________________
વ્ય અને પર્યાપની ભિન્નતા
૧૫)
દ્રષ્ટિ વિષયના અંદરમાં પર્યાય અને દ્રવ્યને સર્વથા ભિન્ન માને છે. પર્યાયથી રહિત દ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય છે એવો સ્વીકાર કરે છે પણ લક્ષ તો પર્યાય કરે છે, આનંદ તો પર્યાયમાં આવે છે. એ પર્યાય સ્વભાવની સામું લક્ષ કરતાં સમ્યગ્દર્શનનો જન્મ થાય છે, ઇત્યાદિ પર્યાયને એ એટલી બધી મુખ્ય રાખે છે કે એના જ્ઞાનની અંદરમાં દ્રવ્ય અને દ્રવ્યની વ્યવસ્થા જેમ છે તેમ ભાસતી જ નથી, એને ઊંડે ઊંડે એવો ભાવ પડયો છે કે બધું પર્યાયમાં થાય છે, કાર્ય પર્યાયમાં થાય છે અનુભવ પર્યાયમાં થાય છે, આનંદ પર્યાયમાં આવે છે આ તો દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાય દ્રવ્યથી ભિન્ન છે. એટ્લે કોઈ અપેક્ષાએ એણે પર્યાયને દ્રવ્યથી ભિન્ન રાખી લીધી એટલે એના ઊંડાણની અંદરમાં જોવામાં આવે તો ખરેખર મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. મિથ્યાત્વની પ્રગાઢતા થાય છે એ વાત કરે છે. હું જ્ઞાયક છું એમ પણ હું શાયક છું એમ કહીને પણ મિથ્યાત્વને પુષ્ટ કરે છે કા૨ણકે એના ઊંડાણની અંદરમાં પર્યાય પ્રત્યેની પ્રીતિ, પર્યાય પ્રત્યેનો પ્રેમ, પર્યાય પ્રત્યેનું એકત્વ ક્યાંય પણ છૂટયું નથી, અને જ્યારે પર્યાય પ્રત્યેનું એકત્વ ન છૂટે ત્યારે એ દ્રવ્યની ગમે તેટલી વાત કરે.....
જી હમણાં ગુરુદેવશ્રીનું એક પ્રવચન સાંભળ્યું હતું કે માત્ર હું શાયક છું, અબધ્ધ છું, હું અસ્પષ્ટ છું, એમ કહેવાથી નરક નિગોદનો અંત નથી આવતો, પણ આવે કેવી રીતે ? કે હું શાયક છું એ તો ધારણા જ્ઞાનનો વિષય થઈ ગયો, બુદ્ધિનો વિષય થઈ ગયો અને જ્યારે હું શાયક છું એવું બુદ્ધિપૂર્વક એ કે છે પણ એના ભાવની અંદરમાં, એના અભિપ્રાયની અંદરમાં, એના વિશ્વાસની અંદરમાં, એની માન્યતાની અંદરમાં તો એમ પડયું છે કે પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે અને દ્રવ્યના લક્ષે સમ્યક્દર્શનનો જન્મ થાય છે, અને એ આનંદ પર્યાયની અંદરમાં દ્રવ્યનાં લક્ષે આવે છે. પરંતુ દ્રષ્ટિનો વિષય તો પર્યાયથી ભિન્ન છે, એ’બધું પર્યાયમાં થાય છે. એ બધી ઈ પર્યાયને આગળ કરે છે અને દ્રવ્યને ઈ પાછળ કરે છે એટલે એના જ્ઞાનની અંદરમાં દ્રવ્યની અને પર્યાયની જે ભિન્નતા જે છે એ જેમની તેમ એને ભાસી નથી, જેમની તેમ એને જામી નથી, જેમની તેમ એને રુચી નથી, અને જેના જ્ઞાનની અંદ૨માં દ્રવ્યની અને પર્યાયની ભિન્નતા જેમ છે તેમ આવતી નથી ત્યારે શ્રદ્ધાને જે બળ મળવું જોઈએ (તે મળતું નથી.) કા૨ણે જ્ઞાન તો શ્રદ્ધા પોષક જ્ઞાન હોવું જોઈએ અને એ જ્ઞાનની અંદરમાં શ્રદ્ધાનું પોષણ નથી થતું એવા જ્ઞાનની અંદરમાં શું થાય છે? એવા જ્ઞાનની અંદરમાં શું થાય છે? જે જ્ઞાનની અંદરમાં પર્યાયની મુખ્યતા છે, પર્યાયની કિંમત છે, પર્યાયનું મહત્ત્વ છે, એવી સ્થિતિમાં હું જ્ઞાયક છું એવા ભાવની અંદરમાં પણ જ્ઞાયક પ્રત્યેનું જ્ઞાન બિડાય છે, એને એવું લાગે છે કે હું શાયકનું ચિંતન કરું છું શાયકનું ઘોલન કરું છું પરંતુ ખરેખર એનું જ્ઞાન જ્ઞાયક પ્રત્યે બિડાતું જાય છે. જે પરિણામની અંદરમાં પર્યાય આગળ થાય છે તે પરિણામની અંદરમાં શાયકનું જ્ઞાન બિડાઈ છે. અને જે પરિણામની અંદરમાં જ્ઞાન આગળ થાય ન્યાં જ્ઞાયક ઓજલ થાય છે. પર્યાય આગળ થાય છે તો જ્ઞાન બિડાય છે. અને જ્ઞાન આગળ થાય છે, તો જ્ઞાયક ઓજલ થાય છે.
આ અંતરંગની સ્થિતિ એવી ઘટે છે. હું શાયક છું એવું બોલી દેવું કે એવું વિચારી લેવું તે મહત્ત્વનું નથી પણ અભિપ્રાયની અંદ૨માં દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા જેવી છે તેવી જ્ઞાનની અંદરમાં નાસવી, સમજાવી એ અત્યંત મહત્ત્વનું છે. એને શું લાગે છે કે ઈ ખરેખર તો દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાય સર્વથા ભિન્ન છું પણ છે તો પર્યાય કથંચિત ભિન્નને. કથંચિત ભિન્ન છે, અને કથંચિત અભિન્ન છે. એટલે એની દરેક વાત પર્યાયમા ઊભા રહીને છે, એની એક પણ વાત દ્રવ્યમાં ઊભા રહીને નથી. જો ઈ દ્રવ્યમાં ઊભો રહીને જુએ તો ન્યાં ક્યાં પર્યાય છે. એ દ્રવ્યના સત્વની અંદરમાં દ્રવ્યની સતાની અંદરમાં દ્રવ્યના અસ્તિત્વની અંદરમાં પર્યાય છે જ નહિ. હવે જે વાત પર્યાયની મુખ્યતાથી છે. તે વાત એણે દ્રવ્યની સમજી લીધી અને જ્યારે દ્રવ્યની એ વાત સમજી લીધી ત્યારે એનો અભિપ્રાય પણ એવો ઘડાઈ ગયો, અભિપ્રાય પણ એવો બની ગયો જે અભિપ્રાયની અંદરમાં આત્મા સમજાતો જ નથી. કોઈ પણ હિસાબે તે આત્માની વાત કરે છે પણ તે આત્માની વાતમાં આત્મા નથી, એ આત્માની વાતમાં અનાત્મા છે. એ આત્મા છે એવી એની ભ્રાંતિ છે અને આ વાત આપણે ગુરુદેવશ્રીના વચનો દ્વા૨ા જ આ વાતને વધારે દૃઢ કરીએ. આ શુદ્ધ અંતઃતત્ત્વની અંદ૨માં એકત્રીસ બોલ છે. (પ્રદેશભેદના પૂ. ગુરૂદેવશ્રીના ) દ્રવ્ય અને પર્યાયની વ્યવસ્થાના એક વખત એ ધીરો પડીને