________________
માધ્યમથી અત્યંત સ્પષ્ટ છે. તો એવી રીતે પર્યાયથી જુએ છે ત્યારે તેને કથંચિત્ ભિન્ન-અભિન્ન કહે છે. પણ જ્યારે દ્રવ્યથી દ્રવ્યને જોવે છે. ત્યારે પર સત્તા છે, પરદ્રવ્ય છે, અદ્રવ્ય છે. 6) જ્યાં સુધી એને એ પરદ્રવ્ય અને અદ્રવ્ય નથી દેખાતું ત્યાં સુધી તેને તે સ્વદ્રવ્યનો અંશ દેખાય છે. અને સ્વદ્રવ્યનો અંશ દેખાય છે એટલે સ્વદ્રવ્ય અપૂર્ણ દેખાય છે. એના વિના અને જ્યારે સ્વદ્રવ્ય એના વિના અપૂર્ણ દેખાય છે ત્યારે એના અહમ્ નો પ્રશ્ન ઉત્પન્ન નથી થતો. જ્યાં તેના જ્ઞાની અંદરમાં વસ્તુ જ અપૂર્ણ રહે તો તેનો અહમ્ તો અપૂર્ણમાં થયું અને અપૂર્ણમાં અહં તો થતું નથી. અપૂર્ણમાં અહં એટલે પર્યાયમાં અહં. પૂર્ણમાં અહં એટલે દ્રવ્યમાં અહં. કારણ કે પર્યાય અપૂર્ણ છે અપૂર્ણમાં અહં એટલે પર્યાયમાં અહં. અને પૂર્ણમાં અહં એટલે દ્રવ્યમાં અહમ્. એણે બેંઝિક પરિભાષાઓ બધી બદલી નાંખવી પડશે. દ્રવ્ય સ્વભાવથી એણે દરેક પરિભાષાઓ બાંધવી પડશે. ઉલ્ટ આજે સ્વાધ્યાય અત્યારે આપણે કરીએ છીએ તે ફકત જેને ગુરુદેવશ્રીનો લાંબા સમયનો પરિચય છે. અને આ લાંબા સમયની પરિચયની અંદરમાં તત્ત્વના લાંબા અભ્યાસ પછી, શાસ્ત્રના પ્રકાંડ સ્વાધ્યાય પછી પણ એને જ્યારે આત્મા મળ્યો નથી એનું કારણ શું છે એ જ્ઞાનને ચોખ્ખું કરવા અર્થે આ સ્વાધ્યાય છે. આની અંદરમાં બીજી કોઈ વાત, બીજી કોઈ અપેક્ષાએ, બીજી કોઈ અપેક્ષા, બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવે છે તેનું ખંડન-મંડન નથી. આ વાત ખોરલી પ્રયોજનને લક્ષમાં ઉત્કૃષ્ટ મુમુક્ષુઓને અંદરમાં જે અટકાવ આવે છે, શુદ્ધ આત્મા જેમ છે તેમ સમજાતો નથી તેનું જે કારણ જે છે તે વાતને લક્ષમાં રાખીને આ સ્વાધ્યાય છે. બાકી ખરેખર જોવામાં આવે તો સમયસાર કલશટીકાની અંદરમાં બસો બાવન કલશમાં સ્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ-પર દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવની શું ચર્ચા કરી છે તે ખબર છે? અભેદ આત્મા એ સ્વદ્રવ્ય અને એના ભેદ તે પરદ્રવ્ય બસ એટલું જ. અભેદ તે સ્વ અને ભેદ તે પર. એટલે વાસ્તવિકતાથી જોવામાં આવે તો એ દ્રવ્ય પર્યાય એવા જ્યારે વિભાગ પાડે છે ત્યારે આ ચર્ચા ઊભી થાય છે. એક માત્ર દ્રવ્યને જ જુએ છે તો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. એટલે એક વખત એ ધીરો શાંત થઈને જ્ઞાનની અંદરમાં જેવો સ્વભાવ છે તેવો સ્પષ્ટ વિષય છે શ્રદ્ધાને આપે. એ ધુંધળો વિષય કયાંક પર્યાયનો છેડો દ્રવ્યને અડતો વિષય, શ્રદ્ધા એ વિષયને લેતી જ. નથી. કારણકે વિષય આપવાનું કામ જ્ઞાનનું છે. અને એને તો જ્ઞાનમાં એવું ઉલટું-સુલટું, સમજાણું છે કે જ્ઞાન એટલે કાંઈકનું કાંઈક એણે માની લીધું છે. છે જે જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે તે જ્ઞાનને તેણે ભેદ પ્રધાન જ માન્યું છે. હવે અનેકાંત એટલે શું? અસ્તિ-નાસ્તિ અનેકાંતને! હૈ. એટલે એક છે અને બીજું નથી. હવે બીજું નથી એનો શો અર્થ? નથી ઈ નથી. નથી એનું છે માં શું કામ છે. તારી અસ્તિમાં રહે ને! ભાઈ ! હું દ્રવ્ય છું અને પર્યાય તે હું નથી. બસ એ જ છે ને અસ્તિ નાસ્તિ અનેકાંત. પર્યાય તે હું નથી એની ચર્ચાનું તારે કામ શું છે? એકની અસ્તિમાં બીજાની નાસ્તિની ચર્ચાનું પ્રયોજન શું છે? હું એક છું એટલી વાત રાખને. જ્ઞાનની
એક છું એટલે કે વા આખી એક ભાવે છે એવું જ્યારે જ્ઞાન સ્પષ્ટ થાય છે ત્યારે શ્રદ્ધા તેમાં પોતાની અંજલિ અર્પિત કરી દે છે. પોતાનો હાર તેને સમર્પિત કરી દે છે. ફકત જ્ઞાનની અંદરમાં ભેદ-પ્રભેદવાળી વાત ભિન્નતાવાળી વાત તો આપણે ઘણી આગળ છોડી દીધી છે. પણ ભેદપ્રભેદવાળી જે વાત છે તે મારા અભેદ સ્વભાવમાં સમાતી નથી. મારા એક સ્વભાવમાં સમાતી નથી. એમ સમજીને એમ લક્ષમાં લઈને એમ જ્ઞાનની અંદરમાં લઈને જો એક વખત એ વિશ્વાસમાં લે આ વિશ્વાસ એને આવવો જોઈએ.
છે જ્યાં સુધી આવો વિશ્વાસ તેને નથી આવતો ત્યાં સુધી શ્રદ્ધા ભૂસકો જ નથી મારતી. કારણકે | વિશ્વાસ ઊપરથી ભૂસકો હોય છે. જેવો સ્વભાવ છે એવો વિશ્વાસ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને
ખરેખર પોતાના સ્વભાવની અપર્વતા અને મહિંમાં એના જ્ઞાનમાં વસી જ નથી. પર્યાય અને દ્રવ્યની વચ્ચે વ્યાપ્ય-વ્યાપક નથી, આધાર આધેય નથી, કર્તા-કર્મ નથી, કારણ કાર્ય નથી. માટે કોઈપણ પ્રકારના સંબંધો દ્રવ્ય-પર્યાય વચ્ચે છે જ નહિ. કારણકે બંનેનું સત્ત્વ ભિન્ન છે. બંનેના પારિણામિકભાવ ભિન્ન છે, બંનેનું અસ્તિત્વ ભિન્ન છે, બંનેના સ્વભાવ ભિન્ન છે.
એક અપરિણામી છે, એક પરિણમતું છે. એટલે સર્વ એંગલથી જોવામાં આવે તો એ બન્નેની