________________
૪.
૫.
૬.
'6
૮.
૯.
(૧૫૨
‘રાગ’ પણ એક સમય પૂરતો સત્ છે. વીતરાગ ચારિત્ર સ્વરૂપ ગુણની તે ક્ષણિક વિકારી પર્યાય છે. તેને ઉખાડવા જઈશ તો તું પોતે ઉખડી જઈશ. તેને તેમાં રહેવા દે. તું તારામાં રહે, તે સ્વયં ચાલ્યો જશે.
આ તરફ (અંતરમાં) ઢષ્ટિ થયા વિના જ્ઞાન યથાર્થ થતું નથી અને દૈષ્ટિ થતાં (સ્વાનુભૂતિ થતાં) ઉત્પન્ન થયેલું જ્ઞાન (સમ્યજ્ઞાન) પોતાને પરમાં હજી કેટલો અટકાવ છે, કેટલી જમાવટ છે, કેટલો રસ છે તે બધું સહજ જાણી લે છે.
અપરિણામીમાં ક્રુષ્ટિ જમાવીને, તેમાં તાદાત્મ્ય કરીને પ્રસરીને, અહંપણું થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. તે વખતે અપરિણામી અને પરિણામ બંનેનો એક સાથે અનુભવ થાય છે. શુધ્ધાત્માની દૃષ્ટિ વિના, શાસ્ત્રમાં જે કથન આવે છે, તેની કેટલી હદ સુધી મર્યાદા છે, તે સમજમાં આવે નહિ. અને ઢષ્ટિ થતાં જ્ઞાનમાં સહજ બધી વાતો સમજમાં આવી જાય છે. જ્યારે ઢષ્ટિ પોતાના સ્વભાવમાં પ્રસરી જાય છે, ત્યારે પાંચ સમવાય પોતાના જ્ઞાનમાં શેય થઈ જાય છે.
ăષ્ટિ એવી પ્રધાન ચીજ છે કે સ્વભાવમાં ષ્ટિ જામતાં જ બધા જ પરિણામ ખીલતા જાય છે.
શુધ્ધ આત્માના અનુભવને જ આત્મા કહ્યો છે.
સ્વાનુભાવ . એ જ આત્મા છે! પર્યાયમાં વેદન થાય, અતીન્દ્રિય આનંદનું વેદન આવે તે આત્મા! જો કે તેનો વિષય ભલે ધ્રુવ દ્રવ્ય છે-ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ઝીણી વાત છે ભગવાન ! પણ એ દ્રવ્યનો અનુભવ હોઈ શકે નહિ, કેમ કે દ્રવ્ય એ ધ્રુવ છે. ધ્રુવ છે એનો અનુભવ ન હોઈ શકે. ધ્રુવના લક્ષે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે, અને તેથી એ આનંદની વેદન દશા તે દ્રવ્યને અડતી નથી, એ આનંદની વેદન દશા તે દ્રવ્યને સ્પર્શતી નથી. ત્રિકાળી દ્રવ્યને સ્પર્શતી નથી. એને અહીંયા આત્મા’ કહેવામાં આવે છે.
૧.
૨.
3.
૪.
૫.
દ્રવ્ય ઉપર દૅષ્ટિ મૂકીને જે અનુભવ થયો...આહાહા...! ઝીણી વાત પ્રભુ ! ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપને ધ્યેય બનાવી અને જે અનુભવ થયો, એ અનુભવ દ્રવ્યને અડતો નથી. કારણ કે દ્રવ્ય એ ધ્રુવ છે. ધ્રુવનું વેદન હોઈ શકે નહિ, આહાહા... આ અનુભવે છે એ પર્યાયની વાત છે. આત્મા ! અંદર આત્મ દ્રવ્ય અને પર્યાય બે થઈને આત્મા છે. પ્રમાણનો વિષય! ત્રિકાળી દ્રવ્ય-ધ્રુવ અને વર્તમાન જ્ઞાન ની પર્યાય - બે પ્રમાણનો વિષય છે. પણ એમાંથી નિશ્ચયનય નો વિષય ધ્રુવ છે – ત્રિકાળી ધ્રુવ ! નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ! તેને ધ્યેય બનાવીને જે પર્યાચમાં રાગનું વેદ્દન અનાદિથી હતું, વિકારનું વેદન હતું એના સ્થાનમાં દ્રવ્યને ધ્યેય બનાવીને, આનંદનું વેદન પર્યાયમાં આવ્યું, એ આનંદનું વેદન તે આત્મા છે એમ કહ્યું. ધ્રુવ આત્મા છે એને એક કોર રાખી દીધું. ભૂતાર્થથી જાણેલ જીવ... વાત જીણી બાપુ! અગિયારમી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. પરમાગમના અમૂલ્ય ૧૧ સિધ્ધાંત
એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ નથી કરતું (સમયસાર ગાથા ૩)
પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. (સમયસાર ગાથા ૩૦૮-૩૧૧)
ઉત્પાદ, ઉત્પાદથી છે, વ્યય અથવા ધ્રુવથી નથી. (પ્રવચન સાર ગાથા ૧૦૧) પ્રત્યેક પર્યાય પોતાના જન્મક્ષણમાં જ થાય છે. (પ્રવચન સાર ગાથા ૧૦૨)
પ્રત્યેક પર્યાય પોતાના ષટ્કારથી જ થાય છે તેને પોતાના દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. (પંચાસ્તિકાય ગાથા ૬૨)