________________
વર હાંઈ મળ ખાય ઈ જ નથી. એ દર સાડા છે કે, અદી પરના આ લક
શ્નના જવાબ એની પાસે છે, પણ ખરેખર એની જે સમજણ છે એ સમજણ કેવા પ્રકારની છે. ઈ એને ખબર નથી. એટલે એને જે વાત સમજાણી છે. તે ખરેખર કેવી રીતે છે? ભાષાની અંદરમાં તો એને સમજમાં આવી ગયેલ છે પણ ભાવની અંદરમાં જેમ છે તેમ તેને ભાસી નથી. અને જેમ છે તેમ તેને નહિ ભાસી હોવાના કારણે વસ્તુ ઉપયોગ સ્વરૂપ છે એમ છે જ નહિ. ગુરૂદેવ કહે છે સાકાર ઉપયોગમયીઉપયોગમયી ઉપયોગ સ્વરૂપ એવો ભેદ પણ નહિ. વસ્તુને જોવાનું વિધાન એક વખત એ ફેરવી નાંખે - પાયામાંથી – જડમૂળમાંથી ફેર કરે. કારણ કે આ જે ભૂલ છે તે પાયાની અંદરમાં છે. એને શું છે? એને શેમાં મજા આવે છે? તમે હમણાં કારણશુદ્ધ પર્યાયની વાત કરો તો જલસો આવી જાય, કારણપરમાત્માની વાત કરો તો મઝા આવી જાય. ર) પણ કારણ શુદ્ધ પર્યાય અને કાર્યશદ્વ પર્યાય, કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા એ બધા પર્યાયનયના વિષયો છે. અપ્રયોજનભૂત વિષયો છે અને એની અંદરમાં આખો પ્રયોજનભૂત ત્રિકાળ અકારણ અરમ પારિણામિકભાવ છૂટી જાય છે. એનો એને અંદાજ જ આવતો નથી. કાર્યની અપેક્ષાએ કારણનો ઉપચાર આપ્યો છે. હવે જે વસ્તુ, અનુપચાર સ્વરૂપી છે તેને ક્યો ઉપચાર લાગુ પડે? જે અકારણ છે એને કયું કારણ લાગુ પડે? તમે તેને કારણ આપો છો તેનું અકારણપણું મટી જાય છે.. સમજાય છે તમે એને કારણ કહો છો તો એનું કારણપણું મટી જાય છે. ૨) જે સ્પષ્ટ પર્યાયનયના વિષય છે તેમાં તેને મજા આવે છે કારણકે એમાં એને ઊંડે ઊંડે પોતાનો પર્યાયની મીઠાશવાળો ભાવ પોષાય છે, એટલે એ વાતની અંદરમાં મીઠાશ લાગે છે. પર્યાય તો આવીને, એ ભાવે પણ એની મીઠાશને એ પોષે છે. ભાઈ એ નિશ્ચયમાં તો છે જ નહિ પણ વ્યવહારમાં પણ નથી. નિશ્ચયમાં એટલે નથી કે જેવો ત્રિકાળ પરમપારિશામિકભાવ શુદ્ધ છે એવો ભાવ એ જાણતો નથી અને માનતો નથી અને વ્યવહારમાં એટલે નથી, જેવો ભાવ છે એવો ભાવ એ કહેતી નથી. છે ને એવી એક સમજણ છે કે વ્યવહાર એટલે એવું ન હોય તેવું કહેવું. પણ તે કોઈ અપેક્ષાએ વાત છે. વ્યવહાર તો એને કહીએ કે જેવું હોય તેવું કહે તે વ્યવહાર અને જેવું છે તેવું છે તે નિશ્ચય, જેવું છે તેવું કહેવું તે વ્યવહાર વિપરીત કહેવાની વાત જ નથી. જ્યાં સુધી જેવું છે તેવું છે નિશ્ચય અને જેવું છે તેવું કહે તે વ્યવહાર. આ જેને નથી સમજાતું તેને “આત્મસિદ્ધિ' પણ નથી સમજાતી. આત્મસિદ્ધિમાં છે “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત” ક્યો વ્યવહાર સંમત – પરમાર્થ કેવો હોય છે કે ત્રણકાળમાં એક પરમાર્થનો પંથ હોય છે. તે પરમાર્થને જે પ્રેરે તે વ્યવહાર સંમત. જેવો પરમાર્થ છે તેવો બતાવે તે વ્યવહાર સંમત. પરમાર્થ જેવો છે તેવો ન બતાવે ને વ્યવહાર પણ નથી. જેવો પરમાર્થ છે તેવો બતાવે તે વ્યવહાર. હવે આ તો વ્યવહારમાં પણ નથી કહેવાનો અર્થ તો એ છે કે નિશ્ચયમાં તો નથી જ નથી જ પણ જેવું સ્વરૂપ છે તેવું તેના જ્ઞાનમાં આવ્યું નથી. તે વ્યવહારમાં પણ નથી જ નથી. એટલે ખરેખર તો નિશ્ચયપૂર્વકનો જ વ્યવહાર હોય છે પણ કહેવાતો વ્યવહાર પણ કે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તો કમસે કમ કહે દ્રવ્યનો પારિણામિક અને પર્યાયનો પારિણામિક ભિન્ન ભિન્ન છે. એમ તો એ જાણે ત્યારે પર્યાયનો ઉત્પાદ ધવમાંથી નથી થાતો એમ તો એ જાણે. પર્યાયનો ઉત્પાદ પર્યાયના પરિણામિકભાવમાંથી થાય છે એમ તો એ માને, તો તેના જ્ઞાનમાં સ્પષ્ટતા થતાં વસ્તુ જેમ છે તેમ ભાસતા શ્રદ્ધા તેનું કામ કરી લે છે. માટે ગુરુદેવશ્રીએ જેવું વસ્તુ સ્વરૂપ બતાવેલું છે, જેવું વસ્તસ્વરૂપનું સ્પષ્ટીકરણ જે રીતે કર્યું છે તે રીતે વસ્તુને સમજીને વસ્તુનો સ્વીકાર કરીને જગતને સર્વ ભવ્ય આત્માઓ તેમ જાણે અને મારે તેવી મંગલ ભાવના.