________________
દ્રવ્યમાં ઉભા રહીને દ્રવ્યને જોવાનો પ્રયત્ન કરે તો એને સમજાશે કે પર્યાય શું ચીજ છે અને પર્યાયને જો ગુરુદેવ અશુદ્ધ પારિણામિક કહે છે તો ખરેખર તો ખરેખર પર્યાયની સાથેની કેટલી ભિન્નતા છે કે ક્ષેત્રથી ભિન્નતા કાળથી ભિન્નતા ભાવથી ભિન્નતા અને ખરેખર જોઈએ તો દ્રવ્યથી પણ ભિન્નતા. એને શું દેખાય છે કે વસ્તુ એક છે એના સત્ત બે છે હવે ઈ વસ્તુ એક અને એના સત્ત બે જે પ્રમાણની ચર્ચા હતી. તે અધ્યાત્મની અંદરમાં પણ પ્રમાણને એ ખેંચી લાવ્યો. ખરેખર અધ્યાત્મની અંદરમાં એક જ વસ્તુ બસ એ સત્તા છે અને બીજી વસ્તુ બીજી સત્તા છે. આત્મા જે છે ઈ આત્મા માત્ર સત્તા છે અને જો પછી પર્યાયની વાત છે તો પર્યાયની સત્તા ભિન્ન છે. પર્યાય સત્ત છે અને ભિન્ન છે એમ નહિ.'
જ્યાં સુધી એને એ પર્યાય કોઈપણ અપેક્ષાએ આત્માનો અંશ સમજાય છે ત્યાં સુધી એને વસ્તુ પરિપૂર્ણ નથી સમજાતી, અને જ્યાં સુધી આત્મા પરિપૂર્ણ નથી સમજાતો એટલે કે ઈ પર્યાય એનો એક અંશ છે એવું પણ સમજાય છે ત્યાં સુધી એને આત્મા અપૂર્ણ સમજાય છે. અને આત્મા અપૂર્ણ સમજાતા એની જે પરિપૂર્ણતા જે છે એના જ્ઞાનની અંદરમાં વસતી જ નથી, ભાસતી જ નથી.
છે વસ્તુ પરિપુર્ણ છે અને પરિપૂર્ણ છે તો ઈ પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે અને જે પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે તો એનાથી જે દૂર છે એ દૂર, દૂર શા માટે ? કે દ્રવ્ય છે ઈ નિષ્ક્રિય છે અને પર્યાય છે ઈ સક્રિય છે તો બન્નેની વચ્ચે દૂરિતા આપોઆપ એના સ્વભાવથી થઈ ગઈ. એક નિષ્ક્રિય છે અને એક સક્રિય છે બન્નેની અંદરમાં એક સમાનતા હોઈ ન શકે. કેવી રીતે એક સમાનતા હોય, દ્રવ્ય નિષ્ક્રિય છે અને પર્યાય સક્રિય છે.
છે હવે એ કેવી રીતે છે? એ ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં જોઈએ. નવ નંબરનો પોઈન્ટ છે. પેઈજ નં. ૧૦ છે. શરૂઆતમાં રોમન લેટરમાં ૧૦ લખ્યું છે. પહેલો પ્રશ્ન છે. પર્યાય દ્રવ્યથી કેટલી દૂર છે? પ્રશ્ન ગુરુદેવશ્રીને પૂછવામાં આવ્યો કે પર્યાય દ્રવ્યથી કેટલી દૂર છે? તો ઉત્તરઃ “કહ્યું ને દૂર છે” ગુરુદેવશ્રીએ આના અનુસંધાનમાં ઉપ૨માં એમ કીધું હશે કે પર્યાય દ્રવ્યથી દૂર છે એમ, એટલે સામે પ્રશ્ન પૂછે છે કે- સાહેબ કેટલી દૂર છે? તો ગુરુદેવ કહે છે કહ્યું ને દૂર છે એટલે એમ પણ નહિ પરંતુ ક્ષેત્રથી દૂર છે, બહુ લાંબુ જશે તો હવે કહીએ તમારે સાંભળવું છે ને કેટલું દૂર છે? તો હવે સાંભળો.
છે “પર્યાય ક્ષેત્રથી દૂર છે, કાળથી દૂર છે, ભાવથી દૂર છે, કહો કેટલું દૂર છે”? ક્ષેત્રથી દૂર છે. કાળથી દૂર છે, ભાવથી દૂર છે, જે ક્ષેત્રમાં વિકાર થાય છે તે ક્ષેત્ર આત્માનું છે? નથી. અને જે ક્ષેત્રમાં વિકાર થાય છે, એ ક્ષેત્રમાં વીતરાગતા થાય છે કે બીજા કોઈ ક્ષેત્રમાં થાય છે? જે ક્ષેત્રમાં રાગ થાય છે તે જ ક્ષેત્રમાં વીતરાગતા થાય છે. રાગનું ક્ષેત્ર ભિન્ન છે. તો વીતરાગતાનું ક્ષેત્ર એક કેવી રીતે હોય? જેમ રાગનું ક્ષેત્ર ભિન્ન છે તેમ વીતરાગતાનું ક્ષેત્ર ભિન્ન છે એ પણ વાત ગુરુદેવે કહી છે. એમાં જ નીચેનો છેલ્લો પ્રશ્ન છે. ક્રોધાદિના પ્રદેશ ભિન્ન કહયા છે પણ સંવર, નિર્જરાના પણ ભિન્ન. સાહેબ ક્રોધાદિના પ્રદેશ તો ભિન્ન છે પણ સંવર, નિર્જરાના પણ ભિન્ન. એ તો ભિન્ન છે જ અને આ યે ભિન્ન. આહાહાહા ! ક્રોધના સ્થાનમાં ક્ષમા ઉત્પન્ન થાય છે, ક્ષમા કયાં ઉત્પન્ન થાય છે? જ્યાં ક્રોધ છે ત્યાં ક્ષમાં ઉત્પન્ન થાય છે. હવે ક્રોધનું ક્ષેત્ર ભિન્ન છે તો ક્ષમાનું ક્ષેત્ર ભિન્ન છે. સ્થાન તો એક છે જે ક્રોધનું. સ્થાન છે તે ક્ષમાનું સ્થાન છે. એ બન્ને ક્ષેત્ર એક કેમ હોઈ શકે? એ એક વખત શાંતિથી વિચાર કરે ને તો એને સમજાય તેવું છે. કે જે આપણે રાગના પ્રદેશોને ભિન્ન કહીએ છીએ તો વીતરાગતાના પ્રદેશો એક કેમ કહીએ? જે પ્રદેશમાં રાગનો જન્મ થાય છે તે પ્રદેશમાં વીતરાગતાનો જન્મ થાય છે જ્યાં ક્રોધ થાય છે ત્યાં ક્ષમા થાય છે. ક્રોધના ક્ષેત્ર ભિન્ન છે તો ક્ષમાનું ક્ષેત્ર ભિન્ન છે.
છે આગળ ૧૦ નંબરનો પોઈન્ટ દૂરનો અર્થ, હવે અહીંયા જે દૂર છે એમ કીધું ને તો સામે દૂરનો અર્થ કરે છે, ક્ષેત્રથી ભિન્ન, એનું ક્ષેત્ર અને આનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે, એટલામાં પર્યાય ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર બેય ભિન્ન છે એનું નામ દૂર છે. એને એટલું સમજાય કે પર્યાયનું અસ્તિત્વ છે કે નહિ પર્યાયનું અસિતત્ત્વ છે અને દ્રવ્યનું અસ્તિત્વ છે. હવે જો બન્નેના અસ્તિત્વ હોય તો દ્રવ્યનું અસ્તિત્વ ત્રિકાળ અને પર્યાયનું અસ્તિત્વ ક્ષણિક, તો જો બન્નેના અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોય તો બન્નેનું સત્ત્વ એક કેમ હોય? એકનું ક્ષણિક અસ્તિત્વ છે તો એનું જે સત્ત્વ, જે છે એ અને એકનું