવ રહે છે તે ક્ષેત્ર ભિન્ન છે.
. (શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૨૮૩) (૨) નહીંતર તો પ્રદેશય ખરેખર ભિન્ન છે. (હવ્ય-પર્યાયના)
| (શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૩૦૭) (૩) એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે !. આહા.. હા! ઝીણી વાત છે!
(શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં. ૩૨) (૪) એ પર્યાય છે તો અસંખ્યપ્રદેશી પણ એ અસંખ્ય પ્રદેશમાં જેટલામાં છેલ્લા અંશમાં વિકૃત કે
અવિકૃત-નિર્વિકારી અવસ્થા ઉત્પન્ન થાય છે-એ બેયનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા ! સમજાય છે કાંઈ?
(શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં. ૩૨). " (૫) એક સમયની પર્યાય અને ધ્રુવ છે તો સમીપ. એના અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશમાંથી પર્યાય ઊઠે છે તેટલું ક્ષેત્ર અને તેટલો ભાવ; અને ધ્રુવ ક્ષેત્ર અને ધ્રુવક્ષેત્રનો ભાવ-તે બન્ને ભિન્ન-ભિન્ન છે.
(શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં. ૩૫) (૬) એ નિર્મળ પર્યાય છે તેનું ક્ષેત્ર પણ દ્રવ્ય-ગુણથી ભિન્ન છે. આહાહા...! પર્યાય જેટલા ક્ષેત્રમાંથી
ઊઠે છે એ પર્યાયનું ક્ષેત્ર પર્યાય છે. એ પર્યાયનું ક્ષેત્ર (જુદું છે) જે ગુણનું ક્ષેત્ર છે તે પર્યાયનું ક્ષેત્ર નથી. આવી વાતો હવે! સમજાણું કાંઈ?
. (શ્રી પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૨૯૭) (૭) આત્માના અસંખ્ય પ્રદેશ છે, એમાં આખિરમાંથી–જેમાંથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ભિન્ન
ગણવામાં આવેલ છે. આહા... હા! આકરી વાત છે. આ ચિવિલાસમાં છે ભાઈ ! છે અસંખ્ય પ્રદેશએમાંના આખિરની ઉત્પત્તિ, જે ઉત્પત્તિ છે તેનું ક્ષેત્ર, ધ્રુવ ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યું છે. આહા... હા! ઝીણી વાત છે પ્રભુ! છેલ્લામાં છેલ્લી સાર..
(શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ પ્રથમ આવૃત્તિ પેઈજ નં. ૨૫૩-૨૫૪)
(શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ દ્વીતિય આવૃત્તિ પેઈજ નં. ૨૬૪૨૬૫) (૮) દૂરનો અર્થ-ક્ષેત્રથી ભિન્ન. એનું ક્ષેત્ર અને આનું ક્ષેત્ર ભિન્ન-ભિન્ન છે. એટલામાં પર્યાય ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર બેય ભિન્ન છે.
" (શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ પ્રથમ આવૃત્તિ પેઈજ નં. ૨૫૮)
( શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ દ્વીતિય આવૃત્તિ પેઈજ નં. ૨૬૯) (૯) ખરેખર તો તે બન્નેના ક્ષેત્ર પણ ભિન્ન છે. નિશ્ચયથી પર્યાયનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. તે બન્નેના ભાવ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે ને બધું સત્ત્વ પણ ભિન્ન છે. એવી વાત છે.
( પ્રવચન રત્નચિંતામણી ભાગ-૨ પેઈજ નં. ૪૭)