________________
ઠાર ઠરીયા ? ૨૦ % રવાળુ બિજા છે અસિત્વળ જે જાતા યાન 39 વૈભવથી જેની ભિન્નતા છે, તે ક્યારેય પણ એક ન થઈ શકે. એણે વસ્તુને જોવાનું વિધાન જે છે એ ફેરવવું પડશે. એના જ્ઞાનની અંદરમાં એટલી સ્પષ્ટતા રહે કે જેમ છે તેમ એનું જ્ઞાન જાણે. જેમ છે તેમ જો જ્ઞાન જાણે તો શ્રદ્ધાને ચોખ્ખો વિષય મળશે. કારણકે શ્રદ્ધા વિષય ગોતનારી નથી, વિષય આપનારું જ્ઞાન છે. શ્રદ્ધા તો એનું અહમ્ કરે છે બસ. જ્ઞાન જે વિષય આપે છે તેમાં શ્રદ્ધા અહમ્ કરે છે પછી શ્રદ્ધાનું કર્તવ્ય છે. પણ એ શ્રદ્ધાને વિષય આપનારું જ્ઞાન છે. જ્ઞાનની અંદરમાં તપણું છે, કથંચિત ભિન્નતા-અભિન્નતા છે. તો હું જ્ઞાયક છું એવો અભિપ્રાય પણ નિગોદમાં લઈ જનારો છે. કારણકે હું જ્ઞાયક છું એમ બોલવાથી થોડો જ્ઞાયક અનુભવાય છે? અનંતકાળની અંદરમાં અગિયાર અંગના પાઠી થઈને હું જ્ઞાયક છું એવું ગોખવામાં, એવું ચિંતવન કરવામાં એણે બાકી કાંઈ થોડું રાખ્યું છે? અને હું જ્ઞાયક છું એવો એણે બુદ્ધિપૂર્વક સ્વીકાર પણ ન કર્યો હોય એવું તો છે નહિ. (® આજને દિવસે પણ એ સ્થિતિ ચાલુ છે. શું કામ? કારણકે ઊંડે ઊંડે પર્યાયમાં ઊભો રહીને દ્રવ્યને જુએ છે. દ્રવ્યમાં ઊભો રહીને એ દ્રવ્યને જોતો જ નથી. અને જ્યાં સુધી દ્રવ્યમાં ઉભા રહીને દ્રવ્યને જોવામાં આવતું નથી ત્યાં સુધી દ્રવ્યમાં અહમ્ થઈ શકાતું નથી. દ્રવ્યમાં તમે ઉભા કયારે રહી. શકો કે જ્યારે જ્ઞાનમાં માત્ર દ્રવ્ય જ હોય. જ્ઞાનની અંદરમાં માત્ર દ્રવ્ય હોય ત્યારે જ શ્રદ્ધા તેમાં હું પણું કરે છે. જો જ્ઞાનની અંદરમાં બન્ને હોય તો શ્રદ્ધાનું અહમ્ ઓટોમેટીક કીધા વગર, સમજાવ્યા વગર, બોલ્યા વગર એનું અહં પર્યાયમાં જ છે. જે જ્ઞાનમાં બેપણું હોય તેનું અહમ્ નિયમથી પર્યાય હોય. જ્ઞાનમાં પણ એક અને શ્રદ્ધામાં પણ એક ત્યારે તે યુગપદે પરિણમે છે. જ્ઞાનમાં બે અને શ્રદ્ધામાં એક. શ્રદ્ધા એમ કહે છે, હું જ્ઞાયક અને જ્ઞાન કહે કે દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે, એક સત્તાના બે સત્ છે. તે કથંચિત્ ભિન્ન-અભિન્ન છે. એ શત પ્રતિશત પર્યાયનું એકત્વ છે. એ કથન ગમે તેટલું સાચું હોય પર્યાયથી એ દ્રવ્યથી એ કથન શત પ્રતિશત ખોટું છે. જે પર્યાય એમ કહે છે, કથંચિત્ ભિન્ન અભિન્ન છે
ત્યાં દ્રવ્ય એમ કહે છે સર્વથા ભિન્ન છે. એ બંને વચ્ચેમાં મેળ ક્યાં છે? જે દ્રવ્ય એમ કહે છે, મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા છે. જે દ્રવ્ય એમ કહે છે, તું પારદ્રવ્ય છો. પર્યાયને કહે છે તું પરદ્રવ્ય છો. પર્યાયને કહે છે. તું અદ્રવ્ય છો. હવે એને તમે કહો કે કાંઈક તો છે ને ? એ પર્યાય દ્રવ્યનું લક્ષ તો કરે છે ને? તે પર્યાય દ્રવ્યનું ત્રિકાળ અલક્ષ કરે છે. ઈ જેને લક્ષ સમજે છે એ અલક્ષ છે. જ્યાં સુધી જ્ઞાનમાં એક પરમપરિણામિકભાવ માત્ર પ૨મભાવમાત્ર બસ એટલું એના જ્ઞાનમાં વસ્તુ નથી ત્યાં સુધી તેના બધા પ્રયત્નો - પ્રયોગ નિષ્ફળ અને નિરર્થક છે. આજ દિવસ સુધી તેને સફળતા નથી મળી તેનું કારણ આ છે.
છે એક વખત પણ એણે પોતાના સ્વભાવને અને પર્યાયને એવી રીતે નથી જોયા, કેવી રીતે? કે સ્વભાવ શબ્દ પડે – સ્વભાવ ત્યાં દ્રવ્ય બસ. સ્વભાવ કહેતા તેને દ્રવ્ય છોડીને બીજું કાંઈ સમજાય જ નહિ, અને સંયોગ કહેતાં પર્યાય. દ્રવ્ય કહેતા સ્વભાવ અને સંયોગ કહેતા પર્યાય. પર્યાય એને સંયોગિકભાવ લાગવો જોઈએ. તેને તો એ પર્યાયનો પણ સ્વભાવ છે ને – એ પર્યાયનો પણ સ્વભાવ છે ને! એ દ્રવ્ય સ્વભાવનો અનાદર છે. સ્વ. ભાવ એક હોય શકે. સ્વભાવ એક હોય, તે દ્રવ્યસ્વભાવ પણ પોતાનો અને પર્યાય સ્વભાવ પણ પોતાનો. એક ભાવ – સ્વ.. ભાવ એક ભાવ. 6) પર્યાય એટલે સંયોગ. જો પર્યાયમાત્ર સંયોગ હોય તો ઈ પર્યાયની, અંદર ઉત્પન્ન થતાં ભેદો ચાહે આસ્ત્રવ-બંધના હોય ચાહે સંવ૨, નિર્જરા, મોક્ષના હોય તેની સામે જોવાનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. એણે કયારેય પણ પોતાના સ્વભાવને આ ભાવથી જોયો જ નથી. હંમેશાં એને આત્મા કેવો દેખાણો છે? દ્રષ્ટિની અપેક્ષાએ આત્મા શુદ્ધ અથવા પર્યાયથી રહિત, અને જ્ઞાન અપેક્ષાએ પર્યાયથી સહિત. હવે આ એની સમજણ છે એ શતપ્રતિશત ખોટી છે તેનું કારણકે આખી ચર્ચા પયોયમાં ઊભા રહીને છે. કારણકે પર્યાય પર્યાયમાં ઊભી રહીને કાંઈ કહે તે પર્યાયથી જોવામાં આવે છે તો સત્ છે. ગુણથી જોવામાં આવે તો જ્ઞાન તે આત્મા હવે જ્ઞાનમાં ઊભા રહીને. જ્ઞાન તે આત્મા કહે તો તે સત છે. દર્શન તે આત્મા ચારિત્ર તે આત્મા તે સત્ છે. પણ આત્મામાં ઉભા રહીને જોવામાં આવે તો આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, સુખ નથી. આત્મામાં ઉભા રહેશે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી, જ્ઞાનમાં ઊભો રહેશે તો જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા છે. આ વિધાન એ સાતમી ગાથાના